પાલનપુરમાં અદાણીનો વતન પ્રેમ છલકાયો, કહ્યું-મારા જીવનના યાદગાર દિવસો મેં અહીં કાઢ્યા છે
Gautam Adani In Banaskantha : દુનિયાના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણી આજે તેમના વતન પાલનપુર પહોંચ્યા હતા, તેમણે એક કાર્યક્રમમાં બાળપણના સંસ્મરણો વાગોળ્યા હતા
Trending Photos
Gautam Adani In Banaskantha : આજે ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પોતાના વતન પાલનપુરમાં પહોંચ્યા હતા. તેમણે પાલનપુરની વિદ્યામંદિર સંસ્થાના 75 વર્ષની ઉજવણીમાં હાજરી આપી હતી. જેમાં તેમણે વતન સાથેના સંસ્મરણો વાગોળ્યા હતા. દેશના જાણીતા ઉદ્યોગપતિએ પાલનપુરમાં આવીને કહ્યું કે, મેં કોહીનુરની જેમ વતનનું નામ રોશન કર્યું છે. તમને તમારૂ લક્ષ નક્કી કરવામાં તમારી જ વાતો મદદગાર થશે. માટે જાત પર જ ભરોસો રાખો અને મહેનત કરતાં રહો.
પાલનપુરના વિદ્યામંદિર સંકુલમાં યોજાયેલા એજ્યુકેશનલ પ્રોગ્રામ સહિત સ્નેહમિલન કાર્યક્રમમા હાજર રહીને ગૌતમ અદાણીએ પોતાના બાળપણના સંસ્મરણો વાગોળ્યા હતા. ગૌતમ અદાણી મૂળ થરાદના વતની છે. તેમણે બાળપણને યાદ કરતા કહ્યું કે, મારૂ ગામ થરાદ મને સમજે છે, મારા જીવનના યાદગાર દિવસો મેં અહીં કાઢ્યા છે. હું દર મહિને ડીસાથી પાલનપુર આવતો હતો. પાલનપુર મારુ મોસાળ છે. મેં કોહીનુરની જેમ વતનનું નામ રોશન કર્યું છે. વતનનું રુણ ચુકવવા મંદિરની રચના થઇ છે. જૈન શિશુ શાળાને પણ 100 વર્ષ પૂર્ણ થયા છે. મારા જીવનના યાદગાર દિવસો મેં અહિંયા કાઢ્યા છે, હું દર મહિને ડીસાથી પાલનપુર આવતો હતો. બનાસકાંઠાની ધરતી અને થરાદ મને સમજે છે. વિદ્યાર્થીઓને જણાવતા તેમણે કહ્યું કે, તમને તમારૂ લક્ષ નક્કી કરવામાં તમારી જ વાતો મદદગાર થશે. માટે જાત પર જ ભરોષો રાખો અને મહેનત કરતાં રહો.
આ પણ વાંચો :
આ પહેલા આજે ગૌતમ અદાણીએ ઈન્ડિયા ટીવીને આપેલો ઈન્ટરવ્યૂ ચર્ચામા રહ્યો છે. દુનિયાના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે તેમના કારોબારના વિસ્તરણ પાછળ પીએમ મોદી સાથેના નીકટના સંબંધો હોવાની વાત બિલકુલ પાયાવિહોણી છે. કારણ કે તેઓ અનેક વિપક્ષ શાસિત રાજ્યોમાં પણ કામ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે અમારો તો હેતુ રહેશે કે દરેક રાજ્યમાં જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં વધુમાં વધુ રોકાણ કરીએ. અદાણી ગ્રુપને એ વાતની ખુશી છે કે આજે અમે 22 રાજ્યોમાં કામ કરી રહ્યા છે અને બધા રાજ્યોમાં ભાજપની સરકાર નથી. અમે તો કેરળમાં ડાબેરી મોરચા સરકાર સાથે પણ કામ કરી રહ્યા છીએ. બંગાળમાં મમતા દીદી સાથે પણ કામ કરીએ છીએ. નવીન પટનાયકજી સાથે પણ કામ કરી રહ્યા છીએ. જગમોહન રેડ્ડી, કેસીઆર...દરેક જગ્યાએ જ્યાં પ્રાદેષિક પાર્ટીઓની સરકારો છે ત્યાં કામ કરી રહ્યા છીએ. હું આજે દાવા સાથે કહી શકું છું કે તેમાંથી કોઈ સરકારથી અમને કોઈ તકલીફ થઈ નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે