ઘોર બેદરકારી: ઇન્ટરનેશનલ કાર રેસરનું એમ્બ્યુલન્સમાં ઓક્સિજન ખુટી જવાથી મોત
Trending Photos
અમદાવાદ : રાજકોટના પૂર્વ મેયર ભાવનાબેન જોશીપુરાના નાનાભાઇ તથા પ્રસિદ્ધ કાર રેસર ભરત દવેનું કોરોનાને કારણે અવસાન થયું છે. કોરોના સંક્રમિત થયેલા ભરતભાઇને સુરેન્દ્રનગર ખાતેથી રાજકોટ ખાતે લઇ જવામાં આવી રહ્યાહ તા. દરમિયાન રસ્તામાંઓક્સિજન ખુટી જતાતેમનું અવસાન થયું છે. તેઓ ઇન્ટરનેશનલ કાર રેલીમાં ભાગ લેનારા પ્રથમ ભારતીય હતા. વર્ષ 2019માં તેઓ પીએમ નરેન્દ્ર મોદીનાં અભિયાનની કેન્દ્રવર્તી થીમ સાથે 29 દિવસમાં 29 રાજ્ય અને 29 પાટનગરની મુલાકાત લઇને વર્લ્ડ રેકોર્ડ પણ સર્જયો હતો.
ભારત સરકારના એકલવ્ય પુરસ્કારથી સન્માનિત થઇ ચુકેલા ભરત દવે પાંચવાર રાષ્ટ્રીય અને બે વાર આંતરરાષ્ટ્રીય કાર રેલીમાં ચેમ્પિયન બનવાનો વિક્રમ ધરાવે છે. મૂળ સુરેન્દ્રનગરના બેંકર સ્વ રતિભાઇ દવેના પુત્ર એવા ભરત દવે હિમાલયના કાર રેલિસ્ટ તરીકે વિખ્યાત હતા. તેઓ રોજ 700 કિલોમીટરનો પ્રવાસ કરતા હતા. તેઓએ 1985થી 1990 દરમિયાન 6 કાર રેલીમાં ભાગ લીધોહ તો. જ્યારે 1990થી 2008 દરમિયાન તેમણે કેન્યામાં ત્રણ અને ન્યૂઝિલેન્ડ તેમજ પોર્ટુગલમાં 1-1 મળીને કુલ 5 આંતરરાષ્ટ્રીય રેલીમાં ભાગ લીધો હતો.
ભરત દવેએ કાર રેસમાં મેળવેલી સિદ્ધીઓ અંગેની વાત કરીએ તો ભરતભાઇએ હિમાચલ આફ્રિકન સફારીની કાર રેસમાં ખિતાબ મેળવ્યો હતો. 1993 માં ન્યૂઝિલેન્ડમાં યોજાયેલી રેસમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ રેસમાં જીત મેળવનારા તેઓ પ્રથમ ભારતીય હતા. આ ઉપરાંત 5 વખત હિમાલયમાં યોજાતી કાર રેસમાં દેશનું નામ રોશન કરી ચુક્યા છે. જો કે તેમનું મોત તંત્રની ઘોર બેદરકારીના કારણે મોત નિપજ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે