સાવધાન! જો રેલવેમાં મુસાફરી કરી રહ્યા છો તો રોકડ રકમ સાથે નહી રાખતા નહી તો...

કાલુપુર રેલવે પોલીસે એક ગેંગને ઝડપી પાડી છે. જે ગેંગ રેલવેમાં મુસાફરી કરતા પેસેન્જરોને સરકારની અલગ અલગ સ્કીમના નામે ઠગાઈ કરતી હતી. જો તમે રેલવેમાં મુસાફરી કરો છો તો ચેતજો કેમ કે એક ગેંગ સક્રિય થઇ છે. જે ગેંગ રેલવેમાં મુસાફરી કરતા મુસાફરો સાથે પરિચય કેળવી એમનો વિશ્વાસ જીતતા હતા. ત્યાર બાદ જણાવતા કે, ભારત સરકારે એક કાયદો બનવ્યો છે. જેમાં હવે તમે રેલવેની મુસાફરી દરમિયાન રોકડ રકમની હેરફેર કરવા માટે એક કાર્ડ બનાવવાનું રહેશે. 
સાવધાન! જો રેલવેમાં મુસાફરી કરી રહ્યા છો તો રોકડ રકમ સાથે નહી રાખતા નહી તો...

ઉદય રંજન/અમદાવાદ : કાલુપુર રેલવે પોલીસે એક ગેંગને ઝડપી પાડી છે. જે ગેંગ રેલવેમાં મુસાફરી કરતા પેસેન્જરોને સરકારની અલગ અલગ સ્કીમના નામે ઠગાઈ કરતી હતી. જો તમે રેલવેમાં મુસાફરી કરો છો તો ચેતજો કેમ કે એક ગેંગ સક્રિય થઇ છે. જે ગેંગ રેલવેમાં મુસાફરી કરતા મુસાફરો સાથે પરિચય કેળવી એમનો વિશ્વાસ જીતતા હતા. ત્યાર બાદ જણાવતા કે, ભારત સરકારે એક કાયદો બનવ્યો છે. જેમાં હવે તમે રેલવેની મુસાફરી દરમિયાન રોકડ રકમની હેરફેર કરવા માટે એક કાર્ડ બનાવવાનું રહેશે. 

જેના માટેથી તમારે તમારી પાસે રહેલ જેટલી પણ રોકડ રકમ છે એ જમા કરાવી દેવાની જેના બદલામાં અમે તમે એક કાર્ડ આપીશું. જેથી તમે રોકડ રકમની હેરાફેરી કરી શકશો. આવા પ્રકારની ફરિયાદ કાલુપુર રેલવે પોલીસ સ્ટેશનમાં નોંધાતાની સાથે જ કાલુપુર રેલવે પોલીસ સક્રિય થઇ હતી. ત્રણ આરોપીની ધરપકડ કરી લીધી હતી. હાલ તો પોલીસ તપાસ ચલાવી રહી છે.

કાલુપુર રેલવે પોલીસની ગિરફ્તમાં ઉભેલ શખ્સોના નામ છે મેલારામ કુમાવત, રોમારામ પટેલ અને મનીષ શર્મા. આ ત્રણેય અમદવાદ રેલવે સ્ટેશન પર મુસાફરોને ટાર્ગેટ બનાવતા હતા. ત્યારે કાલુપુર રેલવે પોલીસે ગણતરીના દીવસોમાં જ આરોપીની ધરપકડ કરી ને વધુ પૂછ શરુ કરી છે. જેમાં આ ગેંગે અન્ય કેટલા મુસાફરોને પોતાઈ ઠગાઈનો ભોગ બનાવ્યા છે અને અન્ય કેટલા ગુનાને અંજામ આપ્યા છે તે અંગે તપાસ ચાલી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news