ચૌધરી સમાજમાં બે ભાગ, વિપુલ ચૌધરીના સમર્થનમાં શક્તિ પ્રદર્શન તો વિરોધી જૂથે મહાઆક્રોશ સંમેલન યોજ્યું

રાજ્યમાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. તેની પહેલા મહેસાણા જિલ્લાના ચૌધરી સમાજમાં ભારે વિવાદ જોવા મળી રહ્યો છે. જેમાં એક જૂથ વિપુલ ચૌધરીના સમર્થનમાં તો બીજુ જૂથ તેના વિરોધમાં છે.
 

ચૌધરી સમાજમાં બે ભાગ, વિપુલ ચૌધરીના સમર્થનમાં શક્તિ પ્રદર્શન તો વિરોધી જૂથે મહાઆક્રોશ સંમેલન યોજ્યું

તેજસ દવે, મહેસાણાઃ મહેસાણા જિલ્લામાં ચૌધરી સમાજમાં રાજકારણ ગરમાયુ છે. દૂધસાગર ડેરીની ચૂંટણીમાં સવા વર્ષ પહેલાં વિપુલ ચૌધરીની કારમી હાર બાદ વિપુલ ચૌધરીએ છેલ્લા એક માસથી રાજકીય ક્ષેત્રે શક્તિ પ્રદર્શન શરૂ કર્યું છે. ત્યારે વિપુલ ચૌધરીએ પામોલની સભામાં ચૌધરી અગ્રણી હરિભાઈ ચૌધરીને ગદ્દાર અને અશોક ચૌધરીને પપ્પુ કહેતા જ ચૌધરી સમાજ બે ભાગમાં વહેંચાઈ ગયો છે. આથી આજરોજ વિસનગર તાલુકાના ગુંજા ગામે વિપુલ ચૌધરીના સમર્થનમાં સભા યોજાઈ અને વિપુલ ચૌધરીના સમર્થનમાં શપથ લેવામાં આવ્યા હતા. 

તો બીજી તરફ મહેસાણા તાલુકાના બોરીયાવી ગામમાં ચૌધરી સમાજના બીજા જૂથે હરિભાઈ ચૌધરી અને અશોક ચૌધરીના સમર્થનમાં આંજણા આક્રોશ મહાસંમેલન યોજી વિપુલ ચૌધરી વિરુધ્ધ આક્રોશ ઠાલવ્યો હતો. આમ,ચૌધરી સમાજમાં સહકારી ક્ષેત્રને રાજકીય રંગ લાગી જતા બંને જૂથે એકબીજા સામે રોષ અને આક્રોશ ઠાલવ્યો છે.

ચૂંટણી પહેલાં ચૌધરી સમાજ બે ભાગમાં
રાજ્યમાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. તેની પહેલા મહેસાણા જિલ્લાના ચૌધરી સમાજમાં ભારે વિવાદ જોવા મળી રહ્યો છે. જેમાં એક જૂથ વિપુલ ચૌધરીના સમર્થનમાં તો બીજુ જૂથ તેના વિરોધમાં છે. વિપુલ ચૌધરીએ સમાજના અગ્રણીઓ સામે કરેલા નિવેદનને લઈને એક જૂથ તેમનો વિરોધ કરી રહ્યો છે. ત્યારે આજે વિપુલ ચૌધરીના સમર્થનમાં ચૌધરી સમાજના એક જૂથે શક્તિ પ્રદર્શન કર્યું હતું. તો બીજા જૂથે વિરોધ કરવા આક્રોશ સભાનું આયોજન કર્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news