બોટાદ જિલ્લો બન્યો કોરોના મુક્ત, હાલ એકપણ એક્ટિવ કેસ નહીં


બોટાદ જિલ્લામાં 14 એપ્રિલે કોરોના વાયરસનો પ્રથમ કેસ સામે આવ્યો હતો. ત્યારથી લઈને અત્યાર સુધી કુલ 56 કેસ નોંધાયા છે. 

બોટાદ જિલ્લો બન્યો કોરોના મુક્ત, હાલ એકપણ એક્ટિવ કેસ નહીં

રઘુવીર મકવાણા/બોટાદઃ એક તરફ રાજ્યમાં કોરોના વાયરસના (Corona virus) કેસ વધી રહ્યાં છે તો બીજીતરફ અમુક જિલ્લાઓ કોરોના મુક્ત પણ બની રહ્યાં છે. બોટાદ જિલ્લો (Botad) આજે કોરોના મુક્ત (corona free) બની ગયો છે. બોટાદ જિલ્લામાં અત્યાર સુધી કુલ 56 કેસ નોંધાયા હતા. જેમાં અત્યાર સુધી એક વ્યક્તિનું મૃત્યુ થયું છે તો 55 લોકોને સારવાર બાદ ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. 

હાલ બોટાદ જિલ્લામાં એકપણ એક્ટિવ કેસ નહીં
બોટાદ જિલ્લામાં 14 એપ્રિલે કોરોના વાયરસનો પ્રથમ કેસ સામે આવ્યો હતો. ત્યારથી લઈને અત્યાર સુધી કુલ 56 કેસ નોંધાયા છે. આ 36 દિવસ દરમિયાન સારવાર બાદ જિલ્લાના 55 સંક્રમિતો સાજા થઈ ગયા છે. આમ તેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા હતા. તો જિલ્લામાં એક વ્યક્તિનું કોરોના વાયરસને કારણે નિધન થયું હતું. આજે જે વ્યક્તિઓ સારવારમાં હતા તેઓ પણ સ્વસ્થ થતાં તેમને રજા આપી દેવામાં આવી છે. બોટાદના કલેક્ટર વિશાલ ગુપ્તાએ કહ્યુ કે, હવે જિલ્લામાં એકપણ એક્ટિવ કેસ નથી. 

ધમણ-1 વેન્ટીલેટરનો વિવાદ, કોંગ્રેસના સવાલોનો જીતુ વાઘાણીએ આપ્યો આ જવાબ

રાજ્યભરમાં શરૂ થશે હું પણ કોરોના વોરિયર અભિયાન
આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ "હું પણ કોરોના વોરિયર" અભિયાનની જાહેરાત કરી છે. લૉકડાઉન હળવું થયું હોવાથી લોકો બિનજરૂરી ઘરની બહાર ન નીકળે અને કોરોના વધુ ન ફેલાય એ માટે આ અભિયાન દ્વારા લોકજાગૃતિ આણવા પ્રયત્નો થશે. તારીખ 21થી  27 મે સુધી ચાલનારું આ અભિયાન ત્રણ મુદ્દા પર આધારિત હશે. 1) વડીલો અને બાળકોને ઘરમાં જ રાખીએ, 2) માસ્ક વિના અને જરૂરિયાત વગર ઘરની બહાર ન નીકળવું 3) બે ગજનું અંતર જાળવવું, એમ ત્રણ મુદ્દાઓ આવરી લેવાયાં છે. આ અભિયાનમાં અનેક મહાનુભાવો પણ જોડાશે. અભિયાન સંદર્ભે અનેકવિધ ઇન્ડોર-ઓનલાઈન પ્રવૃત્તિઓ પણ થશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news