ખેડૂતો માટે સૌથી મોટી ખુશખબર: ગંધારા સુગરમાં અટવાયેલા પૈસા પરત કરવાની કાર્ય યોજનાને કેબિનેટની મંજૂરી

ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કાયાવરોહણ ગામે યોજાયેલી ખેડૂત માર્ગદર્શન સભામાં ખુશીના ખબર આપ્યાં હતા. તેમણે જણાવ્યું કે અસરકારક રજૂઆતોને સંવેદના સાથે ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે ગંધારા સુગરમાં અટવાયેલા સભાસદ ખેડૂતોના રૂ.25 કરોડ પરત ચૂકવવાની કાર્ય યોજના કેબિનેટમાં મંજૂર કરી છે. તેમણે જણાવ્યું કે, મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાએ ગુજરાતના ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને અમલમાં મુકવામાં આવી છે. ખેતીમાં નુકશાન સામે એક પણ રૂપિયાનું પ્રીમિયમ ભર્યા વગર વીમા સુરક્ષા જેવા છત્રનો લાભ આપનારું ગુજરાત પ્રથમ રાજ્ય છે.
ખેડૂતો માટે સૌથી મોટી ખુશખબર: ગંધારા સુગરમાં અટવાયેલા પૈસા પરત કરવાની કાર્ય યોજનાને કેબિનેટની મંજૂરી

અમદાવાદ: ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કાયાવરોહણ ગામે યોજાયેલી ખેડૂત માર્ગદર્શન સભામાં ખુશીના ખબર આપ્યાં હતા. તેમણે જણાવ્યું કે અસરકારક રજૂઆતોને સંવેદના સાથે ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે ગંધારા સુગરમાં અટવાયેલા સભાસદ ખેડૂતોના રૂ.25 કરોડ પરત ચૂકવવાની કાર્ય યોજના કેબિનેટમાં મંજૂર કરી છે. તેમણે જણાવ્યું કે, મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાએ ગુજરાતના ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને અમલમાં મુકવામાં આવી છે. ખેતીમાં નુકશાન સામે એક પણ રૂપિયાનું પ્રીમિયમ ભર્યા વગર વીમા સુરક્ષા જેવા છત્રનો લાભ આપનારું ગુજરાત પ્રથમ રાજ્ય છે.

ગૃહરાજ્યમંત્રીએ જણાવ્યું કે, કૃષિ મહોત્સવ સહિતના આયોજનો દ્વારા ગુજરાતે ખેતીની બાબતમાં પ્રશિક્ષિત ખેડૂતો દ્વારા ઉન્નત ખેતીની દિશા દેશને દર્શાવી છે. ગુજરાતે જમીન ચકાસણી શરૂ કરાવી અને ખેડૂતોને પ્રમાણસર પાણી, ખાતર અને બિયારણ વાપરીને વળતર્યુક્ત ખેતીને ઉત્તેજન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, નર્મદા સહિત વિવિધ યોજનાઓના વિનિયોગથી આજે રાજ્યની 75 લાખ હેકટર જમીન સિંચિત થઈ છે. ખેડૂતોની ખાતર વિષયક સમસ્યાઓનું નિવારણ કરવામાં આવ્યું છે. ગુજરાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના, રાજ્યમાં શાસન કાળથી ખેતીને અગ્રતા આપવાની નીતિનો અમલ કર્યો છે.

ગૃહરાજ્ય મંત્રીએ જણાવ્યું કે, રાજ્યના ખેડૂતોના જમીન અધિકારને સુરક્ષિત રાખવા સરકારે એન્ટી લેન્ડ ગ્રેબીંગ એકટ અમલમાં મૂક્યો છે. પાસાના કાયદાને વ્યાપક બનાવી વ્યાજખોરી, છેડતી, બાળ શોષણ, સાયબર ગુનાઓ સામે રાજ્યના પ્રજા સમુદાયોને વધુ સુરક્ષાની ખાત્રી આપી છે. તેમણે કોરોના સંકટ સામે રાજ્યની પ્રજાને રક્ષિત રાખવા માટે રાજ્ય સરકારે કરેલી કામગીરીની વિગતો આપીને કોરોના યોદ્ધા તરીકે પોલીસ અને પ્રશાસનની સમર્પિત કામગીરીને બિરદાવી હતી. તેમણે જણાવ્યું કે તાજેતરના વ્યાપક વરસાદથી ખેડૂતોને થયેલા નુકશાનનો સર્વે વડોદરા જિલ્લા પંચાયતે શરૂ કરાવી દીધો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news