ડિમોલિશન મુદ્દે દમણવાસીઓ લાલચોળ થયા, 144ની ધારા લાગુ કરાઈ

દમણ (Daman) માં 130 જેટલા મકાનો સરકારી જગ્યા પર બંધાયેલા હતા, જેનું દમણ પ્રશાસન દ્વારા મેગા ડિમોલિશન (Demolition) કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેને પગલે ઘરના બેઘર બનેલા લોકોએ પ્રશાસન સામે રોષ ઠાલવ્યો હતો. ગતરોજ બપોરથી નાની દમણથી મોટી દમણને જોડતો રાજીવ ગાંધી બ્રિજ પર લોકોએ ચક્કાજામ કર્યો હતો. તો આજે પણ દમણમાં ચક્કાજામ બાદ તંગ સ્થિતિ જોવા મળી. તેથી પ્રશાસન દ્વારા 144 ધારા (Section 144) લાગુ કરાઈ છે. 
ડિમોલિશન મુદ્દે દમણવાસીઓ લાલચોળ થયા, 144ની ધારા લાગુ કરાઈ

દમણ :દમણ (Daman) માં 130 જેટલા મકાનો સરકારી જગ્યા પર બંધાયેલા હતા, જેનું દમણ પ્રશાસન દ્વારા મેગા ડિમોલિશન (Demolition) કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેને પગલે ઘરના બેઘર બનેલા લોકોએ પ્રશાસન સામે રોષ ઠાલવ્યો હતો. ગતરોજ બપોરથી નાની દમણથી મોટી દમણને જોડતો રાજીવ ગાંધી બ્રિજ પર લોકોએ ચક્કાજામ કર્યો હતો. તો આજે પણ દમણમાં ચક્કાજામ બાદ તંગ સ્થિતિ જોવા મળી. તેથી પ્રશાસન દ્વારા 144 ધારા (Section 144) લાગુ કરાઈ છે. 

https://lh3.googleusercontent.com/-3sTAJXgB-ec/Xb6q1b_yoUI/AAAAAAAAJpg/I5PUb4L28rE2csWSPUwMeK6S55I-4hfEgCK8BGAsYHg/s0/Daman_Demolition3_zee.JPG

ડિમોલિશનના વિરોધને પગલે દમણમાં ચુસ્ત પોલીસ બંધોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તો બીજી તરફ દમણવાસીઓએ સ્વયંભૂ બંધ પાળ્યો છે. ચક્કાજામમાં આવેલ લોકોની અટકાયત કરાઈ છે. ચક્કાજામ કરી પ્રશાસનનો વિરોધ કરતા લોકોને હટાવવા માટે પોલીસ દ્વારા બળનો પ્રયોગ કરાયો હતો. પોલીસ દ્વારા ટોળું વિખેરવા માટે પાણીનો મારો કરવામાં આવ્યો હતો.

https://lh3.googleusercontent.com/-sWaZZptI6aw/Xb6q3elYrWI/AAAAAAAAJps/U5q0yuCJhbMpOuB9VerpT8XEXAiFXPMagCK8BGAsYHg/s0/Daman_Demolition4_zee.JPG

‘દમણ પ્રશાસક પ્રફુલ પટેલ ગો બેક’ના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. તો બીજી તરફ, દમણમાં લોકોની અટકાયત વખતે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આમ દમણ ખાતે ધારા 144 લાગુ કરાયા બાદ લોકો અને તંત્ર આમનેસામને આવ્યાની પરિસ્થિતિ સર્જાઈ છે. 7 જેટલી સ્કૂલો ને તત્કાલિન જેલ માં પરિવર્તિત કરવામાં આવી છે.

લોકોને સમજાવવા માટે દમણના મામલતદાર ઠક્કર પણ લોકો પાસે પહોંચ્યા હતા, પરંતુ લોકોએ તેમની વાત સમજવાનો ઈન્કાર કર્યો હતો. તો બાદમાં ડેપ્યુટી કલેક્ટર ચાર્મી પારેખ પણ ટોળાના સમજાવવા પહોંચ્યા હતા. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news