Port Signal: ગુજરાતના અનેક બંદરો પર લાગ્યું 10 નંબરનું સિગ્નલ, જાણો કેટલું મોટું છે જોખમ?

અરબી સમુદ્રમાં બિપોરજોય વાવાઝોડું કેન્દ્રિત થયું છે અને તેની સૌરાષ્ટ્ર કચ્છના દરિયા કાંઠે  અસર થવાની સંભાવના  આગાહી તેમજ ભારે વરસાદની પણ આગાહી ભારતીય હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ત્યારે હાલ દ્વારકા, જામનગર અને કચ્છના તમામ બંદર પર 10 નંબરનું સિગ્નલ લગાવાયું છે. જ્યારે પોરબંદરમાં નવ નંબરનું સિગ્નલ લાગ્યું છે.

Port Signal: ગુજરાતના અનેક બંદરો પર લાગ્યું 10 નંબરનું સિગ્નલ, જાણો કેટલું મોટું છે જોખમ?

અરબી સમુદ્રમાં બિપોરજોય વાવાઝોડું કેન્દ્રિત થયું છે અને તેની સૌરાષ્ટ્ર કચ્છના દરિયા કાંઠે  અસર થવાની સંભાવના  આગાહી તેમજ ભારે વરસાદની પણ આગાહી ભારતીય હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ત્યારે હાલ દ્વારકા, જામનગર અને કચ્છના તમામ બંદર પર 10 નંબરનું સિગ્નલ લગાવાયું છે. જ્યારે પોરબંદરમાં નવ નંબરનું સિગ્નલ લાગ્યું છે.  પોરબંદર જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલરૂમમાંથી મળેલી માહિતી પ્રમાણે બંદર ઉપર વાવાઝોડાની પરિસ્થિતિ સમયની સંકેત નિશાનીઓ જેને બંદર સિગ્નલ્સ કહેવામાં આવે છે તે ૧ થી ૧૧ સુધી હોય છે વાવાઝોડા સમયે બંદર ઉપરથી થતી સાયરેન નિશાનીઓના આધારે માછીમારો તેમજ દરિયા કાંઠે રહેતા લોકોને સાવધ કરવામાં આવે છે.

જાણો બંદર પર લાગતા સિગ્નલ વિશે માહિતી....

- બંદર ઉપરના સિગ્નલ અને તેના અર્થઘટન અને નિશાનીઓ જોઈએ તો પ્રથમ નંબરનું સિગ્નલ હોય ત્યારે હવા તોફાની અથવા સપાટી વાળી છે કે નથી અને વાવાઝોડું આવશે કે નહીં તેની ચેતવણી આપે છે .

- બે નંબરનું સિગ્નલ વાવાઝોડું થયું છે અને સિગ્નલ નંબર એક અને બે બતાવે છે કે બંદર છોડ્યા પછી વહાણોને બળનો સામનો કરવો પડશે. 

- ત્રણ નંબરનું સિગ્નલ એવું બતાવે છે કે સપાટી વાળી હવાથી બંદર ભયમાં છે . આ સિગ્નલ ઊંધા ત્રિકોણ પ્રકારનું હોય છે. 

- ચાર નંબરનું સિગ્નલ વાવાઝોડા થી બંદર ભયમાં છે પરંતુ અત્યાર સુધી ભય એવો ગંભીર જણાતો નથી કે જેના માટે સાવચેતીના કોઈ પગલા લેવાની જરૂર પડે. 

- પાંચ નંબરનું સિગ્નલ જેમાં થોડા અથવા સાધારણ પ્રકારનું વાવાઝોડું બંદરથી દક્ષિણ દિશા તરફ કિનારાઓ ઓળંગવાનો સંભવ છે જેથી બંદર ઉપર ભારે હવા આવવાનો સંભવ છે. આ સિગ્નલ માં રાત્રે  ત્રણમાંથી નીચેની એક લાલ લાઈટ હોય છે. 

- છ નંબરનું બંદર ઉપર સિગ્નલ લાગે ત્યારે ભય થોડા અથવા સાધારણ પ્રકારનું વાવાઝોડું બંદરથી ઉત્તર તરફનો કિનારો ઓળખવાનો સંભવ છે. જેથી બંદર ઉપર ભારે આવવાનો અનુભવ છે તેની નિશાનીમાં એક સીધું ત્રિકોણ અને નીચે નાનુ ચોરસ પ્રકારનો શેપ ધરાવતું સિગ્નલ દેખાય છે અને ત્રણ લાઈટમાંથી સૌથી ઉપરની લાઈટ લાલ હોય છે. 

— Zee 24 Kalak (@Zee24Kalak) June 12, 2023

- સાત નંબરનું સિગ્નલ જે (ભય)પાતળા અથવા સાધારણ પ્રકારનું વાવાઝોડું  બંદર નજીક અગર બંદર ઉપર થઈને પસાર થવાનો સંભવ છે જેમાંથી બંદરે ભારે તોફાની હવાનો સામનો કરવો પડે આ પ્રકારના સિગ્નલમાં બે ત્રિકોણ સામસામા અને નીચે નાનું ચોરસએ પ્રકાર નો શેપ દેખાય. જ્યારે રાત્રે ત્રણ લાઈટ માંથી વચ્ચેની લાઈટ લાલ હોય છે. 

- આઠ નંબરનો સિગ્નલ જે મહાભય જેમાં ભારે જોર વાળું વાવાઝોડું બંદરથી દક્ષિણ તરફ કિનારો ઓળંગવાનો સંભવ છે જેથી બંદરે બહુ જ તોફાની હવાનો અનુભવ થશે જેમાં એક ઊંધું ત્રિકોણ અને નીચે નાનું લંબચોરસનો શેપ નું સિંગલ હોય અને ત્રણ લાઈટ માંથી નીચેની બે લાલ લાઈટ હોય છે. 

- નવ નંબરનું સિગ્નલ કે જે તે દર્શાવે છે કે મહાભય કે જેમાં ભારે જોર વાળુ વાવાઝોડું બંદરથી ઉત્તર તરફ કિનારો ઓળંગવાનો સંભવ છે ,જેથી બંદરે બહુ જ તોફાની હવાનો અનુભવ થાય. આ સિગ્નલમાં એક ત્રિકોણ અને નીચે થોડી જગ્યા પછી લંબચોરસ પ્રકારની પટ્ટી જેવો શેપ અને રાત્રે ઉપરની બે લાઈટ લાલ હોય છે. 

— Zee 24 Kalak (@Zee24Kalak) June 12, 2023

- 10 નંબરનું સિગ્નલ કે જે આજે તારીખ 12 જુનના રોજ બપોરથી લગાવવામાં આવ્યું છે તે દર્શાવે છે કે  મહાભય ભારે જોર વાળુ વાવાઝોડું બંદરથી અગર બંદર ઉપર થઈને પસાર થવાનો સંભવ છે આથી બંદરને ભારે તોફાની હવાનો અનુભવ થવાની શક્યતા છે. જેમાં એક ઉંધા પ્રકારનો ત્રિકોણ અને સામે તેનાથી નાના પ્રકારનો ત્રિકોણ અને થોડી જગ્યા પછી નીચે લંબ સ્વરૂપનો શેપ અને ત્રણ લાઇટમાંથી પહેલી અને ત્રીજી લાઈટ લાલ હોય છે. 

- 11 નંબરનું છેલ્લું સિગ્નલ જેમાં રાત્રે એક જ મોટી લાઈટ લાલ અને બે સામસામા ત્રિકોણ હોય છે જેનો અર્થ તાર વ્યવસ્થા બંધ, કોલાબા હવા ચેતવણીના કેન્દ્ર સાથેનો તાર વ્યવહાર ખોવાઈ ગયેલ છે કે જેથી સ્થાનિક અધિકારીનું માનવું છે કે ખરાબ હવામાનનો ભય છે. પોર્ટ વિભાગ, ફિસરીઝ ડિપાર્ટમેન્ટ તેમજ સ્થાનિક જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દરિયાકાંઠે વસતા અને માછીમારોને બંદર ઉપર લાગેલા સિગ્નલ મુજબ સાવચેત રહેવા અને દરિયાકાંઠાના લોકોને પણ હવામાન વિભાગની આગાહી છે ત્યાં સુધી સાવધ રહેવા અપીલ કરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news