આનંદો! ગુજરાતમાં 5300 નોકરીની તકો ઉભી થશે! જાણો સરકારે કયા સેક્ટરમાં દ્વાર ખોલ્યા? કઈ રીતે મળશે લાભ

વાયબ્રન્‍ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024ના પૂર્વાર્ધરૂપે રાજ્યમાં એક જ દિવસમાં ૧૪૦૧ કરોડ રૂપિયાના રોકાણો સાથે વધુ ૪ MoU થયાં. કેમિકલ ક્ષેત્રની પ્રતિષ્ઠિત કંપનીઓ દહેજ અને સાયખા GIDCમાં રોકાણો કરશે. જેમાં 2 હજારથી વધુ અપેક્ષિત રોજગારીની તકો ઊભી થશે

આનંદો! ગુજરાતમાં 5300 નોકરીની તકો ઉભી થશે! જાણો સરકારે કયા સેક્ટરમાં દ્વાર ખોલ્યા? કઈ રીતે મળશે લાભ

Gujarat Government: ગુજરાતને બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઈન્‍વેસ્ટમેન્‍ટ તરીકે પ્રસ્થાપિત કરતી વાયબ્રન્‍ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી શ્રેણી વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના દિશાદર્શનમાં જાન્યુઆરી-2024માં યોજાવાની છે. મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે આ સમિટને સફળ બનાવવા માટેના શ્રેણીબદ્ધ આયોજનો હાથ ધર્યા છે. આ વાયબ્રન્‍ટ સમિટ દેશ-વિદેશનાં રોકાણકારો, ઉદ્યોગકારો માટે ગ્લોબલ પ્લેટફોર્મ બની રહી છે. આ સંદર્ભમાં વાયબ્રન્‍ટ સમિટ-2024ના પૂર્વાર્ધરૂપે રાજ્ય સરકારે વિવિધ ઉદ્યોગો સાથે અત્યારથી જ MoU કરવાનો ઉપક્રમ પ્રયોજ્યો છે.

આ ઉપક્રમનાં બીજા તબક્કામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં વિવિધ ઉદ્યોગગૃહો દ્વારા રાજ્યમાં ઉદ્યોગો શરૂ કરવા માટે રૂ. 1401 કરોડના કુલ રોકાણો સાથે 4 જેટલા MoU બુધવાર, 2 ઓગષ્ટે ગાંધીનગરમાં કરવામાં આવ્યા હતા. તદ્‌નુસાર કેમિકલ સેક્ટરમાં કુલ 1401 કરોડ રૂપિયાના રોકાણો માટે 4 ઉદ્યોગગૃહોએ MoU કર્યા હતા. આ ઉદ્યોગો ભરૂચ જિલ્લાની સાયખા તથા દહેજ GIDCમાં પોતાના ઉદ્યોગો શરૂ કરશે અને અંદાજે 2285 જેટલા સંભવિત રોજગાર અવસરો પૂરા પાડશે.

— Gujarat Information (@InfoGujarat) August 2, 2023

ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂત અને રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આ MoU પર ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ. જે. હૈદરે રાજ્ય સરકાર વતી અને ઉદ્યોગગૃહોના સંચાલકો વતી તેમના વરિષ્ઠ CEO, MD વગેરેએ હસ્તાક્ષર કર્યા હતા. બુધવારે યોજવામાં આવતા આ MoU સાઈનીંગના ઉપક્રમની બે કડીમાં વિવિધ ઉદ્યોગોની સ્થાપના માટે કુલ રૂ. 2761 કરોડના રોકાણોના 10 MoU સંપન્ન થયા છે. આ ઉદ્યોગો શરૂ થવાથી કુલ પાંચ હજારથી વધુ  સંભવિત રોજગાર અવસરો આવનારા દિવસોમાં મળતા થશે.

તદ્‌નુસાર, ટેક્ષટાઈલ સેક્ટરમાં-1800, એન્‍જિનિયરીંગ સેક્ટરમાં-700, ફાર્માસ્યુટીકલ સેક્ટરમાં-500 અને કેમિકલ સેક્ટરમાં-2285 જેટલા સંભવિત રોજગાર અવસરોનું સર્જન થશે. આ MoU કરનારા સૌ ઉદ્યોગકારોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મેક ઈન ઈન્‍ડીયા નેમ સાકાર કરતું બેસ્ટ ઈન્‍ફ્રાસ્ટ્રક્ચર ગુજરાતમાં છે તેના પરિણામે તેઓ પોતાના ઉદ્યોગો ગુજરાતમાં શરૂ કરવા આકર્ષિત થયા છે. 

એટલું જ નહિ, રાજ્યમાં સરળતાએ ઉદ્યોગો શરૂ કરી શકાય તેવું પ્રો-એક્ટીવ એડમીનીસ્ટ્રેશન મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલના નેતૃત્વમાં છે તેની પણ પ્રશંસા કરી હતી.

બુઘવાર 2 ઓગષ્ટે થયેલા MoU અનુસાર સાયખા અને દહેજ GIDC 2024-25-26 સુધીમાં આ ઉદ્યોગો શરૂ કરવા માટે જે ચાર MoU થયા છે તેમાં ગુજરાત ફ્લોરો કેમિકલ્સ દ્વારા દહેજ-૨માં રૂ.50 કરોડના રોકાણ સાથે જે એકમ સ્થપાશે તે ઈલેક્ટ્રિક વાહનોની બેટરી કેમિકલ્સ તરીકે ઉપયોગમાં લેવાતા લિથિયમ હેક્ષાફ્લોરો ફોસ્ફેટનું ઉત્પાદન કરશે. આ ઉપરાંત સવિતા ગ્રીન ટેક લિમીટેડ સાયખા GIDCમાં રૂ. 493 કરોડના રોકાણ સાથે પ્લાસ્ટિક બોટલ્સ રિસાયક્લીંગ પ્રોજેક્ટ શરૂ કરશે.

હારક્રોસ કેમિકલ્સ પ્રાઈવેટ લિમીટેડ રૂ. 300 કરોડના રોકાણો સાથે દહેજ-1માં સ્પેશિયાલીટી કેમિકલ્સ પ્લાન્‍ટ તેમજ આશુ ઓર્ગેનિક ઈન્‍ડીયા પ્રા. લિમીટેડ દહેજ-૩માં રૂ.108 કરોડના રોકાણ સાથે ડાઈસ એન્‍ડ પિગ્‍મેન્‍ટ ઈન્‍ટરમિડીયેટ્સ ઉત્પાદન પ્લાન્‍ટ શરૂ કરવાના છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news