કચ્છ: સિરક્રીક વિસ્તારમાંથી બે પાકિસ્તાની ફિશિંગ બોટ પકડાઈ

જ્યારથી જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવવામાં આવી છે ત્યારથી પાકિસ્તાનના ઊધામા ચાલુ થઈ ગયા છે. ભારતની સરહદે તણાવ વધારી રહ્યું છે અને દેશમાં આતંકી હુમલાના સતત ષડયંત્રનો પર્દાફાશ થઈ રહ્યો છે. આવા સમયે પાકિસ્તાન સાથે જોડાયેલા સરહદી રાજ્યો પર સુરક્ષા વ્યવસ્થા એકદમ ચુસ્ત કરવામાં આવી છે. 

કચ્છ: સિરક્રીક વિસ્તારમાંથી બે પાકિસ્તાની ફિશિંગ બોટ પકડાઈ

રાજેન્દ્ર ઠક્કર, ભુજ:  જ્યારથી જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવવામાં આવી છે ત્યારથી પાકિસ્તાનના ઊધામા ચાલુ થઈ ગયા છે. ભારતની સરહદે તણાવ વધારી રહ્યું છે અને દેશમાં આતંકી હુમલાના સતત ષડયંત્રનો પર્દાફાશ થઈ રહ્યો છે. આવા સમયે પાકિસ્તાન સાથે જોડાયેલા સરહદી રાજ્યો પર સુરક્ષા વ્યવસ્થા એકદમ ચુસ્ત કરવામાં આવી છે. ગુજરાતની સરહદ પણ પાકિસ્તાન સાથે જોડાયેલી છે. આજે કચ્છના સિરક્રીક વિસ્તારમાંથી બે પાકિસ્તાની બોટ ઝડપાતા તંત્ર એકદમ અલર્ટ થઈ ગયું છે. કચ્છમાં સિરક્રીક નજીક પાકિસ્તાની બિનવારસુ બોટ મળી આવી છે. 
સર્ચ ઓપરેશન ચાલુ છે. 

જુઓ VIDEO

મળતી માહિતી મુજબ બીએસએફએ કચ્છના દરિયાકાંઠે સર ક્રિક નજીક એક સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે, આ વિસ્તારમાં બે પાકિસ્તાની ફિશિંગ બોટ ત્યજી દેવામાં આવી હતી. જે મળી આવી છે. ઓગસ્ટ મહિનામાં બીએસએફને ગુજરાતના કચ્છ જિલ્લા નજીક ભારત-પાક સરહદની બાજુમાં આવેલી4 'હરામી નાળા' ખાડી વિસ્તારમાં બે પાકિસ્તાની ફિશિંગ બોટ ત્યજેલી મળી આવી હતી. હરામી નાળામાં સિંગલ એન્જિનવાળી બે પાકિસ્તાની નૌકાઓ ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવ્યા બાદ એક સંપૂર્ણ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ આ વિસ્તારમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. 

જુઓ LIVE TV

‘હરામી નાળા’ સીરક્રીક વિસ્તારમાં એક સુસ્ત અને છીછરા પાણીની ચેનલ છે જ્યાંથી બોર્ડર સિક્યુરિટી ફોર્સ પાકિસ્તાની માછીમારો અથવા ત્યજી દેવાયેલી નૌકાઓ કબજે કરવાના કેસ રિપોર્ટ કરે છે. આ વર્ષે મે મહિનામાં બીએસએફએ આ વિસ્તારમાંથી પાકિસ્તાની ફિશિંગ બોટને પકડી લીધી હતી જ્યારે સવારમાં માછીમારો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.
એજન્સી તપાસ ચલાવી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news