અમદાવાદમાં વધુ એક કોરોના વોરિયરનું મોત, વહેલી સવારે લીધા અંતિમ શ્વાસ

કોવિડ 19 (covid 19) ની સારવાર દરમિયાન વહેલી સવારે પીએસઆઇ એ.એન.ભટ્ટનું મોત થયું છે. આ નિધનથી સમગ્ર પોલીસ વિભાગમાં શોકનો માહોલ ફેલાયો છે

અમદાવાદમાં વધુ એક કોરોના વોરિયરનું મોત, વહેલી સવારે લીધા અંતિમ શ્વાસ

ઉદય રંજન/અમદાવાદ :અમદાવાદમાં વધુ એક કોરોના વોરિયરનું મોત નિપજ્યું છે. નરોડા પોલીસ સ્ટેશનના પીએસઆઇનું કોરોનાના કારણે મૃત્યુ નિપજ્યું છે. કોવિડ 19 (covid 19) ની સારવાર દરમિયાન વહેલી સવારે પીએસઆઇ એ.એન.ભટ્ટનું મોત થયું છે. આ નિધનથી સમગ્ર પોલીસ વિભાગમાં શોકનો માહોલ ફેલાયો છે.

અમદાવાદ નરોડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એએન ભટ્ટ (ઉંમર 57 વર્ષ) 12 સપ્ટેમ્બર સુધી ડ્યુટી પર હતા. જેના બાદ તેઓને તાવ આવ્યો હતો. 13 સપ્ટેમ્બરના રોજ તેઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી તેઓ હોમ ક્વોરેન્ટાઈન થયા હતા. પરંતુ આ દરમિયાન તેમની તબિયત વધુ ખરાબ થઈ હતી. જેના બાદ તેઓને સુશ્રુશા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહી પણ તેઓની તબિયત વધુ લથડતા તેઓને નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આ દરમિયાન તેઓનું આજે મોત નિપજ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news