રેલવેમાં મુસાફરી કરતા મુસાફરો માટે મોટા સમાચાર : 19, 20 અને 21 જુલાઈએ ગુજરાતની આ ટ્રેનો રદ

Trains Cancel : સાણંદ સ્ટેશન પર ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ કામ માટે પ્રસ્તાવિત બ્લોકને કારણે અમદાવાદ મંડળ થી દોડતી/પસારથતી કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે
 

રેલવેમાં મુસાફરી કરતા મુસાફરો માટે મોટા સમાચાર : 19, 20 અને 21 જુલાઈએ ગુજરાતની આ ટ્રેનો રદ

Train Update : ગુજરાતમાં રોજ અનેક લોકો નોકરી અને ધંધાના કામ માટે અપડાઉન કરતા હોય છે. ત્યારે રોજ મુસાફરી કરતા રેલવેના મુસાફરો માટે મોટા અપડેટ આવ્યા છે. પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન પર આવેલા અમદાવાદ-વિરમગામ સેક્શનના સાણંદ સેક્શનથી સાણંદ સ્ટેશન સુધીની કનેક્ટિવિટીની કામગીરી થવાની છે. તેથી 19 થી 21 જુલાઈ દરમિયાન દોડતી ટ્રેનોને મોટી અસર પડશે. ઈન્ટરલોકિંગની કામગીરીને પગલે કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે. 

હાલમાં રેલવે દ્વારા યાર્ડ રિમોડેલિંગ અને નોન-ઈન્ટરલોકિંગનું કામ કરવામાં આવી રહ્યું છે. જેના કારણે ઘણી ટ્રેનો રદ કરવી પડી છે. સાણંદ સ્ટેશન પર ઈન્ટરલોકિંગ કામને કારણે કેટલીક ટ્રેનો રદ રહેશે. માહિતી મુજબ, પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન પર અમદાવાદ વિરમગામ સેકશનનાં ડીએફસીસીઆઈએલના સાણંદ (દક્ષિણ) સ્ટેશનથી સાણંદ સ્ટેશનની કનેકિટવિટીના સંબંધમાં નોન ઈન્ટર લોકિંગ કાર્યને કારણે રાજકોટ ડિવિઝનમાંથી ચાલતી પસાર થતી કેટલીક ટ્રેનો રદ્દ રહેશે. 

19 જુલાઈ - વેરાવળ-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ
20 જુલાઈ - વિરમગામ અમદાવાદ મેમુ, ભુજ-ગાંધીનગર કેપિટલ સ્પેશિયલ, વેરાવળ-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ, જામનગર-વડોદરા-ઈન્ટરસિટી એક્સપ્રેસ
21 જુલાઈ - ગાંધીનગર કેપિટલ વેરાવળ એક્સપ્રેસ, જામનગર-વડોદરા ઈન્ટરસિટી એક્સપ્રેસ 

21 જુલાઈ 2024ની સંપૂર્ણ રદ્ કરાયેલી ટ્રેનો

  • ટ્રેન નંબર 19036 અમદાવાદ-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ
  • ટ્રેન નંબર 19035 વડોદરા-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ
  • ટ્રેન નંબર 09495 વડોદરા-અમદાવાદ મેમુ સ્પેશિયલ
  • ટ્રેન નંબર 09496 અમદાવાદ-વડોદરા મેમુ સ્પેશિયલ
  • ટ્રેન નંબર 09400 અમદાવાદ-આણંદ મેમુ સ્પેશિયલ
  • ટ્રેન નંબર 09399 આણંદ-અમદાવાદ મેમુ સ્પેશિયલ
  • ટ્રેન નંબર 09328 અમદાવાદ-વડોદરા મેમુ સ્પેશિયલ
  • ટ્રેન નંબર 09273 વડોદરા-અમદાવાદ મેમુ સ્પેશિયલ
  • ટ્રેન નંબર 09312 અમદાવાદ-વડોદરા મેમુ સ્પેશિયલ
  • ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઈન્ટરસિટી એક્સપ્રેસ
  • ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ

21 જુલાઈ 2024 ની રોજ આંશિક રીતે રદ્ ટ્રેનો
ટ્રેન નંબર 22953 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ એક્સપ્રેસને વડોદરા સ્ટેશન પર સૉર્ટ ટર્મિનેટ થશે અને આ ટ્રેન વડોદરા-અમદાવાદ વચ્ચે આંશિક રીતે નિરસ્ત રહેશે.
ટ્રેન નંબર 19034 અમદાવાદ-વલસાડ ગુજરાત ક્વીન એક્સપ્રેસ વડોદરા સ્ટેશનથી સૉર્ટ ઓરિજિનેટ થશે અને આ ટ્રેન અમદાવાદ-વડોદરા વચ્ચે આંશિક રીતે નિરસ્ત રહેશે.
ટ્રેન નંબર 09311 વડોદરા-અમદાવાદ મેમુ સ્પેશિયલ આણંદ સ્ટેશન પર સૉર્ટ ટર્મિનેટ થશે અને આ ટ્રેન આણંદ-અમદાવાદ વચ્ચે આંશિક રીતે નિરસ્ત રહેશે.

આ ટ્રેનો પણ આંશિક રીતે રદ
21થી 29 જુલાઈ સુધી સાબરમતી-જોધપુર એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે. પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન પર અમદાવાદ-પાલનપુર સેક્શનમાં કમલી-સિદ્ધપુર-ધારેવાડા સ્ટેશનો વચ્ચે ડબલ લાઇનના કામને કારણે, સાબરમતી-જોધપુર એક્સપ્રેસ સાબરમતી અને આબુ રોડ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

21 જુલાઈ થી 29 જુલાઈ, 2024 સુધી સાબરમતી થી ચાલતી ટ્રેન નંબર 14822 સાબરમતી-જોધુપર એક્સપ્રેસ સાબરમતી અને આબુ રોડ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
20 જુલાઈ થી 28 જુલાઈ, 2024 સુધી, જોધપુર થી ચાલતી ટ્રેન નંબર 14821 જોધપુર-સાબરમતી એક્સપ્રેસ આબુ રોડ અને સાબરમતી વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news