Gujarat Election 2022: ગુજરાત રાજકારણના સૌથી મોટા સમાચાર, જાણો AAP નેતા અલ્પેશ કથીરિયા ક્યાંથી લડી શકે છે ચૂંટણી?
Gujarat Election 2022 :AAPએ તાજેતરમાં જાહેર કરેલી યાદીમાં ગોંડલ બેઠક પર મનિષા ખૂંટનું નામ જાહેર કર્યુ છે. પરંતુ ગોંડલ બેઠક પર પાટીદાર મતદારો હોવાથી AAPના ઉમેદવાર બદલાય તેવી શક્યતા જોવામાં આવી રહી છે.
Trending Photos
ગૌરવ દવે/સુરત: વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે, ત્યારે ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે AAP નેતા અલ્પેશ કથીરિયા ગોંડલથી ચૂંટણી લડી શકે છે. આમ આદમી પાર્ટી અલ્પેશ કથીરિયાને ગોંડલથી ટિકિટ આપે તેવી પ્રબળ શક્યતા દેખાઈ રહી છે.
AAPએ તાજેતરમાં જાહેર કરેલી યાદીમાં ગોંડલ બેઠક પર મનિષા ખૂંટનું નામ જાહેર કર્યુ છે. પરંતુ ગોંડલ બેઠક પર પાટીદાર મતદારો હોવાથી AAPના ઉમેદવાર બદલાય તેવી શક્યતા જોવામાં આવી રહી છે. યુદ્ધ એ જ કલ્યાણ ગ્રુપે પણ અલ્પેશ કથીરિયાને સમર્થન આપ્યુ છે.
મહત્વનું છે કે, થોડા સમય પહેલા જ અલ્પેશ કથીરિયાએ AAPની ટોપી પહેરી છે. AAPએ ગોંડલ બેઠક પર મનિષા ખૂંટનું નામ જાહેર કર્યું છે. ગોંડલ બેઠક પર પાટીદાર મતદારો હોવાથી ઉમેદવાર બદલાઈ શકે છે. ત્યારે હવે AAP અલ્પેશ કથીરિયાને ચૂંટણીમાં ઉમેદવાર જાહેર કરી શકે છે. અલ્પેશ કથીરિયાને ગોંડલ બેઠકથી ટિકિટ મળે તેવી શક્યતા છે.
અલ્પેશને લઈને આપની સ્ટ્રેટેજી
અલ્પેશ કથીરિયાને AAP માં સામેલ કરાવીને અરવિંદ કેજરીવાલ સૌરાષ્ટ્રને ટાર્ગેટ કરવા માંગે છે. કેજરીવાલની સ્ટ્રેટેજી મિશન સૌરાષ્ટ્ર છે. અલ્પેશના આગમનથી કેજરીવાલ સૌરાષ્ટ્રના 5 જિલ્લા પર ટાર્ગેટ કરી શકે છે. અલ્પેશના આપમાં જોડાવાથી સુરતની 5 બેઠકો પર સીધી અસર થશે. સાથે જ ભાવનગર, અમરેલી, બોટાદ અને જૂનાગઢની બેઠકો પર પણ અસર થશે. પાટીદાર અનામત આંદોલનની અસરવાળા વિસ્તારો પ્રભાવિત થશે.
આ પણ જુઓ વીડિયો:-
સૌરાષ્ટ્રમાં જે કાંઈ થાય તે સુરતમાં થાય
અલ્પેશ કથીરિયાએ વંદે માતરમ, જય જવાન જય કિશનના નારા સાથે સંબોધનની શરૂઆત કરી હતી. સાથે જ તેમણે સ્ટેજ પરથી પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને પણ યાદ કર્યા હતા. તેમણે કહ્યું કે, જેટલી સંઘર્ષ મોટો એટલી જીત શાનદાર. સુરત અને સૌરાષ્ટ્રની તાસીર છે. એવું કહેવાય છે કે, સૌરાષ્ટ્રમાં જે કાંઈ થાય તે સુરતમાં થાય. જે સુરતમાં અનાજ પહોંચાડે છે તે સૌરાષ્ટ્રની ભૂમિમાંથી જોડાવવાનું અમે નક્કી કર્યું હતું. 2 રાજદ્રોહ સહિત 22 કેસો અમને મળ્યા છે. 2015 થી આજ સુધી વિશિષ્ટ આંદોલન થયા. 7 વર્ષ સુધી જો કોઈ આંદોલન થયું તો પાટીદાર સમાજનું આંદોલન છે. હવે તમારા હાથમાં દશા અને દિશા નક્કી કરવાનો સમય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે