રાજકોટની હોસ્પિટલમાં શું કામ ટપોટપ મરી રહ્યા છે નવજાત બાળકો? આ તસવીર છે જવાબ

રાજકોટ સિવિલ હોસ્પિટલની કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં ડિસેમ્બરમાં એક જ માસમાં 111 નવજાત શિશુનાં મોત નીપજ્યાં છે તો જાન્યુઆરીના પ્રથમ 5 જ દિવસમાં વધુ 13 નવજાત બાળકોનાં મોત નીપજ્યા હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે.

રાજકોટની હોસ્પિટલમાં શું કામ ટપોટપ મરી રહ્યા છે નવજાત બાળકો? આ તસવીર છે જવાબ

રાજકોટ : રાજકોટ સિવિલ હોસ્પિટલની કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં ડિસેમ્બરમાં એક જ માસમાં 111 નવજાત શિશુનાં મોત નીપજ્યાં છે તો જાન્યુઆરીના પ્રથમ 5 જ દિવસમાં વધુ 13 નવજાત બાળકોનાં મોત નીપજ્યા હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. હવે સરકારી હોસ્પિટલમાં આટલા મૃત્યુ કઈ રીતે થયા છે એ વિશે જાતજાતના આરોપ અને પ્રત્યારોપ થતા રહે છે. જોકે હાલમાં બહાર આવેલી એક તસવીરે તમામ પરિસ્થિતિની પોલ ખોલી નાખી છે. આ તસવીરમાં રાજકોટની સિવિલ હોસ્પિટલમાં કાચની એક પેટીમાં 2 નવજાત બાળકોને એકસાથે રાખવામાં આવ્યા છે. સામાન્ય રીતે એક પેટીમાં એક જ બાળકને રાખવામાં આવે છે પણ ટાંચા સાધનોને કારણે એક પેટીમાં બે બાળકોને રાખવાની ફરજ પડી છે. જોકે આના કારણે ક્યારેક ચેપ લાગવાનો ભય રહે છે. 

રાજસ્થાનના કોટામાં 110 બાળકોની મોતનો મામલો શમ્યો નથી ને ગુજરાતમાં રાજકોટ અને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 196 બાળકોની મોતનો ગંભીર મામલો સામે આવ્યો છે. ગુજરાતના રાજકોટમાં સ્થિત સિવિસ હોસ્પિટલમાં ગત મહિને 111 બાળકોના મોત થયા હતા, જ્યારે અમદાવાદમાં 85 નવજાત શિશુઓના મોત નીપજ્યા હતા. આ દરમિયાન હેરાન કરવાવાળી બાબત એ છે કે મીડિયા દ્વારા આ મામલે સવાલ કરાતા મુખ્યમંત્રી રુપાણીએ તેની અવગણના કરતા જવાબ આપવાનું ટાળ્યું હતું.

આ મામલો સામે આવ્યા પછી અમદાવાદ સિવિલ તરફથી જણાવવામાં આવ્યું કે, ડિસેમ્બરમાં 455 નવજાત શિશુઓને ICUમાં રાખવામાં આવ્યા હતા, જેમાંથી 85 શિશુઓના મોત થયા હતા. રાજકોટ સિવિલ હોસ્પિટલ પણ 111 બાળકોની મોત સ્વીકારી રહી છે પરંતુ સારવારમાં બેદરકારીના આરોપને નકારી રહી છે. રાજકોટ સિવિલ તંત્રનું કહેવુ છે કે, રાજકોટમાં નવજાત શિશુઓની સરેરાશ મોતનું પ્રમાણ 70-80 છે. જેનું મુખ્ય કારણ શિશુઓને હોસ્પિટલ સુધી લાવવામાં લાગતો લાંબો સમય છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ એકમાત્ર કેન્દ્ર છે જ્યાં આધુનિક ચિકિત્સા સારવાર માટે લોકો દૂર-દૂરથી આવે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના સમાચારના જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news