અમિત શાહના આગમન પહેલા સીએમ પહોંચ્યા ભુજ એરપોર્ટ, ભાજપ કાર્યકર્તાઓએ કર્યું સ્વાગત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના કચ્છની પ્રવાસે આવી રહ્યાં છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી ભુજ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. ભાજપ કાર્યકર્તાઓએ સીએમ રૂપાણીનું સ્વાગ કર્યું હતું. જો કે, સીએમ રૂપાણી ભજૂ સર્કિટ હાઉસ ખાતે આજે રાત્રિ રોકાણ કરશે
Trending Photos
રાજેન્દ્ર ઠક્કર/ ભુજ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના કચ્છની પ્રવાસે આવી રહ્યાં છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી ભુજ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. ભાજપ કાર્યકર્તાઓએ સીએમ રૂપાણીનું સ્વાગ કર્યું હતું. જો કે, સીએમ રૂપાણી ભજૂ સર્કિટ હાઉસ ખાતે આજે રાત્રિ રોકાણ કરશે. જો કે, ગૃહમંત્રી અમિત શાહ મોડી રાત્રે ભુજ આવી પહોંચશે. ત્યારે ગૃહમંત્રીના આગમનને લઇને એરપોર્ટથી સર્કિટ હાઉસ સુધી લોખંડી બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો.
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના કચ્છ જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે. ધોરડો ખાતે આયોજિત સરહદી ક્ષેત્ર વિકાસ કાર્યક્રમમાં સરપંચ સાથે સંવાદ કરીને પ્રેરક માર્ગદર્શન આપશે. ધોરડો ખાતે સવારે 10 કલાકે યોજાનાર આ કાર્યક્રમમાં કેન્દ્રિય ગ્રામિણ વિકાસ કૃષિ અને ખેડૂત કલ્યાણ, પંચાયત રાજમંત્રી નરેન્દ્રસિંહ તોમર, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, ગૃહરાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજા, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણ અને પ્રવાસન રાજયમંત્રી વાસણભાઇ આહિર ઉપસ્થિત રહેશે.
સરહદી ક્ષેત્રેના વિકાસોત્સવ 2020 કાર્યક્રમ અંતર્ગત યોજાનાર આ કાર્યક્રમમાં સરહદી-વિસ્તારના વિકાસ કાર્યો અંગે કેન્દ્રિય ગૃહમંત્રી સરપંચો સાથે સંવાદ કરશે. આ કાર્યક્રમમાં કચ્છ જિલ્લાના 106, પાટણના 35, બનાસકાંઠાના 17 મળી કુલ 158 ગામના સરપંચો, આગેવાનો સહભાગી થવાના છે. જેમાં સરહદી વિભાગને સ્પર્શતા શિક્ષણ, રસ્તા, આરોગ્ય સહિતના અન્ય વિકાસલક્ષી કામો સંદર્ભે ચર્ચા વિચારણા કરાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, બોર્ડર એરિયા ડેવલપમેન્ટ પ્રોગ્રામ, બીએડીપી યોજના હેઠળ હાથ ધરાનાર પ્રોજેકટો અંતર્ગત ચર્ચા કરાશે. આ યોજનામાં 60 ટકા કેન્દ્ર સરકારની અને 40 ટકા રાજય સરકારની હિસ્સેદારી છે. આ યોજના હેઠળ દેશના 16 રાજયો અને ૨ કેન્દ્ર શાસિતમાં 111 જેટલા સરહદી જિલ્લાઓમાં 369 બ્લોક આવરી લેવાયા છે. જેમાં મુખ્યત્વે માર્ગો, પુલો, પીવાના પાણીની વ્યવસ્થા, આરોગ્ય, સુખાકારી, ખેતી ક્ષેત્ર સામાજિક સેવાઓ, શિક્ષણ, રમતગમત, મોડલ વિલેજ સહિતના વિવિધ વિકાસકામો હાથ ધરવામાં આવી રહયા છે.
આ યોજના હેઠળ છેલ્લા પાંચ વર્ષમાં રાજયમાં 1638 પ્રોજેકટ હેઠળ રૂ. 19,375.48 લાખનો ખર્ચ કરાયો છે. જેમાં કચ્છ જિલ્લામાં 1002, બનાસકાંઠા જિલ્લામાં 355 અને પાટણ જિલ્લામાં 281 પ્રોજેકટ પૂર્ણ કરાયા છે. ધોરડો ખાતે આયોજિત આ કાર્યક્રમની શરૂઆતમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ પ્રદર્શનનું ઉદઘાટન કરશે. ત્યારબાદ યોજાનાર મુખ્ય કાર્યક્રમના પ્રારંભે મુખ્ય સચિવ અનિલ મુકીમ દ્વારા સ્વાગત પ્રવચન અને બી.એસ.એફ.ના અધિકારીઓ દ્વારા કામગીરીનું પ્રેઝન્ટેશન રજુ કરાશે.
ઉપરાંત સરપંચઓ પણ પોતાના અનુભવોનું આદાન-પ્રદાન કરશે. ત્યારબાદ કેન્દ્રિય ગ્રામિણ વિકાસ મંત્રી નરેન્દ્રસિંહ તોમર, રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉદબોધન કરશે. કાર્યક્રમ દરમ્યાન હોમ મિનિસ્ટર્સ સ્પેશિયલ ઓપરેશન મેડલ મહાનુભાવોના હસ્તે એનાયત કરાશે અંતે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ સરહદી વિસ્તારના રાજયના ત્રણ જિલ્લાના સરપંચો, આગેવાનોને પ્રેરક માર્ગદર્શન આપનાર છે. કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ કેન્દ્રિય મંત્રી કચ્છની કુળદેવી આશાપુરા માતાના મંદિર માતાનામઢ ખાતે દર્શનાર્થે જશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે