જૂનાગઢ કોંગ્રેસમાં મસમોટું ગાબડું પડ્યું, જયેશ લાડાણી સહિતના આગેવાનો ભાજપમાં જોડાયા

રાજ્યમાં લોકસભાની ચૂંટણીઓ પૂરી થયા બાદ પણ ભાજપનું ભરતી અભિયાન બંધ નથી થયું. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે કેબિનેટ મંત્રી જવાહર ચાવડાને જવાબદારી સોંપી છે, ત્યારે આજે જૂનાગઢ જિલ્લામાં મોટું ગાબડું પડ્યું છે.

જૂનાગઢ કોંગ્રેસમાં મસમોટું ગાબડું પડ્યું, જયેશ લાડાણી સહિતના આગેવાનો ભાજપમાં જોડાયા

બ્રિજેશ દોશી, અમદાવાદ: રાજ્યમાં લોકસભાની ચૂંટણીઓ પૂરી થયા બાદ પણ ભાજપનું ભરતી અભિયાન બંધ નથી થયું. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે કેબિનેટ મંત્રી જવાહર ચાવડાને જવાબદારી સોંપી છે, ત્યારે આજે જૂનાગઢ જિલ્લામાં મોટું ગાબડું પડ્યું છે. વિધાનસભાની ચૂંટણી હારેલા અને જિલ્લા પંચાયતમાં બાંધકામ સમિતિના ચેરમેન જયેશ લાડાણી સહિત જિલ્લા કોંગ્રેસના આગેવાનો આજે ભાજપમાં જોડાયા છે. 

યુથ કોંગ્રેસ અને જિલ્લા કોંગ્રેસના આગેવાનો પણ ભાજપમાં જોડાશે. 3 હજારથી વધુ કોંગ્રેસી કાર્યકરો ભાજપમાં જોડાતા કોંગ્રેસને મોટો ફટકો પડશે. જૂનાગઢ જિલ્લામાં કોંગ્રેસનો દબદબો છે અને વિધાનસભા ચૂંટણીમાં તમામ બેઠકો પર કોંગ્રેસની ભવ્ય જીત થઇ હતી ત્યારે હવે જવાહર ચાવડાને ભાજપમાં જોડાયા પછી કેબિનેટ મંત્રી બનાવ્યા બાદ આ જિલ્લામાં ફરી સફળ થવા માટે ભાજપે જવાહર ચાવડાને જવાબદારી સોંપી છે. જે અંતર્ગત આજે જૂનાગઢ જિલ્લા પંચાયતના સભ્ય કરશન સોલંકીએ પંજો છોડીને કેસરીયો ખેસ ધારણ કર્યો. 

જુઓ LIVE TV

જૂનાગઢ જિલ્લા પંચાયત પર કોંગ્રેસનો દબદબો છે ત્યારે હવે 8 સભ્યોએ કોંગ્રેસ છોડી દેતાં કોંગ્રેસ પાસે ફક્ત 18 સભ્યો રહ્યા છે. ભાજપનું મિશન જૂનાગઢ લોકસભાની ચૂંટણી બાદ પણ યથાવત છે અને હવે આગામી દિવસોમાં જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે ત્યારે ભાજપનું આ ઓપરેશન વધુ જોરમાં આગળ વધશે તેવું લાગી રહ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news