આ રીતે ગોડાઉનમાંથી ચોરાયેલું 600 લીટર મિથાઈલ આલ્કોહોલ સપ્લાય થયું હતું, ખરીદનાર વિપુલ વિનુ ખુદ પણ પીને મર્યો

ગુજરાતના બરવાળાના રોજીદ ગામે થયેલા કથિત લઠ્ઠાકાંડ કેસમાં પોલીસ વડા આશિષ ભાટિયાએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જેમાં તેમણે કેમિકલ કંપનીમાંથી લાવવાથી લઈને કેવી રીતે લોકોના પેટમાં પહોંચ્યુ તેની માહિતી આપી હતી. 

આ રીતે ગોડાઉનમાંથી ચોરાયેલું 600 લીટર મિથાઈલ આલ્કોહોલ સપ્લાય થયું હતું, ખરીદનાર વિપુલ વિનુ ખુદ પણ પીને મર્યો

બ્રિજેશી દોશી/ગાંધીનગર :ગુજરાતના બરવાળાના રોજીદ ગામે થયેલા કથિત લઠ્ઠાકાંડ કેસમાં પોલીસ વડા આશિષ ભાટિયાએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જેમાં તેમણે કેમિકલ કંપનીમાંથી લાવવાથી લઈને કેવી રીતે લોકોના પેટમાં પહોંચ્યુ તેની માહિતી આપી હતી. 

ત્રણ સભ્યોની કમિટી બનાવાઈ 
કથિત લઠ્ઠાકાંડ કેસમાં સરકાર દ્વારા ત્રણ સભ્યોની કમિટી બનાવવામાં આવી છે. આ વિશે ગૃહ રાજ્યમંત્રીએ ટ્વિટ કરીને કહ્યુ કે, બોટાદ જિલ્લામાં કેમિકલના દુરઉપયોગથી બનેલી ઘટનાની સઘન તપાસ અર્થે રાજ્ય સરકાર દ્વારા ઉચ્ચ અધિકારીઓથી બનેલી કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે. ઉપરોક્ત કમિટી યુદ્ધના ધોરણે ઘટનાની વિગતવાર તપાસ હાથ ધરીને સરકારને સમગ્ર રિપોર્ટ સોંપશે.

99 ટકા મિથાઈલ આલ્કોહોલ હતું 
ડીજીપી આશિષ ભાટિયાએ કહ્યુ કે, ગઇકાલે બપોરે અમારી પાસે માહિતી આવી હતીકે અમદાવાદના ધંધુકા ના ગ્રામ્ય વિસ્તારમાં 2-3 લોકોને હોસ્પિટલમાં દાખલ કર્યા છે. જેનાં આધારે પોલીસ અધિકારીઓને ત્યાં મોકલવામાં આવ્યા હતા. ત્યાં વિગત મળી હતી કે, તેમણે કેમિકલ પીધો હોવાની જાણકારી મળી, અને તેની અસર થઈ છે તેવી માહિતી મળી હતી. તેના બાદ તપાસ વધતા જાણવા મળ્યુ કે, બોટાદના અનેક ગામોમાં આ રીતે લોકોએ કેમિકલ પીધુ છે. તેની અસર લોકોને થઈ છે. બનાવને પર્દાફાશ કરાયો છે. 24 કલાકની અંદર ગુનો ડિટેક્ટ કરાયો છે. તમામ આરોપીએ રાઉન્ડઅપ કરીને એફઆઈઆર કરી છે. 460 લીટર મિથાઈલ આલ્કોહોલ કબજે કરાયુ છે. રિપોર્ટમાં 99 ટકા મિથાઈલ છે તે સ્પષ્ટ થયુ છે. 

આ કેમિકલ ગોડાઉનથી રોજીદ ગામે પહોંચ્યું 
આ વિશે ડીજીપી એ કહ્યુ કે, જયેશ ઉર્ફે રાજુ અસ્લાલીના આમોઝ નામની કંપનીમાં કામ કરે છે. તે આ કંપનીમાં ગોડાઉનનો ઈન્ચાર્જ હતો. તે તેના પરિવાર સાથે અહી જ રહે છે. આ કંપનીના ગોડાઉનમાં મિથાઈલ આલ્કોહોલના બેરલ મૂકાય છે. જયેશના પિતરાઈ ભાઈ સંજય નગોઈનો રહેવાસી છે. બંનેએ મળીને કેમિકલ કાંડને અંજામ આપ્યો હતો. જયેશે 22 તારીખે 600 લીટર કેમિકલ ગોડાઉનમાઁથી ચોરી કરીને સંજયને 40 હજારમાં વેચ્યુ હતું. તગડી ફાટક પાસે તેણે કેમિકલ સંજયને સપ્લાય કર્યુ હતું. સંજયનો સગો ભાઈ વિનોદ પણ તેમાં સામેલ હતો. બંનેએ મળીને 600 લીટર કેમિકલ અલગ અલગ લોકોને સપ્લાય કર્યુ હતું. જેમાં પિન્ટુને 200 લીટર આપ્યુ હતું. તો 200 લીટર કેમિકલ નગોઈના બીજા શખ્સ અજિત દિલીપને આપ્યુ હતું અને 200 લીટર પોતે રાખ્યુ હતું. પીન્ટુએ આગળ 200 લીટર કેમિકલ રૈયા ગામના ભગવાન નારાયણ, વલ્લભ, જટુભા, ગજુબેન, વિપુલ વિનુને આપ્યુ હતું. આ રીતે 600 લીટર મિથાઈલ આલ્કોહોલનુ ડિસ્ટ્રીબ્યુશન થયુ હતું. ચોંકાવનારી વાત તો એ છે કે, કેમિકલ ખરીદનાર વિપુલ વિનુ પણ તે પીને મૃત્યુ પામ્યો છે. 

આશિષ ભાટિયાએ જણાવ્યુ કે, આ એક ઈન્ડસ્ટ્રીય કેમિકલ છે, જેનો ઉપયોગ પેઈન્ટ, પ્લાયવુડ ઈન્ડસ્ટ્રીઝમાં થાય છે. પરંતુ આ લોકોએ આ રીતે સપ્લાય કરીને જેના કારણે લોકોને અસર પડી છે. અત્યાર સુધી કુલ 22 બોટાદના અને અમદાવાદ રુરલના 6 લોકોના મોત થયા છે. 28 જણાના મોત થયા છે. 2 હજી શંકાસ્પદ મોત છે. આ ઉપરાંત ભાવનગર અને અમદાવદા હોસ્પિટલમાં સારવાર છે, હાલ તેઓની સ્થિતિ સારી છે. બરવાળા, અમદાવાદ રુરલમાં અને રાણપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો છે.

તેમણે કહ્યુ કે, કેમિકલ દારૂમાં મિક્સ નથી કર્યું, પણ પાણીમાં ઈન્ડસ્ટ્રીયલ સોલવન્ટ મિક્સ કરીને તેને બનાવાયુ હતું. કેમિકલમાં પાણી મિક્સ કરીને સીધેસીધુ પી ગયા. તેમને ખબર ન હતી કે ઈન્ડસ્ટ્રીય યુઝ માટે થાય છે. ઈન્ડસ્ટ્રીયલ સોલવન્ટના ગેરઉપયોગનુ આ પરિણામ છે. જયેશે પહેલીવાર આ રીતે ચોરી કરીને કેમિકલ સપ્લાય કર્યુ હતું. જયેશ પોતે જ ગોડાઉનનો ઈન્ચાર્જ છે. ચોરી બે દિવસ પહેલા જ કરી હતી, તેથી તેના માલિકને આ વિશે જાણ ન હતી. જયેશે 600 લીટર સોલવન્ટને 40 હજારમાં વેચ્યુ હતું. 

સરપંચે આ વિશે અગાઉ જાણ કરી હતી તે વિશે તેમણે કહ્યુ કે, તેમની અરજી માર્ચ મહિનામા આવી હતી. તેના બાદ અમે રેડ પણ પાડી હતી. સ્થાનિક 2 બુટલેગર પર કાર્યવાહી, એકની સામે તડીપારની કાર્યવાહી કરી હતી. 26 જુલાઈના રોજ કોમ્બીંગ પણ કરાયુ હતું. દારૂનો જથ્થો પણ પકડીને નાશ કરાયો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news