ગુજરાતના ખેડૂતોનું હવે ચમકી જશે કિસ્મત! એક જ સીઝનમાં બે પાક લઈને મેળવી શકશે મોટો નફો
સામાન્ય રીતે કાસ્મીર,પશ્ચિમ બંગાળ અને કર્ણાટકનાં ખેડુતો દ્વારા નોલ-ખોલની ખેતી કરવામાં આવે છે,પરંતુ ગુજરાતમાં પ્રથમ વાર નોલ-ખોલની પ્રાયોગિક ખેતી કરવામાં આવી છે,અને તેમાં કૃષિ વૈજ્ઞાનિકોને સફળતા પણ મળી છે.
Trending Photos
બુરહાન પઠાણ/આણંદ: આણંદની કૃષિ યુનિવર્સીટીનાં બાગાયત વિભાગ દ્વારા ગુજરાતમાં પ્રથમ વાર કોબીજ અને ફલાવર પ્રજાતીની નોલ-ખોલ શાકભાજીની પ્રાયોગિક ખેતી કરીને સફળતા મેળવી છે, જેનાંથી આગામી દિવસોમાં ગુજરાતનાં ખેડુતો પણ નોલ-ખોલની ખેતી કરીને એક જ સીજનમાં બે પાક લઈને આર્થિક ફાયદો મેળવી શકશે.
સામાન્ય રીતે કાસ્મીર,પશ્ચિમ બંગાળ અને કર્ણાટકનાં ખેડુતો દ્વારા નોલ-ખોલની ખેતી કરવામાં આવે છે,પરંતુ ગુજરાતમાં પ્રથમ વાર નોલ-ખોલની પ્રાયોગિક ખેતી કરવામાં આવી છે,અને તેમાં કૃષિ વૈજ્ઞાનિકોને સફળતા પણ મળી છે.નોલ-ખોલને જંગલી કોબીજ તરીકે પણ ઓળખવામાં આવે છે, અને તેનો ઉપયોગ અન્ય શાકભાજીની જેમ કરી શકાય છે. તેમજ તેનાં પત્તાઓનો સલાડ તરીકે પણ ઉપયોગ કરી શકાય છે. તેમજ બટાકાની જેમ નોલ-ખોલને પણ અન્ય શાકભાજીની સાથે કોમ્બીનેશન કરી શાક બનાવી શકાય છે, જે ખુબ જ સ્વાદિષ્ટ હોય છે.
નોલ ખોલ દેખાવમાં કોબીજ જેવી હોય છે, પરંતુ તે કોબીજ કરતા થોડી નાની હોય છે,તેમજ બટાકાની જેમ કઠણ હોય છે. સામાન્ય રીતે કશ્મીર,પશ્ચિમ બંગાળ અને કર્ણાટકનાં ખેડુતો નોલ-ખોલની ખેતી કરી મબલક ઉત્પાદન સાથે આર્થિક નફો મેળવતા હોય છે, જયારે અમેરિકા જેવા દેશોમાં પણ નોલઃ ખોલ ખુબજ લોકપ્રીય શાકભાજી છે. વિદેશમાં નોલ-ખોલનો વ્યવસાયિક ધોરણે વર્ષમાં કંઈ વાર પાક લેવામાં આવે છે.
સામાન્ય રીતે ફુલેવર કે કોબીજનો પાક વર્ષમાં બે વાર લઈ શકાય છે અને વાવેતર કર્યા બાદ તે 100થી 120 દિવસે તૈયાર થતી હોય છે, ત્યારે નોલઃખોલ વાવેતર કર્યા બાદ માત્ર 45 થી 50 દિવસમાં પાક તૈયાર થઈ જતો હોય છે. જેથી ખેડુતો શિયાળાની સીજનમાં રવિ પાક તરીકે નોલ-ખોલનું બે વાર વાવેતર કરી ઉત્પાદન મેળવી શકે છે. ઠંડા વિસ્તારોમાં નલખોલની ખેતી વર્ષભર કરી શકાય છે, જયારે ગુજરાતમાં શિયાળામાં ખેડુતો સીજનનાં બે પાક લઈ શકશે.
નોલ-ખોલ કોબીજ અને ફલાવર પરિવારનું સભ્ય છે, તેની ઉપરનું પડ સફેદ અને આછા લીલા રંગનું તેમજ રીંગણ કલરનું હોય છે. જો દેખાવમાં આકર્ષક અને સ્વાદમાં લાજવાબ હોય છે. નોલ-ખોલની ખેતીમાં પાક 45 થી 50 દિવસમાં તૈયાર થઈ જાય છે, અને 200 કિવંટલથી વધુ ઉત્પાદન મેળવી શકાય છે અને બજારમાં સારો ભાવ મળતા ખેડુતો સારી કમાણી કરી શકશે.
પ્રારંભિક તબક્કામાં હાલમાં કૃષિ યુનિવર્સીટીનાં બાગાયત વિભાગનાં પ્લાન્ટમાં આ ખેતી કરવામાં આવી છે અને શિયાળામાં ખેતી કરવાથી સારૂ ઉત્પાદન મળે છે અને સીજનમાં બે વાર પાક લઈ ખેડુતો બમણી આવક કરી શકશે. કૃષિ યુનિવર્સીટી દ્વારા આગામી દિવસોમાં ખેડુતો નોલઃખોલની ખેતી તરફ આગળ વધે તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવશે.
નોલ-ખોલ એક પૌષ્ટીક શાકભાજી છે. જે આરોગ્ય માટે લાભદાઈ છે. જેમાં ફાયબર વીટામીન સી અને પોટેશીયમની ભરપુર માત્રા હેય છે. તેમજ તેમાં ફાયબરનાં કારણે પાચનતંત્રમાં સુધાર લાવે છે. તેમજ આંતરડાની નિયમિતતાને આગળ વધારવામાં મદદ કરે છે. તેમજ વીટામીન સી થી પ્રોગ રતિરોધક ક્ષમતામાં વધારો થાય છે, જયારે પોટેશીયમનાં કારણે બ્લડપ્રેસરને જાળવી રાખવામાં મદદરૂપ બને છે, જયારે તેમાં કેલેરી અને કાર્બોહાઈડ્રેટ ઓછુ હોય છે અને જેના કારણે નોલ- ખોલ એક ઉત્તમ આહાર બની શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે