કોરોના લૉકડાઉનઃ વૃદ્ધો અને નિરાધાર લોકોને ઘર બેઠા ભોજન મળે તે માટે સીએમે કરી ખાસ વ્યવસ્થા
આ હેતુસર સંબંધિત આઠ મહાનગરોમાં સંપર્ક સૂત્ર અધિકારીઓની સંકલન અને ભોજન વ્યવસ્થા માટે નિયુકિત પણ કરવામાં આવી છે.
Trending Photos
ગાંધીનગરઃ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કોરોના વાયરસની પ્રવર્તમાન સ્થિતીમાં રાજ્યના મહાનગરોમાં એકલા વસવાટ કરતા નિ:સહાય વૃદ્ધ વડિલો અને નિરાધાર વ્યક્તિઓને ઘેર બેઠા વિનામૂલ્યે ભોજન મળી રહે તેવી અનોખી માનવીય સંવેદના સાથે વડીલ વંદના કરી છે.
વિજયભાઇ રૂપાણીએ નિર્ણય કર્યો છે કે રાજ્યના અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર, જૂનાગઢ અને ગાંધીનગર મહાનગરોમાં ઘરે એકલા રહેતા હોય અને ટિફિન મંગાવી ભોજન કરતા હોય તેવા નિ:સહાય વૃદ્ધ વડિલોને અને નિરાધાર વ્યક્તિઓ ને પ્રવર્તમાન લોકડાઉનની સ્થિતીમાં ઘરે બેઠા વિનામૂલ્યે ભોજન સેવા આ મહાનગરોના શહેરી સત્તાતંત્ર જે તે નગરોની સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓના સહયોગથી પૂરી પાડવામાં આવશે.
આ હેતુસર સંબંધિત આઠ મહાનગરોમાં સંપર્ક સૂત્ર અધિકારીઓની સંકલન અને ભોજન વ્યવસ્થા માટે નિયુકિત પણ કરવામાં આવી છે.
કોરોના અપડેટ : ગાંધીનગરમાં 24x7 સેન્ટ્રલાઇઝડ કંટ્રોલરૂમ બનાવાયો, નાગરિકો કરી શકશે ફોન
તદ્દઅનુસાર, અમદાવાદ-મહાનગરમાં પ્રશાંત પંડયા હેલ્પ લાઇન નંબર- ૧૫૫૩૦૩, સુરત- આર. સી. પટેલ–૯૮૨૪૩૪૫૫૬૦, વડોદરા- ક્રિષ્ણાબહેન સોલંકી–૦૨૬૫-૨૪૫૯૫૦૨ રાજકોટ ચેતન ગણાત્રા ૦૨૮૧-૨૪૭૬૮૭૪, જામનગર-એ. કે. વસ્તાની ૦૨૮૮–૨૫૫૩૪૧૭, ભાવનગર- ડી. એમ. ગોહિલ ૦૨૭૮-૨૪૨૪૮૧૪-૧૫ ગાંધીનગર– અમિત સિંઘાઇ ૯૯૦૯૯૫૪૭૦૯ અને જુનાગઢ- હિતેશ વામજા – ૯૮૯૮૧૪૬૮૬૫નો સંપર્ક સાધી શકાશે.
વિજયભાઇ રૂપાણીએ આ વૃદ્ધ નિ:સહાય વડિલોને જીવનજરૂરી ચીજવસ્તુઓ પણ ઘરે બેઠા મળી રહે તે માટે પણ આ અધિકારીઓને સંકલન સાધવા સૂચનાઓ આપી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે