નવી વહુના વધામણા જેવી ધામધૂમથી ગુજરાતમાં વેક્સીનનું સ્વાગત કરાયું

નવી વહુના વધામણા જેવી ધામધૂમથી ગુજરાતમાં વેક્સીનનું સ્વાગત કરાયું
  • નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એરપોર્ટ પર વેક્સીનનું વેલકમ કર્યું
  • વેક્સીનના બોક્સ પર સંસ્કૃતમાં ‘સર્વે સંતુ નિરામયા’ લખાયેલું છે 
  • કંકુ ચોખાથી પૂજા કર્યા બાદ વેક્સીનને અમદાવાદ એરપોર્ટ પરથી રવાના કરાઈ

ઝી મીડિયા/બ્યૂરો :જિંદગીને સામાન્ય કરવાનો પડકાર... અર્થવ્યવસ્થાને પાટા પર લાવવાનો પડકાર... પડકાર એ વાતનો છે કે લોકો ફરી એકવાર જીવી શકે, ઉજવણી કરી શકે. પડકાર એ પણ કે ફરી એકવાર સ્કૂલ ખૂલી શકે. લોકો પોતાના કામતાજ વર્ષ પહેલા જે રીતે કરતા હતા તે જ પ્રમાણે કરી શકે. જે પરિસ્થિતિ કોરોના કાળ પહેલા હતી. ફેક્ટરીઓમાં ઉત્પાદન પણ યોગ્ય રીતે શરૂ થઈ શકે. આ પરિસ્થિતિ માત્ર ત્યારે જ ન થઈ શકે જ્યારે વેક્સીન આવી જાય. શરૂઆત ત્યારે થશે જ્યારે વેક્સીનનો રોલ આઉટ યોગ્ય રીતે થશે. ત્યારે આ આતુરતાનો અંત આવ્યો છે. પૂણેની સિરમ ઈન્સ્ટિટ્યૂટ (serum institute) માંથી નીકળેલી વેક્સીન આખરે અમદાવાદ પહોંચી ગઈ છે. ગુજરાતના ફાળવવામાં આવેલો જથ્થો પ્લેન મારફતે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યો છે. જ્યાં ખુદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (nitin patel) વેક્સીનને વેલકમ કરવા પહોંચ્યા હતા. કંકુ ચોખાથી પૂજા કર્યા બાદ વેક્સીનને અમદાવાદ એરપોર્ટ પરથી રવાના કરાઈ હતી. તો સાથે જ સાકરનો પ્રસાદ પણ ધરાવાયો હતો. તો ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ પૂજામાં ઉપસ્થિત રહ્યા હતા.  હવે બધુ શુભ શુભ થઈ જાય, લોકોને આ સંકટમાંથી મુક્તિ મળે તેવી પ્રાર્થના કરીને વેક્સીન (corona vaccine) ને સ્ટોરેજ સેન્ટર તરફ રવાના કરાઈ હતી. વેક્સીનના આગમનને પગલે અમદાવાદ એરપોર્ટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. 

વેક્સીનના બોક્સ પર સંસ્કૃતમાં લખાણ
પુષ્પક વિમાનની જેમ આ વિમામની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી. આખરે તેનું લેન્ડિંગ થયું છે. વેક્સીનના બોક્સ પર સંસ્કૃતમાં મેસેજ લખાયેલો છે. સિરમ ઈન્સ્ટિટ્યૂટમાંથી આવેલી કોરોના વેક્સીનના બોક્સ પર ‘સર્વે સંતુ નિરામયા’ લખાયેલું છે. એર ઈન્ડિયાની ફ્લાઈટમાં તમામ રસીનો જથ્થો લાવવામાં આવ્યો છે.  નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે લીલીઝંડી આપીને કોરોના વેક્સીનને રવાના કરી છે. 

No description available.

એરપોર્ટથી વેક્સીનનો જથ્થો નીકળ્યો
નીતિન પટેલે વેક્સીનની ગાડીને લીલીઝંડી આપી હતી, જેા બાદ તેે અમદાવાદ એરપોર્ટ પરથી અસારવા સિવિલ લઈ જવામાં આવી રહી છે. ગુજરાત માટે સિરમ કોવિશિલ્ડ વેક્સિનનો કુલ 7 લાખ 76 હજાર જથ્થો આવ્યો છે. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અમદાવાદ એરપોર્ટ પરથી અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે વેક્સિનેશન સ્ટોરેજ ખાતે જથ્થો નીકળ્યો છે. ગાંધીનગર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં જથ્થો લઈ જવામાં આવશે.

No description available.

નાયબ મુખ્યમંત્રીએ વેક્સીનની ગાડીને લીલીઝંડી બતાવી 
વેક્સીનને આવકારતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, ભારત સરકારે મોટા જથ્થામાં પ્રથમ તબક્કામાં કોરોના રસી મોકલી દીધી છે. 16 જાન્યુઆરીથી રસીકરણ શરૂ થવાનું છે. આજે ગુજરાત સરકારને ભારત સરકાર દ્વારા પૂણેથી 2 લાખ 76 હજાર વેક્સીનનો જથ્થો મોકલી આપ્યો છે. આ જથ્થો સ્વીકારવા અને પ્રજાની લાગણી અને જરૂરિયાતને પૂરી કરવા સતત પ્રયાસો ચાલુ રહ્યાં છે. દેશ રાહ જોઇ રહ્યો હતો એ રસી આવી ગઈ. ગુજરાતમાં ફ્રન્ટલાઇન વોરિયર્સને આપવાની રસીનો જથ્થો પુરો પાડવાની આજથી શરૂઆત કરાઈ છે. રસીને લેવા માટે અમે આજે પહોંચ્યા છીએ. ભારતના વડાપ્રધાન લોકોની જે ચિંતા કરી રહ્યા છે તે દેખાય છે. લોકોનો ઉત્સાહ જ બતાવે છે કે વેક્સીનથી કેવી રાહત થવાની છે. દેશના ૩૦ કરોડ નાગરિકોને જે વેક્સીનેશન કરવાની છે, તેના જથ્થાનો સપ્લાય થઇ રહ્યો છે. 

No description available.

વડોદરામાં આજે અથવા આવતીકાલે રસી પહોંચશે
વડોદરા ઝોનને 94,500 વેકસીન ડોઝ ફાળવણી કરવામાં આવી છે. કોવિડ વેકસીન વડોદરામાં આજે અથવા આવતીકાલે પહોંચી શકે છે. પૂણેથી બાય એર આવે તો આજે અને બાય રોડ આવે તો આવતીકાલે વેકસીન વડોદરા પહોંચશે. વડોદરા કોર્પોરેશન અને 7 જિલ્લાને વેક્સીન ફાળવવામાં આવનાર છે. જેના માટે વડોદરા રિજનલ સ્ટોરેજ ખાતે કોવિશિલ્ડ વેક્સીન પહોંચશે. કોર્પોરેશનને 16400 ડોઝ, વડોદરાને 10,438, નર્મદાને 4215, છોટા ઉદેપુર 5879, ભરૂચને 10119, દાહોદને 12619, મહીસાગરને 6730 અને પંચમહાલને 8419 ડોઝ મોકલાશે. વડોદરા ઝોન પાસે 14 લાખ 50 હજાર ડોઝ રાખવાની કેપેસિટી છે. આઈ.એલ.આર રેફ્રિજરેટરમાં રસી રાખવામાં આવશે. 11 આઈ.એલ.આર રેફ્રિજરેટરમાં વેક્સીનના ડોઝ મૂકવામાં આવશે. 25 આઈ.એલ.આર માંથી 23 રેફ્રિજરેટર 7 જિલ્લામાં મોકલાયા છે. વેક્સીન આવતા જતા સુરક્ષા માટે પોલીસનું વાહન પાયલોટિંગમાં રહેશે. રિજનલ સ્ટોરેજ ખાતે 2 હથિયારધારી પોલીસ કર્મી 24 કલાક હાજર રહેશે. દરેક જિલ્લામાંથી ફાર્મસીસ સાથે 3 નો સ્ટાફ વેક્સીન લેવા રિજનલ ઓફિસ પહોંચશે. 

રાજકોટમાં પણ આવતીકાલે રસી પહોંચશે
વેક્સીન આવતીકાલ સવાર સુધીમાં રાજકોટ આવી પહોંચશે. સૌરાષ્ટ્રમાં કોરોનાની વેક્સિન જ્યાં રાખવામાં આવશે તે રિજિયોનલ રૂમમાં આવતીકાલે સૌરાષ્ટ્ર ઝોન માટે કોવિશિલ્ડના 77 હજાર ડોઝની ફાળવણી કરવામાં આવશે. જ્યાં વેક્સિન સ્ટોરેજ રાખવામાં આવ્યું છે તે જગ્યાને પ્રતિબંધિત જગ્યા જાહેર કરવામાં આવી છે. વેક્સિનનો જથ્થો રાજકોટ પહોચ્યા બાદ વેક્સિનના જથ્થાને અલગ અલગ જિલ્લાને વહેંચી દેવામાં આવશે. સવારે એરપોર્ટથી વેકસીન સ્ટોર સુધી પોલીસ બંદોબસ્ત સાથે વેકસીનને પહોંચાડવામાં આવશે. આવતીકાલે મુંબઇથી વેકસીનનો જથ્થો રાજકોટ આવશે. રાજકોટથી કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી સહિતના સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવશે અને તમામ જિલ્લા મથકોએ રાખવામાં આવશે. જે તે જિલ્લા મથકથી નગરપાલિકા વિસ્તારમાં પહોંચાડવાની જવાબદારી સંબંધિત જિલ્લા આરોગ્ય અધિકારીઓ અને કલેકટરોને સોંપવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news