એક તરફી પ્રેમમાં યુવતિને પાઠ ભણાવવા શિક્ષક દંપતિના પુત્રએ કર્યું ન કરવાનું કામ
એકતરફી પ્રેમમાં રહેલા યુવકે ન કરવાનું કામ કરતા આખરે પોલીસે ઝડપી પાડ્યો છે. યુવતિ સોશિયલ મિડીયામાં મિત્રો રાખતી અને વાતચીત કરતી હતી. તે વાત યુવકને નહિ ગમતા યુવતીને સબક શીખવાડવા માટે 20 ડુપ્લીકેટ એકાઉન્ટ યુવતીના નામના બનાવી બિભત્સ લખાણો લખ્યા હતા. આખરે યુવતિએ કંટાળીને ફરિયાદ કરતા પોલીસે ગવર્નમેન્ટ ટીચર દંપત્તિના પુત્રને સાઈબર ક્રાઈમ પોલીસે ઝડપી પાડ્યો હતો.
Trending Photos
મૌલિક ધામેચા, અમદાવાદ: એકતરફી પ્રેમમાં રહેલા યુવકે ન કરવાનું કામ કરતા આખરે પોલીસે ઝડપી પાડ્યો છે. યુવતિ સોશિયલ મિડીયામાં મિત્રો રાખતી અને વાતચીત કરતી હતી. તે વાત યુવકને નહિ ગમતા યુવતીને સબક શીખવાડવા માટે 20 ડુપ્લીકેટ એકાઉન્ટ યુવતીના નામના બનાવી બિભત્સ લખાણો લખ્યા હતા. આખરે યુવતિએ કંટાળીને ફરિયાદ કરતા પોલીસે ગવર્નમેન્ટ ટીચર દંપત્તિના પુત્રને સાઈબર ક્રાઈમ પોલીસે ઝડપી પાડ્યો હતો.
અમદાવાદના સેટેલાઇટમાં એક બ્યુટી પાર્લરમાં કામ કરતી યુવતીએ ઇન્સ્ટાગ્રામ પર બિઝનેસ એકાઉન્ટ બનાવ્યું હતું. જેના થકી અંકિત સોલંકી નામના યુવક સાથે એક વર્ષ પહેલાં મિત્રતા થઈ અને યુવતિને છોકરાઓ મિત્ર હોવાથી વહેમ રાખતા ઝઘડો થયો હતો. જે વાતનું મનદુઃખ થતા યુવતિના નામથી અશ્લીલ શબ્દો સાથે ફેક આઇડી બનાવ્યા હતા. અને એ પણ એક બે કે ત્રણ નહિ પણ 20 જેટલા એકાઉન્ટ આ યુવતિના નામના બનાવી દીધા હતા. બાદમાં તે એકાઉન્ટ પરથી યુવતી અને તેની મિત્રને ગાળો આપી અને ફેક આઇડીમાં બંનેના મોબાઈલ નંબર મૂકી લોકોને ફોન કરાવતો હતો. સાયબર ક્રાઇમે આ અંગે ફરિયાદ લેતાની સાથે જ આરોપીની પાટણથી ધરપકડ કરી છે.
ઇન્સ્ટાગ્રામ પર 20 ફેક આઈડી બનાવી યુવતીને હેરાન કરનાર અંકિત સોલંકી પાટણનો રહેવાસી તેમજ મિકેનિકલ એન્જીનીયર તરીકે મહેસાણામાં અભ્યાસ કરે છે. અંકિતના માતા પિતા સરકારી શાળામાં શિક્ષક છે. ફરીયાદીએ પોતાના નિવેદનમાં પણ કહ્યું હતું કે જ્યારે આ અંકિત નામનો આરોપી બીભત્સ ગાળો બોલતો ત્યારે યુવતિ તેને પોલીસ ફરિયાદ કરવાનું કહેતી હતી. પરંતુ આરોપી અંકિત પોતાના કાકા IPS ઓફિસર હોવાનું જણાવી તેનું પોલીસ કશું બગાડી નહીં શકે તેવી ધમકી યુવતીને આપતો હતો. પરંતુ બનાવટી આઈડીના લોગ આઈડી પરથી પોલીસે તેની ધરપકડ કરી છે.
પોલીસે ટેક્નિકલ એનાલિસિસ કરીને આરોપીની ધરપકડ કરી પણ હવે આરોપીના ચહેરા પરથી લાગે છે કે તેણે એકતરફી પ્રેમમાં જે કર્યું તે તેની ભૂલ હતી અને પસ્તાઇ રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી https://play.google.com/store/apps/details?id=com.zeenews.hindinews">Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : www.facebook.com/zee24kalak.in/">https://www.facebook.com/zee24kalak.in/">facebook | https://twitter.com/Zee24Kalak">twitter | www.youtube.com/channel/UCkNL_TQio--h85-14lUVY3A/featured">https://www.youtube.com/channel/UCkNL_TQio--h85-14lUVY3A/featured">youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે