Biparjoy Cyclone: વાવાઝોડા સામે બાથ ભીડવા આરોગ્ય કેન્દ્રો સજ્જ! 73 સગર્ભા બહેનોને સ્થળાંતરિત કરાઈ, 9ની સફળ પ્રસુતિ

Biparjoy Cyclone: વાવાઝોડું 15 જૂને માંડવી અને કરાચી વચ્ચે લેન્ડફોલ થવાની શક્યતા છે. લેન્ડફોલ થશે ત્યારે વાવાઝોડું વધુ સ્ટ્રોંગ બનશે. બિપોરજોય વાવાઝોડાની દિશા નોર્થ ઈસ્ટ તરફ રહેશે.

Biparjoy Cyclone: વાવાઝોડા સામે બાથ ભીડવા આરોગ્ય કેન્દ્રો સજ્જ! 73 સગર્ભા બહેનોને સ્થળાંતરિત કરાઈ, 9ની સફળ પ્રસુતિ

Biparjoy Cyclone, મુસ્તાદ દલ/જામનગર: બિપોરજોય વાવાઝોડું પ્રતિ કલાક 12 કિમીની ઝડપે આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડાથી કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, મોરબી, જામનગર, રાજકોટ અને જૂનાગઢ જિલ્લા પર ભારે જોખમ ઉભું થયું છે. આ સાત જિલ્લાના લાખો લોકો સતત ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે, ત્યારે બિપરજોય વાવાઝોડા સંદર્ભે આરોગ્ય શાખા જિલ્લા પંચાયત જામનગરની આરોગ્ય શાખા દ્વારા વ્યાપક પગલાંઓ લેવાઈ રહ્યા છે. જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજના સીધી દેખરેખ તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એચ.એચ.ભાયા ના માર્ગદર્શન હેઠળ જિલ્લાના તમામ આરોગ્ય કેન્દ્રોને આપદાનો સામનો કરવા સજ્જ કરાઈ રહ્યા છે.

રેપીડ રિસ્પોન્સ મેડિકલ ટીમ તેમજ મોબાઈલ મેડિકલ ટીમ દરિયાકાંઠાના ગામોમાં ફરી નાદુરસ્ત લોકોના આરોગ્ય તથા આશ્રયને લગતી તમામ કાળજીઓ લઈ રહી છે. જિલ્લા આરોગ્યની ટીમે આજ રીતે તમામ સંભવિત અસરગ્રસ્ત ગામોમાં પહોંચી આગામી અઠવાડીયા દરમિયાન જે સગર્ભાઓની પ્રસૂતિ થવાની હોય તેવી 73 બહેનોને દરીયાકાંઠા નજીકનાં જોખમી અને ભયજનક વિસ્તારમાથી સ્થળાંતરિત કરી પ્રસૂતિ થઇ શકે તેવા નજીકનાં આરોગ્ય કેન્દ્ર ખાતે  સરકારી એમ્બ્યુલન્સ મારફતે રીફર કરેલ છે. 

જ્યાં 24×7 ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ તેઓની પૂર્વ પ્રસૂતિ અંગેની સતત કાળજી રાખી રહ્યા છે. અને તમામ જીવન જરૂરી આનુષંગિક વ્યવસ્થા કરવામાં આવી છે. આ દરમિયાન 73 પૈકીના 9 સગર્ભા બહેનોની આરોગ્ય કેન્દ્રો ખાતે સફળ પ્રસૂતિ પણ કરાવવામાં આવેલ છે અને તેઓને સુરક્ષિત આશ્રયસ્થાન પુરૂ પાડવામાં આવેલ છે.

માંડવી અને કરાચી વચ્ચે લેન્ડફોલ થવાની શક્યતા
વાવાઝોડું 15 જૂને માંડવી અને કરાચી વચ્ચે લેન્ડફોલ થવાની શક્યતા છે. લેન્ડફોલ થશે ત્યારે વાવાઝોડું વધુ સ્ટ્રોંગ બનશે. બિપોરજોય વાવાઝોડાની દિશા નોર્થ ઈસ્ટ તરફ રહેશે.

15 જૂને ત્રણ જિલ્લામાં ભારે વરસાદની આગાહી  
15 જૂનના રોજ ગુજરાતના ત્રણ જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 15 જૂને કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અહીં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. તો મોરબી, રાજકોટ, જૂનાગઝ અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ જાહેરવામાં આવ્યું છે. 16 જૂને કચ્છ, મોરબી, પાટણ, મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા
સૌરાષ્ટ્ર કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આજે એટલે કે 13 જૂનના રોજ 4 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતના કચ્છ, જામનગર, રાજકોટ અને જૂનાગઢમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યાં આજે ભારે વરસાદ વરસી શકે છે. 14 જૂનના રોજ કચ્છ અને દેવભૂમિ દ્વારકામાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે, કચ્છ અને દેવભૂમિ દ્વારકામાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. જ્યારે મોરબી, જામનગર અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજકોટ અને જૂનાગઢમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news