પ્રેમિકાની દાટેલી લાશે ખાડામાંથી ડોકિયુ કર્યું, અને સનસનાટીભરી પ્રેમકહાનીનો થયો પર્દાફાશ 

પ્રેમમાં હવે લોકો જીવ લેતા પણ અચકાતા નથી. બોડેલીની એક પરિણીત યુવતી અને યુવકના પ્રેમ સંબંધનો એવો કરુણ અંજામ આવ્યો કે, વાત હત્યા (crime news) સુધી પહોંચી ગઈ. યુવકે યુવતીને ખેતરમાં બોલાવીને તેની સાથે પ્રેમ સંબંધ બાંધ્યો અને પછી ઠંડા કલેજે તેની હત્યા (murder) કરી હતી. એટલુ જ નહિ, સનકી પ્રેમીએ પ્રેમિકાની લાશને ખેતરમાં ખાડો ખોદીને દાટી દીધી હતી.

પ્રેમિકાની દાટેલી લાશે ખાડામાંથી ડોકિયુ કર્યું, અને સનસનાટીભરી પ્રેમકહાનીનો થયો પર્દાફાશ 

જમીલ પઠાણ/બોડેલી :પ્રેમમાં હવે લોકો જીવ લેતા પણ અચકાતા નથી. બોડેલીની એક પરિણીત યુવતી અને યુવકના પ્રેમ સંબંધનો એવો કરુણ અંજામ આવ્યો કે, વાત હત્યા (crime news) સુધી પહોંચી ગઈ. યુવકે યુવતીને ખેતરમાં બોલાવીને તેની સાથે પ્રેમ સંબંધ બાંધ્યો અને પછી ઠંડા કલેજે તેની હત્યા (murder) કરી હતી. એટલુ જ નહિ, સનકી પ્રેમીએ પ્રેમિકાની લાશને ખેતરમાં ખાડો ખોદીને દાટી દીધી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, ઢેબરપુર ગામની 20 વર્ષીય યુવતીને ઢેબરપુરના પાડોશી ફાફટ ગામના 24 વર્ષીય અલ્પેશ તડવી સાથે પ્રેમ સંબંધ હતા. બંને ચાર વર્ષથી પ્રેમમાં હતા. પરંતુ પ્રેમ સંબંધ વચ્ચે યુવતીના લગ્ન કાયાવરોહણના પિયુષ નામના યુવક સાથે થયા હતા. લગ્ન બાદ પણ યુવતી અને અલ્પેશના મળવાનો સિલસિલો ચાલુ હતો. અન્યના પ્રેમમાં બંધાયેલી યુવતીને પતિ સાથે ફાવતુ ન હોવાથી તે પરત પિયરમાં આવી ગઈ હતી. 

આવામાં પ્રેમી અલ્પેશના મનમાં શંકાનો કીડો સળવળ્યો હતો. તેને લાગ્યુ કે, યુવતીના પરિવારજનો તેના લગ્ન ફરીથી બીજે કરી દેશે. તેથી અલ્પેશે યુવતી સાથે ભાગી જવાનુ પ્લાનિંગ બનાવ્યું. તે યુવતી પર આ માટે દબાણ કરવા લાગ્યો હતો. પરંતુ આખરે યુવતીએ ભાગવા માટે ના પાડી હતી. જેથી સનકી પ્રેમીએ તેને મોતને ઘાટ ઉતારવાનું ષડયંત્ર બનાવ્યું. 

તેણે રેખાને 7 ડિસેમ્બરના રોજ સવારે કપાસના ખેતરમાં બોલાવી હતી. અહી તેણે યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ બાદ બંને વચ્ચે ફરીથી ભાગી જવાની વાત પર ચર્ચા થઈ હતી. જેમાં યુવતીએ ના પાડી હતી. જેથી ગુસ્સે થયેલા પ્રેમીએ પ્રેમિકાનું ગળુ દબાવીને તેની હત્યા કરી હતી. એટલુ જ નહિ, તેણે પ્રેમિકાની લાશને રફેદફે પણ કરી હતી. ખેતરમાં પાવડાથી મોટા ખાડો કર્યો હતો. જેમાં તેણે પ્રેમિકાને દાટી દીધી હતી. પરંતુ થોડા દિવસો બાદ લાશ ખાડામાં બહાર આવી હતી. જેથી સમગ્ર હત્યાનો ભેદ ઉકેલાયો હતો અને સનકી પ્રેમીનું કારસ્તાન પણ બહાર આવ્યુ હતું. 

આ મામલે બોડેલી પોલીસે તપાસ કરી હતી. હત્યાના 30 દિવસ બાદ દાટેલી લાશ પરથી પડદો ઉંચકાયો હતો. બોડેલી પોલીસે અલ્પેશની ફાફટ ગામે ઘરેથી અટક કરીને વધુ તપાસ હાથ ધરી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news