VIDEO સ્વતંત્રતા દિવસ: સુરેન્દ્રનગરને નવી એગ્રીકલ્ચર કોલેજ આપવાની જાહેરાત
72 સ્વતંત્રતા પર્વની દેશભરમાં ઉજવણી થઈ રહી છે. ગુજરાતનો રાજ્યકક્ષાનો કાર્યક્રમ સુરેન્દ્રનગર ખાતે યોજાયો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજના આ સ્વાતંત્ર્ય દિવસના પર્વે ધ્વજવંદન કર્યું. હવે તેઓ રાજ્યની જનતાને સંબોધી રહ્યાં છે.
Trending Photos
કિંજલ મિશ્રા, સુરેન્દ્રનગર: 72 સ્વતંત્રતા પર્વની દેશભરમાં ઉજવણી થઈ રહી છે. ગુજરાતનો રાજ્યકક્ષાનો કાર્યક્રમ સુરેન્દ્રનગર ખાતે યોજાયો. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે સુરેન્દ્રનગર ખાતે ધ્વજવંદન કરીને 72માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ જવાહર ગ્રાઉન્ડ ખાતેથી ધ્વજ ફરકાવીને 72માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી હતી. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના રાજ્યપાલ ઓ.પી. કોહલી સહીત રાજ્યના વિવિધ પદાધિકારીઓ ખાસ હાજર રહ્યા હતા. ધ્વજવંદન કાર્યક્રમમાં હેલિકોપ્ટર મારફતે પુષ્પ વર્ષા કરવામાં આવી હતી. ધ્વજવંદન કર્યા બાદ મુખ્યમંત્રીએ ગુજરાતની જનતા જોગ સંબોધન કર્યુ હતુ.
CM રૂપાણીએ પોતાના સંબોધનની શરૂઆત સુરેન્દ્રનગરના વીર પુરુષને યાદ કરીને કરી હતી. CM રૂપાણીએ વિવિધ જાહેરાત પણ કરી. નાગરિકોના પ્રશ્નોનો ઉકેલ આવે તે માટે સરકાર પ્રયત્નો કરી રહી છે. સુરેન્દ્રનગરમાં એગ્રીકલ્ચર કોલેજ શરૂ કરી નવું શૈક્ષણિક હબ બનાવવામાં આવશે. પાટડીમાં નવી GIDC શરૂ કરવામાં આવશે.
સંબોધનના અંશો...
- આઝાદી પર્વ નિમિત્તે સૌને શુભેચ્છાઓ
- આઝાદી ના લડવૈયા નું સ્મરણ સ્વભાવિક છે
- આઝાદી ના સઁગ્રામ માં પણ ગુજરાત ના અનેક વીરોએ બલિદાન અને યોગદાન આપ્યું છે.
- મહાત્મા ગાંધી સરદાર પટેલ શ્યામ પ્રસાદ મુખર્જી ને કર્યા યાદ.
- સ્વરાજ્ય મથી સુરાજ્ય માં ફેરવવાનો હવે સમય આવી ગયો છે.
- જેમાં વિકાસ યાત્રા નું નેતૃત્વ PM નરેન્દ્ર મોદી કરી રહ્યા છે.
- ગુજરાત માં જનતાના આશીર્વાદ થી 22 વર્ષ થી વિકાસ ના શિખર સર કર્યા છે.
- જન જન ના વિકાસ માટે સરકાર કર્તવ્ય નિષ્ઠ થઈને કામ કરી રહી છે.
- ભારત ના વિકાસ માં ગુજરાત નો વિકાસ રોલ મોડેલ તરીકે પ્રસ્થાપિત કર્યું છે.
- 27000 કરોડ રૂપિયા શિક્ષણ માટે ફાળવવા માં આવ્યા છે.
- શિક્ષણ ની ગુણવત્તા સુધરે એ માટે ગુણોત્સવ અને મિશન વિધ્યા કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે.
- સરકારી શાળા માં વર્ચુલ કલાસીસ નો પ્રયાસ તશરું કરાયો છે.
- Acb ને વધુ મજબૂત બનાવવાની દિશામાં કામ કરે છે સરકાર.
- ગુજરાતની માતાઓ અને બહેનોને સુરક્ષા મળે તે માટે 181 અભ્યમ લોંચ કરી છે. ગુજરાતમાં બહેનોના ગળામાં હાથ નાખવાનો કોઈ ગુનેગાર પ્રયત્ન કરશે, ચેન લૂંટવાનો પ્રયત્ન કરશે તેને સરકાર છોડશે નહીં. 10 વર્ષની સજાનો કાયદો સરકાર બનાવી રહી છે. બહેનના ગળામાં હાથ નાખતા પહેલા 100 વાર વિચાર કરવો પડે તેવો કાયદો સરકાર લાવી રહી છે. 31મી ઓક્ટોબરે સરદાર પટેલના સ્ટેચ્યુનું લોકાર્પણ થશે. પીએમ મોદીનું સપનું.
CM વિજય રૂપાણીની જાહેરાત
- ચેન સ્નેચિંગ કેસ માં 10 વર્ષ ની સજા નો કાયદો બનાવવામાં આવશે.
- 31 ઓક્ટોબરે સરદાર પટેલ નુંદુનિયાનું સૌથી મોટું સ્ટેચ્યુ નું લોકાર્પણ કરાશે.
- ધોલેરા ની સિંગાપુર કરતા મોટું સિટી બનાવી ડેવલોપ કરવાનો પ્રયાસ છે.
- સેવા સેતુ નો 4 તબક્કો 24 ઓગસ્ટ થી રાજ્ય માં શરૂ કરાશે.
- સુરેન્દ્ર નગર માં નવી એગ્રીકલ્ચર કોલેજ શરૂ કરાશે.
- પાટડી તાલુકામાં નવી GIDC શરૂ કરાશે.
- ઓટોહબ નો લાભ આખા રાજ્ય ને મદદ મળશે.
- સાથડી ની નવી જમીન 30000 રૂ. હેકટર દીઠ આપવામાં આવશે પહેલા 15000 રૂ. હેકટર દીઠ આપવામાં આવતા હતા.
ધ્વજવંદન અને સીએમ રૂપાણીના સંબોધન બાદ પોલીસ પરેડ અને કરતબ સહિતના કાર્યક્રમો પણ યોજાયા હતાં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે