ગુજરાત કોંગ્રેસને જીતાડવાની જવાબદારી લેનાર પૂર્વ પ્રભારીની રાજસ્થાનમાં ભૂંડી હાર, એક સમયે આરોગ્યમંત્રી હતા

ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રભારી ડૉ રઘુ શર્મા કેકરી વિધાનસભા બેઠક પર ભાજપ ઉમેદવાર સામે ભૂંડી હારનો સામનો કરવો પડ્યો છે. ડૉ. રઘુ શર્મા રાજસ્થાનમાં કેકરી વિધાનસભા બેઠક પરથી 7 હજાર કરતા પણ વધારે મતોથી હાર્યા છે. એક સમયે રઘુ શર્મા રાજસ્થાન સરકારમાં આરોગ્યમંત્રી પણ રહી ચૂક્યા છે. પરંતુ ત્યારબાદ તેમણે ગુજરાતમાં મોટી જવાબદારી સોંપવામાં આવી હતી.

ગુજરાત કોંગ્રેસને જીતાડવાની જવાબદારી લેનાર પૂર્વ પ્રભારીની રાજસ્થાનમાં ભૂંડી હાર, એક સમયે આરોગ્યમંત્રી હતા

ઝી બ્યુરો/અમદાવાદ: રાજસ્થાનમાં ફરી એકવાર દર પાંચ વર્ષે સરકાર બદલવાનો ટ્રેન્ડ ચાલું રહ્યો છે. રાજસ્થાન વિધાનસભામાં ચૂંટણી પરિણામ જાહેર થયા છે. પ્રાથમિક વલણો અનુસાર રાજસ્થાનની જનતાએ દર 5 વર્ષમાં સરકાર બદલવાના રિવાજને કાયમ રાખ્યો છે અને 5 વર્ષના વનવાસ બાદ બીજેપીને એકવાર ફરીથી સરકારમાં પાછી લાવ્યા છે. એવામાં રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં એક એવા ઉમેદવાર હાર્યા છે, જેમણે ગુજરાતમાં કોંગ્રેસને જીતાડવાની જવાબદારી લીધી હતી. જી હા... ગુજરાત કોંગ્રેસને જીતાડવાની જવાબાદારી લેનાર ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રભારી ડો. રઘુ શર્માની રાજસ્થાનમાં ભૂંડી હાર થઈ છે. કેકરી વિધાનસભા બેઠક પરથી 7 હજાર કરતા પણ વધારે મતોથી રઘુ શર્મા હાર્યા છે.  

રાજસ્થાનમાં મુખ્યમંત્રી અશોક ગહેલોતના તમામ દાવા અને તેમના વાયદાને ફગાવી દેતા રાજસ્થાનની જનતાએ ભાજપને ખોબલેને ધોબલે વોટ આપ્યા છે. તો વળી કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો છે. આ ચૂંટણીમાં ભાજપને 115 સીટ મળતી દેખાઈ રહી છે. તો વળી કોંગ્રેસ 70 સીટ પર સમેટાઈ ગઈ હતી. રાજસ્થાનમાં કોંગ્રેસની હારનું એક મુખ્ય કારણ પાર્ટીની અંદરનો ડખ્ખો છે. કેટલાય નેતા નારાજ થયા, પણ ગહેલોત તેમને યોગ્ય રીતે હેંડલ કરી શક્યા નહીં. પાર્ટીની અંદર જુથબંધી અને કેટલાય બળવાખોર નેતાઓએ પાર્ટીનો ખેલ બગાડી નાખ્યો. આ તમામ વાતો વચ્ચે ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રભારી ડો. રઘુ શર્માની હારથી મોટું આશ્ચર્ય થયું છે. જે નેતાએ એક સમય દરમિયાન ગુજરાતમાં ગમે તેમ કરીને કોંગ્રેસને જીતાડવાની જવાબદારી લીધી હતી, તેમનો જ ખેલ રાજસ્થાનમાં પડી ગયો છે.

ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રભારી ડૉ રઘુ શર્મા કેકરી વિધાનસભા બેઠક પર ભાજપ ઉમેદવાર સામે ભૂંડી હારનો સામનો કરવો પડ્યો છે. ડૉ. રઘુ શર્મા રાજસ્થાનમાં કેકરી વિધાનસભા બેઠક પરથી 7 હજાર કરતા પણ વધારે મતોથી હાર્યા છે. એક સમયે રઘુ શર્મા રાજસ્થાન સરકારમાં આરોગ્યમંત્રી પણ રહી ચૂક્યા છે. પરંતુ ત્યારબાદ તેમણે ગુજરાતમાં મોટી જવાબદારી સોંપવામાં આવી હતી. ગુજરાતમાં સત્તા માટે હવાતિયા મારતી કોંગ્રેસને બેઠી કરવા માટે રઘુ શર્માને જવાબદારી સોંપવામાં આવી હતી, અને તેમણે મોટા ઉપાડે સ્વીકારી પણ લીધી હતી. પરંતુ ધીરેધીરે ગુજરાત કોંગ્રેસમાં ડખા શરૂ થયા અને રઘુ શર્માના વિરોધીઓ ઉભા થવા લાગ્યા. એક નિવેદનમાં તો કોંગ્રેસના કેટલાક નેતાઓ અને કાર્યકરોને રાજસ્થાનમાં જઈને હરાવવાની ચિમકી ઉચ્ચારી હતી. આ બધું તો ઠીક, પરંતુ હાલ રાજસ્થાનમાં ડો. રઘુ શર્માની હારથી અનેક સવાલો ઉભા થયા છે.

કેકડીથી ચૂંટણી લડી રહ્યાં છે શર્મા 
રાજસ્થાનના પૂર્વ આરોગ્ય મંત્રી ડો. રઘુ શર્મા અજમેર લોકસભાની કેકડી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. રઘુ શર્મા 2008માં અહીંથી જીત્યા હતા, પરંતુ 2013માં તેઓ પોતાની સીટ બચાવી શક્યા ન હતા અને શત્રુઘ્ન ગૌતમના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. રઘુ શર્માએ 2018ની ચૂંટણીમાં પુનરાગમન કર્યું અને ફરીથી કેકરી પર કબજો કર્યો. 

ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનમાં ભાજપ જીતું ગયું છે, ત્યારે હવે રાજ્યના આગામી સીએમ કોણ હશે. તેના પર અલગ અલગ અંદાજો લગાવવામાં આવી રહ્યા છે. પાર્ટીને સત્તામાં વાપસી જોઈને પ્રદેશ ભાજપના મજબૂત નેતા અને રાજ્યના બે વખત સીએમ રહી ચૂકેલા વસુંધરા રાજે ફરી એકવાર મોટું પદ મેળવવા માટે સક્રિય થઈ ગયા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news