મધ્યાહ્ન ભોજન યોજનામાં સિંગતેલના વપરાશની મંજૂરી આપવા કરાઈ માગણી

ભારત સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીના જથ્થાનો રાજ્યની વિવિધ યોજનામાં ઉપયોગ કરવા સરકારે મંજુરી આપી હતી. આથી તેને અનુલક્ષીને બાળકોમાં કુપોષણ દૂર કરવા માટે ચલાવવામાં આવતી હોવાથી તેમાં પણ સિંગતેલનો ઉપયોગ કરવા દેવાની મંજુરી આપવા માટે પત્ર લખાયો છે. 
 

મધ્યાહ્ન ભોજન યોજનામાં સિંગતેલના વપરાશની મંજૂરી આપવા કરાઈ માગણી

હીતલ પારેખ/ ગાંધીનગરઃ મધ્યાહન ભોજન યોજનામાં સિંગતેલના વપરાશ માટે સંમતિ આપવા મધ્યાહન ભોજન કમિશનરને નાગરિક પુરવઠા નિગમે લખ્યો એક પત્ર લખ્યો છે. તેઓ આ અગાઉ પણ ત્રણ પત્રો લખી ચૂક્યા છે, પરંતુ કોઈ પ્રત્યુત્તર ન મળતાં ફરીથી પત્ર લખ્યો છે. 

નાગરિક પુરવઠા નિગમે પત્રમાં લખ્યું છે કે, ઓક્ટોબર 2019 થી માર્ચ 2020 સુધી મગફળી તેલની ખરીદી કરવા અને તેનું વિતરણ કરવા મધ્યાહન ભોજન યોજના પાસેથી સંમતિ માગવાનો નિર્ણય કરાયો હતો. રાજ્ય સરકારે જુદી જુદી કલ્યાણકારી યોજનામાં મગફળી તેલનો ઉપયોગ કરવા 27,416.95 મેટ્રિક ટન મગફળીની ખરીદી કરી છે અને નાફેડને તેની રકમ ચૂકવી આપી છે.

પત્રમાં વધુમાં લખ્યું છે કે, ભારત સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીના જથ્થાનો રાજ્યની વિવિધ યોજનામાં ઉપયોગ કરવા સરકારે મંજુરી આપી હતી. તેના અનુસાર હવે જ્યારે સિંગતેલની આવક શરૂ થઈ ગઈ છે તો તેનો ઉપયોગ મધ્યાહ્ન ભોજન યોજનામાં કરવાનો નિર્ણય લેવાનો છે. 

નાગરિક પુરવઠા નિગમે મધ્યાહ્ન ભોજન યોજનાના કમિશનરને પત્ર લખીને કલ્યાણકારી યોજનામાં સિંગતેલનો ઉપયોગ કરવાની તાત્કાલિક ધોરણે મંજુરી આપવા વિનંતી કરી છે. 

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news