ગુજરાતમાં ઠંડીએ ભુક્કા બોલાવ્યા, નલિયાએ ઠંડીનો પોતાનો જ રેકોર્ડ તોડ્યો, 50 વર્ષનું સૌથી ઓછું તાપમાન નોંધાયું

Coldwave In Gujarat : નલિયામાં ઠંડીએ 50 વર્ષનો તોડ્યો રેકોર્ડ..... 1.4 ડિગ્રી નોંધાયું તાપમાન.... ભુજ, ડીસા, અમદાવાદ, વડોદરા સહિતના શહેરોમાં ફરી વળ્યું ઠંડીનું મોજું....

ગુજરાતમાં ઠંડીએ ભુક્કા બોલાવ્યા, નલિયાએ ઠંડીનો પોતાનો જ રેકોર્ડ તોડ્યો, 50 વર્ષનું સૌથી ઓછું તાપમાન નોંધાયું

Coldwave In Gujarat : ગુજરાતમાં ફરીથી એકવાર કડકડતી ઠંડીનો અનુભવ થઈ  રહ્યો છે. સૂસવાટા મારતાં પવનના કારણે રાજ્યના અનેક શહેરોનો પારો ગગડ્યો છે. રાજ્યમાં શીત લહેરનો અનુભવ થઈ રહ્યો છે. 12 શહેરોમાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી અને તેનાથી નીચે પહોંચી ગયું છે. 1.4 ડિગ્રી સાથે નલિયા ફરી એકવાર થીજી ગયું છે. નલિયામાં ઠંડીએ 50 વર્ષનો રેકોર્ડ રેકોર્ડ છે. નલિયાનું 1.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો ભુજ, ડીસા, અમદાવાદ, વડોદરા સહિતના શહેરોમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. 

નલિયા - 1.4 ડિગ્રી
પાટણ 6.7
ભુજ 7.6
ડીસા 8.2
ગાંધીનગર 8.3
રાજકોટ 8.4
અમદાવાદ 10 ડિગ્રી
ભાવનગર 10.2
વડોદરા 11 ડિગ્રી

ગુજરાતમાં શીતલહેરનો સપાટો 
કચ્છના નલિયાનું તાપમાન સૌથી ઓછું 1.4 ડિગ્રી નોંધાયું છે. હવામાન વિભાગે આજ માટે સૌરાષ્ટ અને કચ્છના કેટલાક વિસ્તારોમાં કોલ્ડ વેવની શક્યતા વ્યક્ત કરી છે. આજે કચ્છના નલિયામાં રેકોર્ડ બ્રેક ઠંડી નોંધાઈ છે. આજે નલિયાનું તાપમાન 1.4 ડિગ્રી નોંધાયુ છે. જે સીઝનનો સૌથી ઓછું તાપમાન આજે નોંધાયું છે. સમગ્ર કચ્છ કાતિલ ઠંડીથી ઠુંઠવાયુ છે. ભુજનો પારો પણ સિંગલ ડિજિટમાં 7.6 ડિગ્રી ઉપર પહોંચ્યું છે. ભારે ઠંડીના કારણે જિલ્લામાં જનજીવન પ્રભાવિત થયું છે. ઠંડીના પગલે નખત્રાણા, અબડાસાના અનેક વિસ્તારમાં બરફની ચાદર છવાઈ છે. 

કચ્છના અબડાસાના નાની વમોટીમાં બાઈક પર બર બરફ જામ્યો છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. નલિયા, વમોટી, ઉખેડા સહિતના ગ્રામ્યપંથકમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news