બ્રેકિંગ ન્યૂઝ : હવે નવરાત્રિમાં ગમે તેટલા વાગ્યા સુધી ગરબા રમો, પોલીસ નહિ આવે, લેવાયો મોટો નિર્ણય
Big Decision : ખેલૈયાઓ માટે અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર... રાત્રે 12 વાગ્યા બાદ પણ ચાલશે ગરબાની રમઝટ... રાત્રે 12 વાગ્યા બાદ ગરબા બંધ કરાવા નહીં જાય પોલીસ....
Trending Photos
Navratri 2023 : નવરાત્રિમાં ખેલૈયાઓ માટે બહુ મોટા સમાચાર સામે આવ્યા છે. હવે નવરાત્રિમાં ગમે તેટલા વાગ્યા સુધી ગરબા રમશો તો પણ પોલીસ ગરબા બંધ કરવા નહિ આવે. આ અંગે સરકાર દ્વારા મોટો નિર્ણય લેવાયો છે. નવરાત્રિમાં પોલીસ હવે રાસ ગરબાની રમઝટ બંધ નહીં કરાવે. હવે પોલીસ રાતે ગરબા બંધ નહી કરાવે. ગૃહ રાજ્યમંત્રીએ તમામ જિલ્લા પોલીસ વડા સાથે વીડિયો કોન્ફરન્સ કરીને આ સૂચના આપી છે. હવે રાતે 12 વાગ્યા બાદ ગરબા બંધ કરાવવા માટે પોલીસ નહી જાય.
નવરાત્રીમાં ખેલૈયાઓ માટે સારા સમાચાર, 12 વાગ્યા બાદ પોલીસ રાસ-ગરબાની રમઝટ બંધ નહીં કરાવે#Navratri2023 #Navratri #Gujarat #Breakingnews pic.twitter.com/1qRMY1alIx
— Zee 24 Kalak (@Zee24Kalak) October 17, 2023
અત્યાર સુધી એવુ હતુ કે, રાતે 12 વાગ્યા સુધી જ ગરબા રમી શકાતા હતા. રાતે 12 વાગ્યા બાદ પોલીસ ગરબા બંધ કરાવવા આવી જતી હતી, પરંતુ આ નવરાત્રિએ આવુ નહિ બને. કારણ કે, ગુજરાત સરકારે આ અંગે મોટો નિર્ણય લીધો છે. હવે રાતે 12 વાગ્યા બાદ પોલીસ ગરબા બંધ કરાવવા નહિ આવે. સરકારના આ નિર્ણયથી હવે મોડી રાત સુધી ગરબાનો રંગ જામશે. હવેથી રાતે 12 વાગ્યે ગરબા બંધ નહિ થાય. સરકાર દ્વારા લીલી ઝંડી અપાઈ ગઈ કે, હવે ગમે તેટલા વાગ્યા સુધી ગરબા કરો.
સરકારના આ નિર્ણયથી હવે નવરાત્રિનો જૂનો સમય પાછો આવશે. એક સમયે સવારે 4-4 વાગ્યા સુધી ગરબાની રમઝટ જામતી હતી. સોસાયટીઓમાં યુવક-યુવતીઓ બિન્દાસ્ત ગરબા માણતા હતા. પરંતુ સમયાંતરે સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગરબાના સમય પર નિયંત્રણ મૂકવામાં આવ્યો હતો. રાતે 12 વાગ્યા સુધી જ ગરબા કરી શકાશે તેવો નિયમ લાગુ કરાયો હતો. પરંતુ હવે સરકારે જ છૂટછાટ આપી છે. ગૃહ રાજ્યમંત્રીએ આ સૂચના આપી દીધી છે. ગુજરાતની જનતા સારી રીતે નવરાત્રિ માણી શકે તે માટે આ નિર્ણય લેવાયો છે. તમામ પોલીસ અધિકારીઓને સૂચના આપી દેવાઈ છે કે, 12 વાગ્યા પછી ગરબા બંધ કરાવવા ન જવા.
આમ, ગુજરાતમાં લાંબા સમય બાદ ખેલૈયાઓ મન મૂકીને ગરબા કરી શકશે. નવરાત્રિના ત્રીજા નોરતે આ નિર્ણય લેવાયો છે, ત્યારે હવે છેક દશેરા સુધી ખેલૈયાઓ છૂટછાટથી ગરબા કરી શકશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે