ક્યારે અટકશે ગુજરાતમાં નશાનો કારોબાર? તમારું બાળક આ વિસ્તારમાં ફરતું હોય તો ચેતજો, ખૂલ્યું મોટું કનેક્શન
અમદાવાદ ક્રાઇમ બ્રાંચ એ જાકિર શેખની 594 ગ્રામ 800 મિલીગ્રામના એમડી ડ્રગ્સના જથ્થા સાથે એસજી હાઇ-વે ખાતેથી ધરપકડ કરી છે. જેની કિંમત 60 લાખ થાય છે. આરોપી જાકિર શેખ આ નશાનો જથ્થો એટલે કે એમડી ડ્રગ્સનો જથ્થો તેના ભાઈ અનવર હુસેન શેખ સાથે મળીને રીક્ષા મારફતે પાલનપુરના કાણોદર ગામેથી છ માસ પહેલા મુન્ના ચૌધરી નામના વ્યક્તિ પાસેથી લાવ્યા હતા.
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ: ક્રાઇમ બ્રાંચે અમદાવાદના એસજી હાઇ-વે ખાતેથી 60 લાખનું એમડી ડ્રગ્સ અને નરોડા ખાતેથી 18 લાખનું એમડી ડ્રગ્સ સાથે ત્રણ આરોપી ઓની ધરપકડ કરી વધુ આરોપીઓને ઝડપવા ચક્રોગતિમાન કર્યા છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરેલ આરોપીઓના નામ જાકિર શેખ અને તૌફીક ઘાંચી, સુહૈલ અશરફ મન્સૂરી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચ એ જાકિર શેખની 594 ગ્રામ 800 મિલીગ્રામના એમડી ડ્રગ્સના જથ્થા સાથે એસજી હાઇ-વે ખાતેથી ધરપકડ કરી છે. જેની કિંમત 60 લાખ થાય છે. આરોપી જાકિર શેખ આ નશાનો જથ્થો એટલે કે એમડી ડ્રગ્સનો જથ્થો તેના ભાઈ અનવર હુસેન શેખ સાથે મળીને રીક્ષા મારફતે પાલનપુરના કાણોદર ગામેથી છ માસ પહેલા મુન્ના ચૌધરી નામના વ્યક્તિ પાસેથી લાવ્યા હતા.
ક્રાઇમ બ્રાંચની તપાસમાં સામે આવ્યું છે કે આ બંને ભાઈઓ નાની પડીકી બનાવીને પેડલરને વેચી દેતા હતા અને જ્યારે એમડી ડ્રગ્સ ખૂટી જતું ત્યારે પોલીસને શંકા ન જાય એ માટેથી ફરી રીક્ષા લઇને મુન્ના ચૌધરી નામના વ્યક્તિ પાસે ડ્રગ્સ લેવા માટે પહોંચી જતા હતા, ત્યારે ક્રાઇમ બ્રાંચ એ મુન્ના ચૌધરી બાબતે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે મુન્ના ચૌધરી રાજસ્થાનમાં 10 કિલ્લો અફીણના કેસમાં પકડાય ચુક્યો છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાંચ એ વધુ બે આરોપી તૌફીક ઘાંચી સુહૈલ અશરફ મન્સૂરીની પણ 521 ગ્રામ 800 મિલીગ્રામના એમડી ડ્રગ્સ સાથે નારોલ બ્રિજ પાસેથી ધરપકડ કરી છે. જેની કિંમત 18 લાખની થવા પામી છે. આ આરોપીઓને લઇને અમદાવાદ ક્રાઇમ બ્રાંચની તપાસમાં સામે આવ્યું છે. આરોપી તૌફીક ઘાંચી સુહૈલ અશરફ મન્સૂરી આ ડ્રગ્સનો જથ્થો ઉદેપુરના આસિફ પઠાણ પાસેથી લાવ્યા હોવાનું સામે આવ્યું છે. પકડાયેલા આરોપીની પૂછપરછ કરતા તૌફિક ઉર્ફે ટાઇગર ઘાંચી છેલ્લા ઘણા સમયથી મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો રાજસ્થાન ઉદેયપુર ખાતે રહેતા આરીફ પઠાણ પાસેથી મંગાવી અમદાવાદ શહેરમાં વેચાણ કરે છે.
આરીફ ઉર્ફે દિપુ અમદાવાદના તૌફિક ઉર્ફે ટાઇગર તથા અન્ય ડ્રગ્સના ડીલરો પાસેથી જ્યારે ડ્રગ્સના ઓર્ડર મળે ત્યારે તેના ડ્રગ્સ પેડલર સુહેલ અસરફ મન્સુરીને ડ્રગ્સનો જથ્થો લઈ અમદાવાદ મોકલી આપતા ડ્રગ્સ પેડલર સુહૈલ અસરફ મન્સૂરી અમદાવાદ ખાતે આવી કોઈ હોટેલમા ચારથી પાચ દિવસ રોકાણ કરતો અને આરીફ ઉર્ફે દિપુના કહેવા મુજબ અમદાવાદના અલગ-અલગ ડ્રગ્સ ડીલરોને ડ્રગ્સ આપતા હતા. અમદાવાદમાં ડ્રગ્સ ડીલેવરી પહેલા આરીફ ઉર્ફે દિપના રૂપિયા ઓનલાઈન અથવા તો મની ટ્રાન્સફરથી મોકલી આપતા હતા.
આરોપી તૌફિક ઉર્ફે ટાઇગર ઘાંચી, ઇમરાનખાન પઠાણ, ઝહીર વોરા દ્વારા ડ્રગ્સના ઓર્ડર આપ્યા બાદ આરોપી આરીફ ઉર્ફે દિપુએ રાજસ્થાન ઉદયપુર ખાતેથી એક કિલો મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો લઈ સુહૈલ અસરફ મન્સૂરીને મોકલી આપેલ. સુહૈલ અસરફ મન્સૂરી ઉદેયપુર થી પાંચ દિવસ પહેલા અમદાવાદ આવી નારોલ બ્રિજ પાસે આવેલી હોટલ સીમા ખાતે રોકાયેલ જ્યાં આરોપી સુહૈલ અસરફ મન્સૂરી તેની પાસેના એક કિલો મેફેડ્રોનના જથ્થામાંથી આરોપી આરીફ ઉર્ફે દિપુના જણાવ્યા મુજબ ઇમરાનખાન પઠાણ, ઝહીર વોરા, તૌફિક ઉર્ફે ટાઇગરને ડ્રગ્સનો જથ્થો આપેલ.
દરમિયાન ગઈ કાલના રોજ આરોપી સુહૈલ અસરફ મન્સૂરી પાસેથી આરોપી તૌફિક ઉર્ફે ટાઇગર ફરી થી ડ્રગ્સનો જથ્થો લેવા આવતા પકડાઈ ગયા હતા ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાંચ એ આ નશાના કારોબારના મૂળ આક્કા સુધી પહોંચવા કમર કસી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે