વડોદરા પાલિકાને શ્વાન વેરો વસૂલવાનો નિર્ણય રદ કરવો પડ્યો, જાણો કેમ
Dog Tax In Vadoara Palika : વડોદરામાં પાલતું શ્વાન પરને વેરો કરાયો નાબૂદ..... કોર્પોરેશનની બજેટ સભામાં મેયર કેયુર રોકડિયાની મોટી જાહેરાત...
Trending Photos
Dog Tax In Vadoara Palika : વડોદરા પાલિકાએ આ વર્ષે પાલતૂ શ્વાન પર વેરો લેવાનું મન બનાવ્યુ હતું. પરંતુ આ પ્રોજેક્ટનું બાળમરણ થયું છે. વડોદરા કોર્પોરેશનની બજેટ સભામાં મેયર કેયુર રોકડીયાએ જાહેરાત કરી કે, વડોદરા કોર્પોરેશને પાળતુ કૂતરા પરનો વેરો નાબૂદ કર્યો છે. કોર્પોરેશને ત્રણ વર્ષમાં 1000 રૂ. પાળતુ કૂતરા પર વેરો સૂચવ્યો હતો. છેલ્લા ઘણા વર્ષોથી કૂતરા વેરાની આવક ન થતી હોવાથી વેરો રદ કરવાનો નિર્ણય લીધો છે. રાજ્યમાં પહેલી વખત વડોદરા પાલિકાએ પાળતુ કૂતરા પર વેરો સૂચવ્યો હતો.
વડોદરા કોર્પોરેશને પાળતુ કૂતરા પરનો વેરો નાબૂદ કર્યો છે. છેલ્લા ઘણા વર્ષોથી કૂતરા વેરાની આવક ન થતી હોવાથી વેરો રદ કરવાનો નિર્ણય લીધો છે. રાજ્યમાં પહેલી વખત વડોદરા પાલિકાએ પાળતુ કૂતરા પર વેરો સૂચવ્યો હતો. જે અંગે કોંગ્રેસના કોર્પોરેટર બાળુ સુર્વેએ જણાવ્યું કે, બજેટ સભામાં પાળતુ શ્વાન પરનો વેરો રદ કરવાની મેં માંગ કરી હતી. મેયરેએ પાળતુ શ્વાન પરનો વેરો રદ કરવાની જાહેરાત કરી તે આવકાર્ય છે. વડોદરામાં રખડતાં કૂતરાઓનો ત્રાસ પણ ઓછો અને દૂર કરવાની જરૂર છે.
આ પણ વાંચો :
ગુજરાતમાં પહેલીવાર વડોદરા કોર્પોરેશન પાલતુ કૂતરાનો વેરો ઉઘરાવવાનું નક્કી કર્યુ હતું. કૂતરા દીઠ ત્રણ વર્ષનો 1 હજાર રૂપિયા વેરો લેવાનું આયોજન કરાયું હતું. શહેરમાં 5 ટકા ઘરોમાં પાલતુ કૂતરા હોવાનો પાલિકાને અંદાજ છે. અંદાજે 30 હજાર કૂતરાનો 1 કરોડની વેરાની આવકનો અંદાજ વડોદરા પાલિકાએ માંડ્યો હતો શહેરની વિવિધ કલબોમાં 25000 કૂતરા નોંધાયેલા છે.
કેટલો વેરો ઝીંક્યો હતો
દરેક શ્વાન દીઠ 3વર્ષનો રૂ.1000 વેરો વસૂલ કરવાનું હતું આયોજન
શહેરની વિવિધ કલબોમાં 25000 શ્વાન નોંધાયેલા છે
બીજા મિક્સબ્રિડ 25,000થી વધુ હોવાની શક્યતા
ગુજરાતની મોટાભાગની પાલિકાઓ અને નગરપાલિકાઓ દેવાળિયું ફૂંકી રહી છે. આવામાં મહાનગરપાલિકાઓ તિકડમ કરીને લોકો પર વેરા વધારી રહી છે. પરંતુ વડોદરા મહાનગરપાલિકા ગુજરાતના પહેલીવાર પાળતુ શ્વાન પર ટેક્સ લગાવવાનું મન બનાવ્યુ હતું, પરંતું હવે ટેક્સ રદ કરાયો છે. ઉલ્લેખનીય છે કે, વડોદરામાં યુનાઇટેડ કેનલ ક્લબ અને કેસીઆઇ ક્લબોમાં 25 હજાર જેટલા ડોગ્સ નોંધાયેલા છે.
આ પણ વાંચો :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે