પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનની ગુજરાતીઓેએ હજુ કેટલી જોવી પડશે રાહ

અમદાવાદ મુબંઈ વચ્ચે દોડનારી બુલેટ્રેન 2027 સુધી શરૂ થઈ શકે છે. 2026 સુધીમાં બુલેટ ટ્રેનના ટ્રાયલ શરૂ થશે. 2026માં સુરત અને બિલિમોરા વચ્ચે ટ્રાયલ શરૂ કરાશે. બુલેટ ટ્રેનની5 વર્ષમાં 25 ટકા જ ફિઝિકલ કામગીરી થઈ છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનની ગુજરાતીઓેએ હજુ કેટલી જોવી પડશે રાહ

અમદાવાદ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનનીની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ગુજરાતમાં 30 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. 2027 સુધીમાં ગુજકાતમાં બુલેટ ટ્રેન દોડતી થઈ જાય તેવી આશા છે. આવો બુલેટ ટ્રેન અંગે થોડી જાણકારી મેળવવીએ.

અમદાવાદ મુબંઈ વચ્ચે દોડનારી બુલેટ્રેન 2027 સુધી શરૂ થઈ શકે છે. 2026 સુધીમાં બુલેટ ટ્રેનના ટ્રાયલ શરૂ થશે. 2026માં સુરત અને બિલિમોરા વચ્ચે ટ્રાયલ શરૂ કરાશે. બુલેટ ટ્રેનની5 વર્ષમાં 25 ટકા જ ફિઝિકલ કામગીરી થઈ છે. 3 મહિનામાં 34 કિલોમીટરમાં પિઅર વર્ક પૂર્ણ કરાયું છે. ગુજરાતમાં 30.68 ટકા જ્યારે મહારાષ્ટ્રમાં 13.37 ટકા કામગીરી પૂર્ણ થઈ છે. 

દેશમાં પહેલીવખત દરિયામાંથી ટ્રેન દોડશે. બુલેટ ટ્રેનનું કુલ અંતર 508 કિલોમીટર છે. મેક્સિમમ ડીઝાઈન સ્પીડ 350 કિલોમીટર પ્રતી કલાકની છે. મેક્સિમમ ઓપરેટીંગ સ્પીડ 320 કિલોમીટર પ્રતિ કલાકની છે. બુલેટ ટ્રેનનું ગુજરાતમાં અંતર 351 કિલોમીટર છે.

બુલેટના કુલ 12 સ્ટશન છે જેમાં 8 સ્ટેશન ગુજરાતમાં છે. જમીનથી ઉપર ટ્રેક 92 ટકા છે. ટનલમાં ટ્રેક 26 કિલોમીટર છે. થાણે ખાડીમાં દરિયામાં 7 કિલો મીટરની ટનલ છે. બુલેટ ટ્રેનનો ખર્ચ બમણો થવાની શક્યતા છે,,, પ્રોજેક્ટના કુલ 1.08 લાખ કરોડના અંદાજિત ખર્ચમાંથી  અત્યાર સુધી 30 હજાર કરોડનો ખર્ચ થયો છે. પ્રોજેક્ટ પૂર્ણ થશે ત્યારે કુલ ખર્ચ 2 લાખ કરોડને આંબી જાય તેવી શક્યતા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news