સારા સમાચાર...ગુજરાતનો આ જિલ્લો બન્યો કોરોના મુક્ત

ગુજરાતમાં આમ તો કોરોનાના કેસ કૂદકેને ભૂસકે વધી રહ્યાં છે પરંતુ આજે એક રાહતના સમાચાર મળ્યા છે. રાજ્યનો ડાંગ જિલ્લો આજે કોરોના વાયરસથી મુક્ત થયો છે. ડાંગ જિલ્લાના ત્રણ દર્દીઓના કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ રાહતની અનુભવી છે. કલેક્ટરે જિલ્લાને કોરોના મુક્ત જાહેર કરી આગોતરા આયોજન માટે મિટિંગ કરી. મહામારીથી જિલ્લો મુક્ત બનતા વહીવટી તંત્ર, ડોક્ટરો, પ્રજાજનોમાં ખુશીની લાગણી જોવા મળી. 
સારા સમાચાર...ગુજરાતનો આ જિલ્લો બન્યો કોરોના મુક્ત

સ્નેહલ પટેલ, ડાંગ: ગુજરાતમાં આમ તો કોરોનાના કેસ કૂદકેને ભૂસકે વધી રહ્યાં છે પરંતુ આજે એક રાહતના સમાચાર મળ્યા છે. રાજ્યનો ડાંગ જિલ્લો આજે કોરોના વાયરસથી મુક્ત થયો છે. ડાંગ જિલ્લાના ત્રણ દર્દીઓના કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ રાહતની અનુભવી છે. કલેક્ટરે જિલ્લાને કોરોના મુક્ત જાહેર કરી આગોતરા આયોજન માટે મિટિંગ કરી. મહામારીથી જિલ્લો મુક્ત બનતા વહીવટી તંત્ર, ડોક્ટરો, પ્રજાજનોમાં ખુશીની લાગણી જોવા મળી. 

અત્રે જણાવવાનું કે ગુજરાતમાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે ડાંગના આ પોઝિટિવ સમાચાર રાહત આપનારા છે. રાજ્યના આરોગ્યવિભાગ દ્વારા છેલ્લે જાહેર કરાયેલા આંકડા મુજબ ગુજરાતમાં હાલ કોરોનાના 8195 કેસ છે. જ્યારે 493 લોકોએ જીવ ગુમાવ્યાં છે. કુલ 2545 લોકો રિકવર થયા છે. રાજ્યમાં અમદાવાદ, સુરત અને વડોદરામાં સૌથી વધુ કેસ જોવા મળી રહ્યાં છે. 

જુઓ LIVE TV

અમદાવાદમાં 5818 કોરોનાના દર્દીઓ છે જ્યારે 381 લોકોએ જીવ ગુમાવ્યાં છે. બીજા નંબરે સુરત છે જ્યાં કોરોનાના 895 કેસ નોંધાયા છે અને 39 લોકોએ જીવ ગુમાવ્યાં છે. વડોદરામાં પણ 518 કોરોનાના કેસ નોંધાયા છે. અને 31 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે રાજકોટમાં 66 અને ભાવનગરમાં 94 લોકોએ જીવ ગુમાવ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news