ગુજરાતમાં નેતાના ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધનો પહેલો કિસ્સો, જીતુ વાઘાણી પર ચૂંટણી પંચે મારી બ્રેક

લોકસભા ચૂંટણી 2019માં આદર્શ ઈલેક્શન આચાર સંહિતાનું ઉલ્લંઘન કરનારા નેતાઓ પર ચૂંટણી પંચ દ્વારા પ્રચાર પર પ્રતિબંધ લગાવવાનો સિલસિલો સતત ચાલુ છે. આ લિસ્ટમાં નવુ નામ ગુજરાત બીજેપીના અધ્યક્ષ જીતુ વાઘાણી પણ સામેલ થયા છે. 

ગુજરાતમાં નેતાના ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધનો પહેલો કિસ્સો, જીતુ વાઘાણી પર ચૂંટણી પંચે મારી બ્રેક

અમદાવાદ :લોકસભા ચૂંટણી 2019માં આદર્શ ઈલેક્શન આચાર સંહિતાનું ઉલ્લંઘન કરનારા નેતાઓ પર ચૂંટણી પંચ દ્વારા પ્રચાર પર પ્રતિબંધ લગાવવાનો સિલસિલો સતત ચાલુ છે. આ લિસ્ટમાં નવુ નામ ગુજરાત બીજેપીના અધ્યક્ષ જીતુ વાઘાણી પણ સામેલ થયા છે. ચૂંટણી પંચે આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા પર જીતુ વાઘાણી પર 72 કલાકનો પ્રતિબંધ લગાવ્યો છે. આ પ્રતિબંધ મંગળવારે સાંજે 4 વાગ્યાથી શરૂ થયો છે. ચૂંટણી પંચે જીતુ વાઘાણી પર આ કાર્યવાહી સુરત જિલ્લાના અમરોલીમાં આચાર સંહિતાના ઉલ્લંઘન કરવા પર કરી છે.

રાજ્યમાં ચૂંટણી પુરી થયાને એક અઠવાડિયા બાદ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી પર ચૂંટણી પંચે પ્રચાર માટે પ્રતિબંધ લગાવ્યો છે. ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ સુરતના અમરોલીમાં ચૂંટણી સભા દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સામે વિવાદિત ટિપ્પણી કરી હતી. જેને લઈને કોંગ્રેસે ફરિયાદ કરી હતી. શરૂઆતમાં સ્થાનિક ચૂંટણી અધિકારી દ્વારા ક્લીન ચીટ આપવાના અહેવાલો આવ્યા હતા, જેને પગલે કોંગ્રેસે કેન્દ્રીય ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી. જેના પર  કેન્દ્રીય ચૂંટણી પંચે નિર્ણય લીધો. 

કેન્દ્રીય ચૂંટણી પંચે ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીના નિવેદનને આચારસંહિતાનો ભંગ ગણ્યું હતું અને મંગળવારે સાંજે 4 વાગ્યાથી આગામી 72 કલાક સુધી પ્રચાર માટે પ્રતિબંધ લગાવ્યો. જેના કારણે ભાજપ પ્રમુખ આગામી 72 કલાક સુધી મીડિયા સમક્ષ કે ચૂંટણી પ્રચાર નહીં કરી શકે. ગુજરાતમાં કોઈ રાજકીય નેતા પર ચૂંટણી પ્રચાર માટે પ્રતિબંધ લાગ્યાનો આ પહેલો કિસ્સો બન્યો છે. 

પીએમના સંસદીય વિસ્તારમાં ચૂંટણી પ્રચાર નહિ કરી શકે
ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી 3 દિવસ વારાણસીના પ્રવાસે છે. અહીં તેઓ પીએમ મોદીના સંસદીય ક્ષેત્રમાં પ્રચારનું કામ કરી રહ્યા છે. પરંતુ ચૂંટણી પ્રચાર પર 3 દિવસનો પ્રતિબંધ હોવાથી પ્રચારમાં કોઈ પ્રકારનો ભાગ નહિ લઇ શકે. ગઈકાલે સાંજે પ્રચાર પર બ્રેક લાગ્યા બાદ ગઈકાલે રાત્રે વારાણસી જીતુ વાઘાણી દિલ્હી પહોંચી ગયા હતા. પણ, પ્રચારની કોઈ કામગીરી નહિ કરી શકે. આવતીકાલે સાંજે 4 કલાક થી જીતુ વાઘાણી પર પ્રતિબંધ રહેશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news