આવી રીતે ફુટ્યું ધોરણ-10 નુ હિન્દીનું પેપર, દાહોદ હતું એપિ સેન્ટર, ઘનશ્યામે ફેસબુક પર પેપર મૂક્યુ હતું
board exam paper leak : ગઈકાલે ધોરણ 10નું સોલ્વ કરવામાં આવેલું હિન્દીનું પેપર સોશિયલ મીડિયામાં વાયરલ થયું હતું. હવે પોલીસે પેપર વાયરલ કરનારાઓને શોધી કાઢ્યા છે. પેપર ફૂટવાની સમગ્ર ઘટનામાં દાહોદના સંજેલી મેડિકલ સ્ટોરના યુવકનું નામ સામે આવ્યું
Trending Photos
હિતલ પારેખ/ગાંધીનગર :ગત રોજ ધોરણ 10 ના હિન્દીના પેપર ફૂટવાની ઘટનામાં મોટો ઘટસ્ફોટ થયો છે. દાહોદ પેપર ફુટવાનું એપિ સેન્ટર નીકળ્યુ છે. દાહોજના સંજેલી ગામમાંથી પેપર વાયરલ થયુ હોવાનો ખુલાસો થયો છે. પેપર વાયરલ થવા મુદ્દે દાહોદ પોલીસે 5 લોકોને ઓળખી કાઢ્યા છે. જેમાંથી પેપર વાયરલ કરનાર 4 લોકોની પોલીસે અટકાયત કરી છે. જોકે, વાયરલ કરનાર એક વ્યક્તિ હજુ પોલીસની પકડથી બહાર છે. દાહોદ પોલીસ સ્ટેશનમાં આ સંદર્ભે ગુનો નોંધ્યો છે.
પેપર ફૂટવાની ઘટનામાં શિક્ષકનો રોલ
ધોરણ 10 નું પેપર વાયરલ થવાની ઘટનાએ ખળભળાટ મચાવી દીધો હતો. જેમાં દાહોદના સંજેલી મેડિકલ સ્ટોર ચલાવતા યુવકનું નામ સામે આવ્યુ હતું. સંજેલીના ઘનશ્યામ ચારેલના આઈડી પરથી પેપર લીક થયુ હતું. જેથી દાહોદ પોલીસ સંજેલી પહોંચી હતી અને ઘનશ્યામની તપાસ હાથ ધરી હતી. જેમાં ખુલાસો થયો કે, ઘનશ્યામ નામના વ્યક્તિએ ફેસબુક પર પેપર વાયરલ કર્યું હતું. ઘનશ્યામ નામના શખ્સને સુરેશ ડામોરે પેપર મોકલ્યું હતું. સુરેશ ડામોરનો પુત્ર ધોરણ 10માં અભ્યાસ કરે છે. તેથી સુરેશ ડામોરે પેપર માટે શૈલેષનો સંપર્ક કર્યો હતો. શૈલેષ પટેલ સંજેલીની વૃંદાવન આશ્રમ શાળાના શિક્ષક છે. શૈલેષે સુરેશનો સંપર્ક અમિત તાવિયાડ સાથે કરાવ્યો. અમત તાવિયાડ ભૂતપૂર્વ વિદ્યાર્થી અને શૈલેષના ઓળખીતા છે. સંપર્ક બાદ અમિતે સુરેશને 10.47 એ પેપર જવાબ સાથે મોકલ્યું હતું. સુરેશે પેપરની પ્રિન્ટ કાઢવા મિત્ર જયેશ ડામોરને ઘરે બોલાવ્યો હતો. જયેશ ડામોરે પ્રિન્ટ કાઢવા માટે ઘનશ્યામને પેપર મોકલ્યું હતું. જેમાં ઘનશ્યામે પેપરની પ્રિન્ટ કાઢી ફેસબુક પર વાયરલ કર્યું હતું. ત્યારે દાહોદ પોલીસ સ્ટેશનમાં આ સંદર્ભે ગુનો દાખલ કર્યો છે.
અમિત ક્યાંથી પેપર લાવ્યો
ઘનશ્યામ ડામોરે જે પેપર ફેસબુક પર વાયરલ કર્યું એ અમિત તાવિયાડ પાસે આવ્યુ હતું. આ પેપર પર જવાબો લખેલા હતા. સૌથી પહેલા પેપર અમિત તાવિયાડ પાસે આવ્યુ હતું. ત્યારે અમિત તાવિયાડ પાસે પેપર ક્યાંથી આવ્યુ તે તપાસનો વિષય છે.
શિક્ષણ વિભાગે પહેલા ફૂટવાને લઈને નનૈયો ભર્યો હતો
ઉલ્લેખનીય છે કે, પેપર જ્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થયુ હતું ત્યારે શિક્ષણ બોર્ડ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે આને પેપર ફૂટ્યું ન કહેવાય. આમ, શિક્ષણ વિભાગે પહેલા તો પેપર ફૂટવાની વાતને લઈને નનૈયો ભર્યો હતો. પરંતુ બાદમાં ભાંડો ફૂટ્યો હતો.
પરીક્ષા પૂરી થવાની 30 મિનિટ પહેલા પેપર વાયરલ થયું
પેપર પૂરુ થવાના અડધો કલાક પહેલા સોશિયલ મીડિયા પેપર ફરતું થયું છે. રસપ્રદ બાબત એ છે કે, આ પેપર હાથથી સોલ્વ કરાયેલુ છે. પેપર ફેસબુક પેજ પરથી વાયરલ થયુ છે. જેમાં લખ્યું છે કે, ધોરણ 10 નું પેપર પૂરું થવાને હજી અડધા કલાક ની વાર છે પણ કોઈ અજાણ્યા નંબર પરથી આ પેપર વોટ્સએપ પર મળ્યું છે. આમ, પરીક્ષા પૂર્ણ થવાના 30 મિનિટ પહેલા સોશિયલ મીડિયામાં પેપર વહેતુ થયું છે. ત્યારે શિક્ષણ બોર્ડે તપાસ શરૂ કરી હતી.
આ પણ વાંચો :
રાજ્યમાં આજે લોકરક્ષક ભરતીની લેખિત પરીક્ષા, પાણી પીવા પણ બહાર નહિ જઈ શકાય
વિકાસની વાતો હવામાં, અહી તો બાળકો પણ પંખા વગરની આંગણવાડીમાં ભણી રહ્યા છે!!!
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે