પત્રકાર ચિરાગ પટેલ કેસમાં ક્રાઈમ બ્રાન્ચને હાથ લાગ્યો મહત્વનો પુરાવો
અમદાવાદમા પત્રકાર ચિરાગ પટેલ રહસ્યમય મોત મામલામાં પોલીસને મહત્વનો પુરાવો હાથ લાગ્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને ચિરાગ પટેલનો મોબાઈલ મળી આવ્યો છે. જેને એફએસએલ તપાસ માટે મોકલી આપ્યો છે.
Trending Photos
મૌલિક ધામેચા/અમદાવાદ :અમદાવાદમા પત્રકાર ચિરાગ પટેલ રહસ્યમય મોત મામલામાં પોલીસને મહત્વનો પુરાવો હાથ લાગ્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને ચિરાગ પટેલનો મોબાઈલ મળી આવ્યો છે. જેને એફએસએલ તપાસ માટે મોકલી આપ્યો છે.
પત્રકાર ચિરાગ પટેલ મર્ડર કેસમાં પોલીસને ચિરાગનો મોબાઈલ મળી આવ્યો છે, તેમજ પોલીસે મોબાઈલ લઈ જનાર વ્યક્તિને પણ પકડી લીધો છે. ચિરાગ પટેલનો મોબાઈલ એક રાહદારી લઈને જતો રહ્યો હતો. રાહદારીએ ચિરાગના મોબાઈલને ફોર્મેટ કર્યો હતો. ત્યારે રાહદારીએ મોબાઈલ શરૂ કરતા ક્રાઇમ બ્રાન્ચે યુવકની પૂછપરછ કરી છે. જોકે, મોબાઈલ લઈને જનાર યુવકને ચિરાગ પટેલ કે તેના પરિવાર સાથે કોઈ જ પરિચય નથી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ચિરાગ પટેલનો મોબાઈલ એફએસએલમાં તપાસ માટે મોકલી આપ્યો છે. હાલ ક્રાઇમ બ્રાન્ચ મોબાઈલમાંથી ડેટા રિકવરની રાહ જોઈ રહી છે. 10મી મેના રોજ ચિરાગ પટેલનો મોબાઈલ યુવકે ફરીથી શરૂ કર્યો હતો. ક્રાઇમ બ્રાન્ચને ચિરાગના મોબાઈલનું સીમ કાર્ડ પણ ઘટના સ્થળથી દૂર મળી આવ્યું છે.
ચિરાગનો મોબાઈલ લઈ જનાર યુવક કઠવાડાનો રહેવાસી છે. તેણે પોલીસ પૂછપરછમાં જણાવ્યું કે, 16 માર્ચના રોજ વહેલી સવારે ઘટનાસ્થળ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ચિરાગના બાઈક પર મોબાઈલ ફોન પડેલો જોતા તેણે ફોન લઈ લીધો હતો. યુવકે એમ પણ કહ્યું કે, તેણે ચિરાગ પટેલના મૃતદેહને જોયો ન હતો, માત્ર બાઈક પર મોબાઈલ ફોન પડેલો જોતા તે લઈને જતો રહ્યો હતો. જોકે, સવાલ એ છે કે, ચિરાગનો મૃતદેહ બાઈકથી 50-70 મીટર દૂર સળગેલી હાલતમાં પડેલો હોવાછતાં દેખાયો નહીં?
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે