ગુજરાત: સવારે 7 પહેલા અને સાંજે 8 પછી હવે કોચિંગ ક્લાસ ચાલુ રાખી શકાશે નહીં, કલેકટરે બહાર પાડ્યું જાહેરનામું
ભવિષ્યમાં પણ આવા ગંભીર પ્રકારના ગુના બને તેવી શક્યતાને નકારી શકાય તેમ નથી. આવા ગંભીર બનાવોના કારણે જાહેર સલામતિ અને શાંતિ જોખમાય છે. જેથી જાહેર સલામતિ તેમજ છાત્રોના હિતમાં બનાસકાંઠાના કલેક્ટરે નિર્ણય લીધો છે.
Trending Photos
ઝી બ્યુરો/બનાસકાંઠા: ગુજરાતમાં મહિલાઓ અને યુવતીઓની છેડતીના કિસ્સાઓ વધી રહ્યા છે. અસામાજિક તત્વો દ્વારા શાળા-કોલેજની વિદ્યાર્થીનીઓની છેડતીના કિસ્સાઓ પણ મોટા પાયે સામે આવી રહ્યા છે. બનાસકાંઠામાં ટ્યુશન ક્લાસિસ અંગે જિલ્લા કલેકટરે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
સૂચનાનો ભંગ કરનાર સામે કાર્યવાહી
બનાસકાંઠામાં ટ્યુશન ક્લાસિસ અંગે જિલ્લા કલેકટરે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં હવેથી સવારે 7 વાગ્યા પહેલા અને રાત્રે 8 વાગ્યા પછી નહિ ચાલુ રાખી શકાય ટ્યુશન ક્લાસિસ. અપહરણ અને હત્યા જેવા ગુના રોકવા આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામાનો ભંગ કરનાર સામે 188 મુજબ ફરિયાદ થશે. જાહેરનામાનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે.
અગાઉ પણ બનાસકાંઠા કલેકટરે આવું જાહેરનામું બહાર પાડ્યું હતું
અગાઉ બનાસકાંઠાના કલેક્ટરે પણ જાહેરનામું બહાર પાડ્યું હતું, જેમાં બનાસકાંઠા જિલ્લામાં રાત્રે 8 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી ટ્યુશન ક્લાસ બંધ રાખવામાં આવ્યા હતા. જો કોઈ ટ્યુશન ડ્રાઈવર આ આદેશનો ભંગ કરશે તો તેની સામે સૂચનાના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવશે.
નોંધનીય છે કે, બનાસકાંઠા જિલ્લામાં ટ્યુશન ક્લાસમાં જતા વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓની એકલતાનો લાભ લઇ અપહરણ અને હત્યા જેવા ગુના રોકવાના પ્રયાસરૂપે જિલ્લા કલેક્ટર દ્વારા આ નિર્ણય લેવાયો છે. શહેરી વિસ્તારમાં વહેલી સવારના ટ્યુશન ક્લાસીસમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા જાય છે.
આ ટ્યુશન ક્લાસમાં જતા વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓની એકલતાનો લાભ લઇ અપહરણ અને હત્યા જેવા ગંભીર પ્રકારના ગુનાઓ બને છે. ભવિષ્યમાં પણ આવા ગંભીર પ્રકારના ગુના બને તેવી શક્યતાને નકારી શકાય તેમ નથી. આવા ગંભીર બનાવોના કારણે જાહેર સલામતિ અને શાંતિ જોખમાય છે. જેથી જાહેર સલામતિ તેમજ છાત્રોના હિતમાં બનાસકાંઠાના કલેક્ટરે નિર્ણય લીધો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે