હવે ગુજરાતમાં બનશે કોરોના વેક્સીન, કેન્દ્ર તરફથી મળ્યું ગ્રીન સિગ્નલ
Trending Photos
- દેશભરમાં વેક્સીનેશન થવાનું છે, તેથી મોટાપાયે વેક્સીનની જરૂરિયાત છે. તેથી વેક્સીનનું ઉત્પાદન વધારવાની પણ જરૂરિયાત છે
- ભારત બાયોટેક કંપની અંકલેશ્વર સ્થિત કંપનીની સબસિડરી Chiron Behring Vaccines માં ઉત્પાદન શરૂ કરશે
ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં હાલ ઝડપથી વેક્સીનેશન પ્રોગ્રામ ચાલી રહ્યો છે. આ વચ્ચે ગુજરાતમાં કોરોનાની વેક્સીન બનવાની જાહેરાત થઈ છે. ત્યારે હવે વેક્સીન (COVAXIN) બનાવવામાં ગુજરાતનો મોટો રોલ હશે. અંકલેશ્વર સ્થિત કંપનીની સબસિડરી Chiron Behring Vaccines માં કોવેક્સીન રસીના ઉત્પાદનને મંજૂરી આપી દેવાઈ છે. ત્યારે જ જલ્દી જ અંકલેશ્વરમાં કોવેક્સીનનુ પ્રોડક્શન શરૂ થઈ જશે. આ વાતની માહિતા આપતા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા (Mansukh Mandaviya) એ જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સબકો વેક્સીન મુફ્ત વેક્સીન (#SabkoVaccineMuftVaccine) અંતર્ગત દેશની સૌથી મોટી વેક્સિનેશન ડ્રાઈવ ચાલી રહી છે.
અંકલેશ્વરમાં વેક્સીનનું ઉત્પાદન
ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિન વેક્સિનને હાલમાં માન્યતાપ્રાપ્ત અપાઈ છે. ત્યારે હવે કોવેક્સી (Bharat Biotech) નનુ ઉત્પાદન ગુજરાતના અંકલેશ્વરમાં કોવેક્સિનનું ઉત્પાદન થવા જઈ રહ્યું છે. દેશભરમાં વેક્સીનેશન થવાનું છે, તેથી મોટાપાયે વેક્સીનની જરૂરિયાત છે. તેથી વેક્સીનનું ઉત્પાદન વધારવાની પણ જરૂરિયાત છે. આવામાં અંકલેશ્વર સ્થિત સબસિડરી Chiron Behring Vaccines ની વાર્ષિક 200 મિલિયન ડોઝ ઉત્પાદન ક્ષમતા છે. યુનિટ એના રેબિટ્સની વેક્સિનના ઉત્પાદનને અટકાવી કોરોના વેક્સિનનું ઉત્પાદન શરૂ કરશે.
હાલ માત્ર હૈદરાબાદ અને બેંગલુરુમાં જ કોવેક્સિનનું ઉત્પાદન થઈ રહ્યું છે. ત્યારે ગુજરાતનું નામ પણ તેમાં જોડાયું છે. આમ, કોરોના મહામારી નાથવામાં ગુજરાતનો પણ મોટો ફાળો રહેશે
Govt of India approves vaccine manufacturing facility for production of @BharatBiotech's #Covaxin in Ankleshwar, Gujarat.
Following PM @NarendraModi ji's vision of #SabkoVaccineMuftVaccine, this will increase vaccine availability & accelerate the world’s largest vaccine drive.
— Mansukh Mandaviya (@mansukhmandviya) August 10, 2021
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે