Binsachivalay Exam: વિદ્યાર્થીઓનું આંદોલન ફળ્યું, સરકારે માંગણી સ્વીકારી, SITની રચના થશે
ગઈકાલથી ચાલી રહેલું બિનસચિવાલય પરીક્ષા (binsachivalay exam) રદ કરવાનું વિદ્યાર્થીઓનું આંદોલન વધુને વધુ મજબૂત બની રહ્યું છે. ત્યારે વિદ્યાર્થીઓની મહેતન આખરે રંગ લાવી છે. વિદ્યાર્થીઓના વિરોધ સામે આખરે સરકારને ઝૂકવુ પડ્યું હતું. રૂપાણી સરકારે (Vijay Rupani) પરીક્ષાર્થી નેતાઓના પ્રતિનિધિ મંડળને મંત્રણા માટે આમંત્રણ આપ્યું હતું. જેના બાદ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જિલ્લા કલેક્ટરને મળ્યા હતા. ત્યારે હવે બિનસચિવાલય પરીક્ષા મામલે એસઆઈટી (SIT) ની રચના કરવામાં આવશે તેવો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે.
Trending Photos
હિતલ પારેખ/ગાંધીનગર :ગઈકાલથી ચાલી રહેલું બિનસચિવાલય પરીક્ષા (binsachivalay exam) રદ કરવાનું વિદ્યાર્થીઓનું આંદોલન વધુને વધુ મજબૂત બની રહ્યું છે. ત્યારે વિદ્યાર્થીઓની મહેતન આખરે રંગ લાવી છે. વિદ્યાર્થીઓના વિરોધ સામે આખરે સરકારને ઝૂકવુ પડ્યું હતું. રૂપાણી સરકારે (Vijay Rupani) પરીક્ષાર્થી નેતાઓના પ્રતિનિધિ મંડળને મંત્રણા માટે આમંત્રણ આપ્યું હતું. જેના બાદ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જિલ્લા કલેક્ટરને મળ્યા હતા. ત્યારે હવે બિનસચિવાલય પરીક્ષા મામલે એસઆઈટી (SIT) ની રચના કરવામાં આવશે તેવો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે.
બિનસચિવાલય પરીક્ષાના રાજ્યભરના ઉમેદવારોએ પણ બે દિવસ ગાંધીનગર ન છોડવાનું મન બનાવી લીધું છે, ત્યારે સરકારને પણ આખરે ઝૂકવુ પડ્યું છે. વિદ્યાર્થીઓનુ પ્રતિનિધિમંડળ જિલ્લા કલેક્ટરને મળ્યું હતું. જેના બાદ જિલ્લા કલેકટરે કહ્યું કે, કલેક્ટર પરીક્ષાર્થીઓની પાંચ માંગણી સ્વીકારીઈ છે. ગેરીરીતિની ઊંડાણપૂર્વક તપાસ કરીશું. તેમજ વિદ્યાર્થીઓની માંગ સરકાર સમક્ષ રજૂ કરાશે.
આમ, પરીક્ષાર્થી નેતા યુવરાજસિંહની કલેક્ટર સાથેની બેઠક સકારાત્મક રહી છે. આ બેઠકમાં જિલ્લા કલેકટર કુલદીપ આર્યા, રેન્જ આઇજી મહેન્દ્ર સિંહ ચાવડા અને જિલ્લા પોલીસ વડા હાજર રહ્યા હતા. તો બીજી તરફ, બિન સચિવાલય પરીક્ષામાં ગેરરીતિની તપાસ એસઆઇટી દ્વારા કરવામાં આવશે તેવું જણાવાયું છે. ગાંધીનગર જિલ્લા કલેકટર કુલદીપ આર્યા સાથે વિદ્યાર્થી પ્રતિનિધિ યુવરાજસિંહ જાડેજા યોજાયેલી બેઠકમાં એસઆઈટી રચવા માટે સરકારે તૈયારી દાખવી છે. ત્યારે વિદ્યાર્થી આગેવાન યુવરાજસિંહ જાડેજાએ કલેક્ટરને માંગણી કરી કે, SITમાં એક પણ રાજકીય નેતા ન હોવો જોઈએ. નવી રચના એસઆઈટીમાં આઇ.એ.એસ કે આઇ.પી.એસ અને એક વિદ્યાર્થી પ્રતિનિધિને સ્થાન મળવું જોઈએ તેવી પણ વિદ્યાર્થીઓની માંગણી છે.
ઝી 24 કલાક સાથે યુવરાજસિંહ જાડેજાએ કલેક્ટરની બેઠક કર્યા બાદ કરી ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે કહ્યું કે, પરીક્ષા રદ ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. પાસ નહિ, પણ નિર્ણય જોઈએ છે. ત્યારે ઉમેદવારો પણ બે દિવસ ગાંધીનગર ન છોડવાનું મન બનાવી લીધું છે. એસઆઈટીના નિર્ણય પર યોગ્ય જવાબ અને કાર્યવાહી થશે તો જ આંદોલન પાછું ખેચીશું. હાલ તો આંદોલન ચાલુ જ રહેશે. પેપર ફૂટવાની ઘટનાના અમારી પાસે નક્કર પુરાવા છે. તેના પર તપાસ નિષ્પક્ષ થવી જોઈએ. મે કહીએ છીએ કે રિઝલ્ટ પોઝીટિવ આવશે અને વિદ્યાર્થીઓને ન્યાય મળીને રહેશે. હાલ અમે ધરણા પર બેસીશું. અમે રિઝલ્ટ લઈને નીકળીશું, તે સિવાય નહિ નીકળીએ. તો સાથે જ બપોર બાદ મુખ્યમંત્રી સાથે પણ બેઠક માટે બોલાવી શકે છે તેવો યુવરાજ સિંહે આશાવાદ વ્યક્ત કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે