ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર, બે સિનિયર મંત્રીઓના ખાતા છીનવાયા
રાજ્ય સરકારના બે સિનિયર મંત્રીઓના ખાતા છીનવાયા હોવાની માહિતી મળી રહી છે, જેમાં રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી મહેસૂલ ખાતુ અને પૂર્ણેશ મોદી પાસેથી માર્ગ મકાન ખાતુ પાછું લેવાયું હોવાની માહિતી મળી રહી છે.
Trending Photos
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતમાં નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નવી ટીમના બે સિનિયર મંત્રીઓને સોંપાયેલા ખાતા છીનવાયા છે. આ સમાચાર હાલ ચારેબાજુ ચર્ચાનો વિષય બનેલા છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, ભૂપેન્દ્ર પટેલ કેબિનેટમાં 2 મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારના બે સિનિયર મંત્રીઓના ખાતા છીનવાયા હોવાની માહિતી મળી રહી છે, જેમાં રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી મહેસૂલ ખાતુ અને પૂર્ણેશ મોદી પાસેથી માર્ગ મકાન ખાતુ પાછું લેવાયું હોવાની માહિતી મળી રહી છે. આ બન્ને ખાતા અન્ય બે નેતાઓને સોંપવામાં આવ્યા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને મહેસૂલ વિભાગ સોંપવામાં આવ્યો છે, જ્યારે જગદીશ પંચાલને માર્ગ મકાન ખાતુ સોંપવામાં આવ્યું છે.
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: વિધાનસભા ચૂંટણી પહેલા રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી મહેસૂલ અને પૂર્ણેશ મોદી પાસેથી માર્ગ મકાન ખાતું છીનવાયુ#BREAKING #BreakingNews #Gujarat pic.twitter.com/s2gKrNidYK
— Zee 24 Kalak (@Zee24Kalak) August 20, 2022
બંને ખાતાનો કેબિનેટ હવાલો મુખ્યમંત્રી પાસે રહેશે. રાજય કક્ષાના હવાલા રાજય મંત્રીઓને સોંપાયા છે. ચૂંટણી ટાણે સમગ્ર દેશમાં ભાજપનો આ પહેલો પ્રયોગ છે. જ્યાં ભાજપે સરકારના મંત્રીઓ અને નેતાઓને સીધો સંદેશ આપ્યો છે. કામમાં કોઈ પણ પ્રકારની ચૂક નહીં ચલાવાય તેવો સીધો સંદેશ મુખ્યમંત્રીએ નેતાઓને આપી દીધો છે.
ઉલ્લેખનીય છે કે, ભૂપેન્દ્ર પટેલ સરકારની નવી ટીમના મંત્રીઓએ થોડા સમય પહેલા મંત્રીપદના શપથ લીધા હતા. જેમાં સૌપ્રથમ કેબિનેટ મંત્રી તરીકે રાજેન્દ્ર ત્રિવેદી, જીતુ વાઘાણી, ઋષિકેશ પટેલ, પૂર્ણેશ મોદી, રાઘવજી પટેલે એકસાથે શપથ લીધા હતા. ત્યારબાદ કનુ દેસાઈ, કિરીટ રાણા, નરેશ પટેલ, પ્રદીપ પરમાર, અર્જુન સિંહ ચૌહાણે પણ કેબિનેટ મંત્રી તરીકે એકસાથે શપથ લીધા હતા. 10 કેબિનેટ કક્ષાના અને 14 રાજ્યકક્ષાના મંત્રીઓએ નવી સરકારમાં શપથ લીધા હતા અને તેમને વિભાગોની વહેંચણી કરવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે