હવે વિદેશ જવા ગુજરાતીઓને ફાંફા પડશે, UK અને Canada એ નિયમોમાં કર્યા મોટા બદલાવ
UK And Canada new visa rules to impact many Indian families : કેનેડા અને યુકે સરકારે વિઝાના નિયમોને લઈને મોટા ફેરફાર કર્યા છે.... આ ફેરફાર લાગુ થવાથી હવે કેનેડા અને યુકે જવાના ખ્વાબ ગુજરાતીઓને છોડી દેવા પડશે તેવુ લાગે છે
Trending Photos
Canada Student Visa : અમેરિકા અને ઓસ્ટ્રેલિયા બાદ યુકે અને કેનેડા ગુજરાતીઓને વસવા માટે હોટ ફેવરિટ ડેસ્ટિનેશન હતા. આ દેશોમાં છેલ્લા કેટલાક વર્ષોથી મોટી સંખ્યામાં ગુજરાતીઓ જઈ રહ્યાં છે. પરંતું લાગે છે કે, હવે આ દેશોમાં જવુ ગુજરાતીઓનું સપનુ સાકાર નહિ થઈ શકે. કારણ કે, છેલ્લા બે દિવસમાં બંને દેશોની સરકારે ભારતીયોને મોટો ઝટકો આપ્યો છે. 1 જાન્યુઆરીથી કેનેડામાં અભ્યાસ કરવો મોંઘો પડશે. કારણ કે, GICની રકમ 20,635 ડોલર કરી દેવાઈ છે. તો બીજી તરફ, યુકેએ વિઝાને લઈને 5 નવા નિયમો જાહેર કર્યાં છે. જે બ્રિટનમાં સ્થાયી થવા, નોકરી કરવા અને અભ્યાસ કરવા માગતા લોકો માટે આ કાયદા ખૂબ જ ખરાબ સાબિત થઈ શકે છે.
કેનેડા જતાં લોકો માટે માઠા સમાચાર
હવે આગામી 1 જાન્યુઆરી, 2024 થી કેનેડામાં અભ્યાસ કરવો મોંઘો પડશે. કેનેડાની ટ્રુડો સરકારે GIC ની રકમ 20,635 ડોલર કરી દીધી છે. આ રકમ 10 હજાર ડોલરથી બમણી કરીને 20,635 ડોલર કરી છે. જે નવી સ્ટડી પરમિટ અરજીઓ માટે લાગૂ પડશે. તેમજ ઓફ કેમ્પસ વર્ક અવર્સ વધારીને પ્રતિ સપ્તાહ 30 કલાક કરવા વિચારણા ચાલી રહી છે.
કેનેડા જવાનો કઈ ફાયદો નથી
હવે કેનેડા જઈને અભ્યાસ કરનારા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને કેનેડા સરકારે ચૂપચાપ મોટો ઝટકો આપી દીધો છે. કેનેડા સરકારે જાહેરાત કરી છે કે 1 જાન્યુઆરી 2024થી કેનેડા આવનારા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે નાણાકીય જીવન જરૂરિયાતો (cost-of-living requirements) બમણી કરવામાં આવશે. સમાચાર એજન્સી શિન્હુઆના રિપોર્ટ મુજબ ઈમિગ્રેશન, શરણાર્થી અને નાગરિકતા મંત્રી માર્ક મિલરે એક સમાચાર વિજ્ઞપ્તિમાં કહ્યું છે કે અરજીકર્તાએ એ જોવું પડશે કે તેની પાસે ટ્યુશન અને મુસાફરી ખર્ચના પહેલા વર્ષ ઉપરાંત 20,635 કેનેડિયન ડોલર (લગભગ 15,181 અમેરિકી ડોલર) છે, જે લગભગ 12 લાખ 66 હજાર ભારતીય રૂપિયા છે. આ નવા નિર્ણયથી ગુજરાતીઓ સહિત સમગ્ર દુનિયાના વિદ્યાર્થીઓ પ્રભાવિત થશે કારણ કે હવે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને ત્યાં રહેવા અને અભ્યાસ કરવા માટે પહેલા કરતા વધુ પૈસા ખર્ચવા પડશે. આ સાથે જ મજબૂત નાણાકીય બેકગ્રાઉન્ડ પણ દેખાડવું પડશે. કેનેડાના ઈમીગ્રેશન, રિફ્યૂજી અને સિટિઝનશીપ મંત્રી માર્ક મિલરે આ ફેરફારની જાહેરાત કરી છે.
UK VISA કે રહેવાના સપનાં છોડી દો!
બ્રિટનમાં ઋષિ સુનક સરકારે સંસદમાં એક કાયદો રજૂ કર્યો છે, જેમાં વિઝાને લઈને 5 નવા નિયમો જારી કરવામાં આવ્યા છે. બ્રિટનમાં સ્થાયી થવા, નોકરી કરવા અને અભ્યાસ કરવા માગતા લોકો માટે આ કાયદા ખૂબ જ ખરાબ સાબિત થઈ શકે છે. નિયમો કડક કરીને આવતા વર્ષે થનારી સામાન્ય ચૂંટણી પહેલા ઈમિગ્રેશનને રોકવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સોમવાર, 4 ડિસેમ્બરે રજૂ કરાયેલું બિલ વિદેશી કામદારોના પગારમાં વધારો કરે છે પરંતુ પરિવારના આશ્રિત તરીકે સમાવેશ માટેના નિયમોને કડક બનાવે છે. જો કોઈ વ્યક્તિ બ્રિટનમાં વર્કિંગ વિઝા મેળવવા માંગે છે, તો તેનો મૂળ પગાર 38,700 પાઉન્ડ (આશરે રૂ. 40 લાખ) હોવો જોઈએ, જે પહેલાં 26,000 પાઉન્ડ (આશરે રૂ. 27 લાખ) હતો. મંગળવારે હાઉસ ઓફ કોમન્સમાં બોલતા, બ્રિટનના ગૃહ સચિવ જેમ્સ ક્લેવરલીએ જણાવ્યું હતું કે આ કાયદાનો એકમાત્ર હેતુ ઇમિગ્રેશનમાં 3 લાખનો ઘટાડો કરવાનો છે. પીએમ ઋષિ સુનકે ટ્વીટ કરીને તેને ઈમિગ્રેશન રોકવા માટેનું 'ક્રાંતિકારી પગલું' ગણાવ્યું છે. તેમણે લખ્યું છે કે, 'ઇમિગ્રેશન અતિશય છે. આજે અમે તેને ઘટાડવા માટે નિર્ણાયક પગલાં લઈ રહ્યા છીએ. આ પગલાં ખાતરી આપશે કે ઇમિગ્રેશન હંમેશા યુકેના શ્રેષ્ઠ હિતોની સેવા કરે છે.
અન્ય દેશોની સરખામણીમાં કેનેડામાં શિક્ષણ સસ્તુ હતું અને રહેવું ખાવું પીવું પણ સસ્તું હતું. કેનેડાની સૌથી મોટી યુનિવર્સિટી અમેરિકા અને યુરોપની ટોચની યુનિવર્સિટીઓની સરખામણીમાં અડધી ફી લે છે. કેનેડામાં અભ્યાસનો ખર્ચ પાઠ્યક્રમ પર નિર્ભર કરે છે. એ જ રીતે વાર્ષિક રહેવાનો ખર્ચ લગભગ એક લાખ રૂપિયા થતો હતો. અહીં વિદ્યાર્થીઓ અભ્યાસ સાથે સાથે કામ પણ કરી શકે છે. પંરતુ હવે અહીં આવતા વિદ્યાર્થીઓને મોટો ઝટકો લાગ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે