વાતાવરણમાં વઘી રહેલા આ વાયુના પ્રમાણને કારણે પડી રહ્યો છે ‘કમોસમી વરસાદ’

ઠંડીની ઋતુમાં ગરમી અને ગરમીમાં ઠંડી સાથે જ વરસાદની સીઝનનાં હોય તો પણ કમોસમી વરસાદ... આ સ્થિતિ વૈશ્વિક પડકારના રૂપે ઉભરીને સામે આવી ચુકી છે. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડ (CO2)નું પ્રમાણ ઘણા ઊંચા સ્તરે પહોંચી ચુક્યું છે. ગરમીનો પારો દરવર્ષે નવા રેકોર્ડ સ્થાપી રહ્યો છે.

 વાતાવરણમાં વઘી રહેલા આ વાયુના પ્રમાણને કારણે પડી રહ્યો છે ‘કમોસમી વરસાદ’

અતુલ તિવારી/અમદાવાદ: ઠંડીની ઋતુમાં ગરમી અને ગરમીમાં ઠંડી સાથે જ વરસાદની સીઝનનાં હોય તો પણ કમોસમી વરસાદ... આ સ્થિતિ વૈશ્વિક પડકારના રૂપે ઉભરીને સામે આવી ચુકી છે. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડ (CO2)નું પ્રમાણ ઘણા ઊંચા સ્તરે પહોંચી ચુક્યું છે. ગરમીનો પારો દરવર્ષે નવા રેકોર્ડ સ્થાપી રહ્યો છે. 

સંયુક્ત રાષ્ટ્રે પેરિસ જળવાયુ સમજૂતિ અંતર્ગત નિર્ધારિત કરાયેલા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે કડક પગલાં લેવાની જરૂર હોવાની ચેતવણી પણ આપી છે. પરંતુ સ્થિતિ એવી બની છે કે જે હાલ કાબુમાં નથી જેના કારણે ભવિષ્ય જોખમાઈ રહ્યું છે. જેની ગંભીરતા સમજવાની જરૂર છે. વધતું CO2નું પ્રમાણ અને એની ગંભીરતા પૃથ્વીવાસીઓ હજુ પણ સમજવા તૈયાર નથી.

વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ 2018માં રેકોર્ડ ઝડપે વધ્યું હતું, જેના કારણે દેશભરમાં ગરમીનો પારો તો વધ્યો જ છે. અને આ વર્ષે આ ગરમીનો પારો પાછલા તમામ વર્ષોનો રેકોર્ડ તોડશે તે પણ નક્કી છે. છેલ્લા 8 લાખ વર્ષમાં CO2નું સ્તર સૌથી ઊંચા સ્તરે પહોંચશે તેવું અનુમાન છે. હવે પાછલા તમામ વર્ષનો પણ રેકોર્ડ પૃથ્વીવાસીઓ તોડવા જઈ રહ્યા છે. પરંતુ આ રેકોર્ડ તૂટવોએ ખુશી કે ગર્વના નહીં પરંતુ ચિંતાના સમાચાર છે. આપણું ભવિષ્ય જોખમમાં છે તેના સ્પષ્ટ સંકેત છે.

દ્વારકાધીશ મદિરમાં ઉજવાશે ફૂલ ડોલ ઉત્સવ, શ્રીજી સંગ ઉડશે હોળીનો રંગ

આનું કારણ માનવીય ગતિવિધી સાથે અલ નીનોનો પ્રભાવ પણ છે. છેલ્લે પૃથ્વી પર આટલા મોટા પ્રમાણમાં CO2 ત્રણથી પાંચ મિલિયન એટલે કે 30-50 લાખ વર્ષ પૂર્વે હતું. તે સમયે સમુદ્રની સપાટીનું સ્તર આજની તુલનાએ 20 મીટર (66 ફૂટ) વધુ હતું અને પૃથ્વી 2 - 3 ડીગ્રી સેલ્સિયસ વધુ ગરમ હતી. ફરી એકવાર માનવ પૃથ્વીને તે જ દિશામાં ઝડપથી લઈ જઈ રહ્યો છે. કદાચ તેનું પરિણામ તે જાણે છે પરંતુ સમજવા માગતો નથી.

વર્ષ 2019માં CO2 પહેલીવાર પાછલા 8 લાખ વર્ષમાં 411 PPM પર પહોંચશે તેવું અનુમાન કરવામાં આવ્યું છે, CO2ના વધતા આંકે તમામ લીમીટ પાર કરી છે, વર્ષ 2018 સૌથી ગરમ વર્ષ રહેવાની સાથે ગ્લોબલ તાપમાન 1.9F વધ્યું હતું. તો સાથે જ દરિયાની સપાટી દર વર્ષે 3 MM વધી રહી છે. બરફની શીટ દરવર્ષે 413 ગીગા ટનની ગતિથી ઘટી રહી છે. આર્કટીક - હિમાલય અને એન્ટાર્કટિકાનો બરફ પ્રતિ વર્ષ 12 થી 20% ઘટી રહ્યો છે.

ન્યુઝીલેન્ડ મસ્જીદ હુમલામાં 4 ગુજરાતીઓ સહીત 6 ભારતીયોનાં મોત

દુકાળ, પુર, ઠંડી અને ગરમીના એક્સ્ટ્રીમ વેધર ઈવેન્ટ્સ ચરમસીમા પર પહોંચી રહ્યા છે. જેના કારણે પ્રજાતિઓનું પલાયન અને માનસિક શારીરિક વ્યાધીમાં વૃદ્ધિ થઈ રહી છે. કાર્બન અને અન્ય ગ્રીન હાઉસ ગેસીસને આપણે કંટ્રોલ કરવામાં નિષ્ફળ સાબિત થઈ રહ્યા છીએ. ધરતી માતાને જાણે આપણે ખત્મ કરવાની શપથ લીધી હોય તે રીતે મક્કમતાથી આગળ વધી રહ્યા છીએ.

 

CO2ના વધતા પ્રમાણ પાછળ જંગલોનો આડેધડ નાશ, ફોસીલ ફ્યૂઅલ બાળવાની વધતી જતી પ્રવૃત્તિઓ અને જમીન વપરાશમાં ફેરફાર મુખ્ય માનવામાં આવી રહ્યા છે. વર્ષમાં 4 - 4 મહિના ઠંડી, ગરમી અને વરસાદ જેવી ત્રણેય ઋતુઓ ધરાવતા ભારતમાં ક્યારે કઈ ઋતુનો અનુભવ થશે તેની આગાહી કરવી હવામાન વિભાગ માટે પણ મુશ્કેલ બની ચુકી છે.

સરકારી નોકરીની લાલચ આપીને લાખો રૂપિયાની ઠગાઇ કરતો યુવક ઝડપાયો

પરંતુ હજુ પણ આ સ્થિતિમાં હકારાત્મક બદલાવ થઈ શકે તેવી આશા મોટા પાયે રહેલી છે બસ માત્ર યોગ્ય સમજણથી કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ ઘટાડી શકાય છે. જરૂર છે તો માત્ર યોગ્ય દિશામાં કામ કરવાની અને તુરંત જ જરૂરી પગલા લેવાની. જો આપણે હવે આજે ચુક્યા તો માત્ર પૃથ્વીનું જોખમ જ નહીં પરંતુ આવનારી પેઢીઓનો સર્વનાશ નોતર શું તે સ્પષ્ટ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news