સંત, શુરવીરો અને સાવજની ભૂમિ બની અકસ્માત ઝોન! છેલ્લા 3 દિવસમાં 3 મોટા અકસ્માત, દુઃખના આભ ફાટ્યા

સંત, શુરવીરો અને સાવજની ભૂમિ જૂનાગઢ હાલ જાણે કે અકસ્માત ઝોન બની ગયું હોય તેવો માહોલ છે. મધુરમ વિસ્તારમા 2 લોકોએ જીવ ગુમાવ્યા જ્યારે 1 યુવકનું ખામધોળ રોડ પર મોત નીપજ્યું હતું.

સંત, શુરવીરો અને સાવજની ભૂમિ બની અકસ્માત ઝોન! છેલ્લા 3 દિવસમાં 3 મોટા અકસ્માત, દુઃખના આભ ફાટ્યા

અશોક બારોટ/જૂનાગઢ: જૂનાગઢમા છેલ્લા 3 દિવસમાં 3 અકસ્માતના બનાવ નોંધાયા હતા..અકસ્માતમા શહેરના મધુરમ વિસ્તારમા 2 લોકોએ જીવ ગુમાવ્યા જ્યારે 1 યુવકનું ખામધોળ રોડ પર મોત નીપજ્યું હતું.

સંત, શુરવીરો અને સાવજની ભૂમિ જૂનાગઢ હાલ જાણે કે અકસ્માત ઝોન બની ગયું હોય તેવો માહોલ છે. જૂનાગઢના ખામધોળ રોડ પર એક યુવાન પૂર ઝડપે બાઈક ચલાવતી વેળાએ ડિવાઇડર સાથે બાઈક અથડાતા યુવકનું મોત નીપજ્યું હતું.. આ ઉપરાંત શહેરના મધુરમ વિસ્તારમા હંસા બેન સોલંકી નામના 51 વર્ષીય મહિલાનું બાઈક અડફેટે મોત થવાનો બનાવ પણ બનવા પામ્યો હતો.

મહત્વનું છે કે બે દિવસ પૂર્વે પંકજ જોષી નામના યુવાનનું પણ મધુરમ વિસ્તારમા બાઈક અથડાતા મોત થયું હતું..જુઓ આ CCTV દ્રશ્યો કઈ રીતે અન્ય બાઈક સાથે બાઈક અથડાતા આ દુર્ઘટના બની હતી.. મૃતક યુવાન ઘરેથી સવારે વેફર લેવા જતી વેળા આ દુર્ઘટના સર્જાઈ હતી..રોડ પર ડિવાઇડર ન હોવાના કારણે બીજી બાઈક સાથે મૃતક પંકજ જોશીની બાઈક અથડાતા અકસ્માત સર્જાયો હતો અને મોત નીપજ્યું હતું.

જૂનાગઢ શહેરના મધુરમ વિસ્તારમાં અકસ્માતમા બે બનાવ અને ખામધોળ રોડ પર એક બનાવને લઈને મનપાના ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ નિવેદન આપ્યું હતું.. તેઓએ મૃતકના પરિજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.. ઉપરાંત ખામધોળ રોડ પર જે રીતે મૃતક યુવાન પૂર ઝડપે બાઈક ચલાવતા દુર્ઘટના સર્જાઈ તે અંગે ચિંતા સાથે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે પૂર ઝડપે બાઈક ચલાવતા પહેલા તેઓએ પૂર્વે પોતાના માતા પિતાનો વિચાર કરવો જોઈએ.

વધુમાં જણાવ્યું હતું કે જ્યા તંત્રની ખામી હશે ત્યાં તેને દૂર કરવામાં આવશે.. જ્યા જરૂર જણાશે ત્યાં રોડ પર ડિવાઈડર અને સ્પીડ બ્રેકર પર મુકવામાં આવશે. ત્યારે જૂનાગઢ શહેરમાં અકસ્માતમા મોતને ભેટનાર 3 મૃતકોના પરિજનો પર દુઃખના આભ ફાટી ગયા છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news