કોરોના સંકટ બાદ આજથી રાજ્યમાં શૈક્ષણિક કાર્યનો પ્રારંભ, શાળા-કોલેજો શરૂ


ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે આખરે કોરોના કાળ બાદ આજથી શાળા-કોલેજો શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આશરે 8 મહિનાથી બંધ રહેલી શાળા-કોલેજો આજે પ્રથમવાર ખુલવા જઈ રહી છે.
 

કોરોના સંકટ બાદ આજથી રાજ્યમાં શૈક્ષણિક કાર્યનો પ્રારંભ, શાળા-કોલેજો શરૂ

ઝી બ્યૂરો, અમદાવાદઃ માર્ચ મહિનાથી સતત બંધ રહેલી શાળા-કોલેજો કોરોના કાળ બાદ આજથી શરૂ થવા જઈ રહી છે. રાજ્યમાં આજથી શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થશે. ધોરણ 10 અને 12 તેમજ અન્ડર ગ્રેજ્યુએટના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ અને પોસ્ટ ગ્રેજ્યુએટના વિદ્યાર્થીઓની કોલેજની આજથી શરૂઆત થવાની છે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને શાળા-કોલેજોમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ વર્ષમાં પ્રથમવાર શિક્ષણનું કાર્ય શરૂ થઈ રહ્યું છે. મહત્વનું છે કે અત્યાર સુધી વિદ્યાર્થીઓ ઓનલાઇન અભ્યાસ કરી રહ્યાં હતા. 

રાજ્યમાં આજથી શાળા-કોલેજો ધમધમશે
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે આખરે કોરોના કાળ બાદ આજથી શાળા-કોલેજો શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આશરે 8 મહિનાથી બંધ રહેલી શાળા-કોલેજો આજે પ્રથમવાર ખુલવા જઈ રહી છે. તમામ શાળા-કોલેજોમાં કોરોના મહામારીને ધ્યાનમાં રાખી તમામ નિયમો બનાવવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓના અભ્યાસ દરમિયાન સોશિયલ ડિસ્ટેન્સિંગ, માસ્ક અને સેનેટાઇઝની વ્યવસ્થા કરવામાં આવી છે. 

ધારાસભ્યો, મંત્રીઓ શાળામાં રહેશે હાજર
કોરોના કાળ બાદ શરૂ થઈ રહેલા શૈક્ષણિક કાર્યના પ્રથમ દિવસે રાજ્યના મંત્રીઓ અને ધારાસભ્યો આજે શાળામાં હાજર રહેવાના છે. રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમા કલોલમાં, તો ઉર્જા મંત્રી સૌરભ પટેલ અડાલજમાં હાજરી આપશે. મહેસુલ મંત્રી કૌશિક પટેલ અમદાવાદની શાળા-કોલેજોમાં હાજરી આપવામાં આવશે. તો ઓફલાઇન સાથે ઓનલાઇન શિક્ષણ પર શરૂ રહેવાનું છે. 

વાલીઓની મંજૂરીથી વિદ્યાર્થીઓને મળશે પ્રવેશ
રાજ્ય સરકારે કોરોના સંકટને ધ્યાનમાં રાખીને શિક્ષણકાર્ય ફરજીયાત કર્યું નથી. જે વિદ્યાર્થીઓના વાલીઓ તેને મંજૂરી આપશે તે જ વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ આપવામાં આવશે. જ્યારે વિદ્યાર્થીઓ શાળાએ પહોંચશે તો માસ્ક, સેનેટાઇઝરની કીટથી તેનું સ્વાગત કરવામાં આવશે. તો તમામ શાળામાં કેન્દ્ર સરકાર અને યૂજીસીની ગાઇડલાઇનનું કડક પાલન કરાવવામાં આવશે.
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news