IAS Deputation in Gujarat : ગુજરાતમાં IASમાં થશે મોટા ફેરફાર : દિલ્હીથી આવ્યો ઓર્ડર, શરૂ થશે વાટકી વહેવાર

Gujarat IAS Deputation : સચિવાલય! ગુજરાતમાં 68 IAS ની ઘટ વચ્ચે 2023માં આ એક ડઝન અધિકારીઓ થશે નિવૃત્ત... ત્યારે આ વચ્ચે બદલીઓનો દોર શરૂ થશે

IAS Deputation in Gujarat : ગુજરાતમાં IASમાં થશે મોટા ફેરફાર : દિલ્હીથી આવ્યો ઓર્ડર, શરૂ થશે વાટકી વહેવાર

Gujarat IAS Deputation : ગુજરાતમાં એક તરફ 68 સનદી અધિકારીઓની ઘટ છે અને આ વર્ષે 12 થી વધુ અધિકારીઓ નિવૃત્ત થવાના છે ત્યારે રાજ્યમાંથી ડેપ્યુટેશન જવા માટે અડધો ડઝન અધિકારીઓ તૈયાર થયાં છે. ગુજરાતમાં મોટાપાયે અધિકારીઓની બદલીનો ધાણવો કૂટાય તેવી સંભાવના છે. સરકાર બજેટ બાદ ધીમેધીમે બદલીઓ કરી શકે છે. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી હોવાથી સરકારે એક્સટેન્શન માટેનો વિચાર પડતો મૂકી રોક લગાવી હતી, પરંતુ હવે ડેપ્યુટેશન તેમજ એમ્પેનલમેન્ટનો માર્ગ મોકળો બની ચૂક્યો છે.

દિલ્હી-ગુજરાત અધિકારીઓની આપલે થશે 
રાજ્યના સામાન્ય વહીવટ વિભાગનું કહેવું છે કે ડેપ્યુટેશન પર જેમના નામની ભલામણ આવી હતી તેમને દિલ્હી મોકલવા ગુજરાત સરકાર તૈયાર છે, પરંતુ ડેપ્યુટેશનનો સમય પૂર્ણ થતો હોય તેવા અધિકારીઓ ગુજરાત પાછા આવી જાય તે પછી બીજા ઓફિસરોને દિલ્હી મોકલવામાં આવનાર છે. આમ ડેપ્યુટેશનને પગલે ગુજરાતમાં અધિકારીઓની મોટી ખોટ સર્જાઈ રહે છે એ પણ વાસ્તવિકતા છે. હાલમાં એક એક આઈએએસ દંપતિ દિલ્હી જવા માટે લોબિંગ કરી રહ્યું છે. 

આ પણ વાંચો : 

સરકાર ફરીથી ટુકડે ટુકડે બદલીઓ કરવા માગે છે
સરકારે તાજેતરમાં ૧૯૯૮ની બેચના ચાર ગુજરાત અધિકારીઓને સેક્રેટરીથી પ્રિન્સિપલ સેક્રેટરી તરીકેના પ્રમોશન આપ્યાં છે, પરંતુ હવે બાકીની ૨૦૧૦ અને ૨૦૧૪ની બેચના અધિકારીઓને પ્રમોશન માટે રાહ જોવાની રહેશે. કેમ કે સરકાર હવે જ્યારે મોટાપાયે બદલીઓ કરે ત્યારપછી ખાલી પડેલી જગ્યાઓ અને નવી જગ્યાઓએ નિમણૂંક આપવા માટે પ્રમોશન આપવાના રહેશે. રાજ્ય સરકાર હાલ બજેટ સત્રમાં વ્યસ્ત છે અને વિભાગના અધિકારીઓએ બજેટની કામગીરી શરૂ કરી છે ત્યારે હાલ તુરત રાજ્યના વહીવટ તંત્રમાં મોટાપાયે બદલીઓ થવી સંભવ નથી. સચિવાલયના સૂત્રો જણાવે છે કે સરકાર ફરીથી ટુકડે ટુકડે બદલીઓ કરવા માગે છે. બ્યુરોક્રેસીમાં મોટા ફેરફાર બજેટ સત્ર પછી થવાના ચાન્સ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news