BIG BREAKING : રાહુલ ગાંધીને મોટો ઝટકો, મોદી અટક કેસમાં ગુજરાત હાઈકોર્ટે અરજી ફગાવી દીધી

Rahul Gandhi Judgement : રાહુલ ગાંધી બદનક્ષી કેસમાં ગુજરાત હાઈકોર્ટ આજે રિવિઝન અરજી પર ચુકાદો આવ્યો... સુરતની કોર્ટે રાહુલ ગાંધીને ફટકારી છે 2 વર્ષની સજા... ગુજરાત હાઈકોર્ટમાં ચુકાદાને પડકારાયો હતો

BIG BREAKING : રાહુલ ગાંધીને મોટો ઝટકો, મોદી અટક કેસમાં ગુજરાત હાઈકોર્ટે અરજી ફગાવી દીધી

Gujarat Highcourt : રાહુલ ગાંધી સામે મોદી અટક બદનક્ષી કેસમાં આજે ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો આવી ગયો છે. રાહુલ ગાંધીએ મોદી અટક બદનક્ષી કેસમાં સુરતની નીચલી અદાલતના ચુકાદાને હાઇકોર્ટમાં પડકાર્યો હતો. સજા પર સ્ટે માટે યોગ્ય કારણ ન હોવાથી રાહુલ ગાંધીની અરજી કરી છે. હાઈકોર્ટે રાહુલ ગાંધીની અરજી ફગાવી દીધી આમ, હાઈકોર્ટમાંથી રાહુલ ગાઁધીને કોઈ રાહત મળી નથી. હવે રાહુલ ગાંધી માટે આ ચુકાદો બહુ જ મહત્વનો હતો, ત્યારે હવે તેઓ સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે. કોર્ટે અવલોકન કરતા કહ્યું કે, નીચેલી કોર્ટના જજમેન્ટ હાઇકોર્ટને દખલગીરી કરવુ યોગ્ય નથી લાગતું.

રાહુલ ગાંધી પાસે હવે સુપ્રીમ કોર્ટ એકમાત્ર વિકલ્પ 
રાહુલ ગાંધીની સજા પર સ્ટે આપવા ગુજરાત હાઈકોર્ટે ઈનકાર કર્યો. જજ હેમંત પ્રચ્છકે ચુકાદો સંભળાવ્યો હતો અને રાહુલ ગાંધીની અરજી નકારી હતી. તેથી હવે હવે રાહુલ ગાંધી પાસે સુપ્રીમ કોર્ટ એકમાત્ર વિકલ્પ બચ્યો છે.  રાહુલ ગાંધી દ્વારા સજા પર રોક લગાવવાની માંગણી કરતી અરજી પર ગુજરાત હાઈકોર્ટમાં જસ્ટિસ હેમંત પ્રિચ્છકની બેન્ચ સવારે 11:00 વાગ્યે પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો. રાહુલની અરજી પર જસ્ટિસ હેમંત પ્રિચકની બેન્ચે મે મહિનામાં સુનાવણી દરમિયાન વચગાળાની રાહત આપવાનો ઇનકાર કર્યો હતો. ત્યારે કોર્ટે કહ્યું હતું કે તેઓ આ મામલે સીધો અંતિમ આદેશ જારી કરશે.

અમે સુપ્રીમ કોર્ટમાં જઈશું - રાહુલ ગાંધીના વકીલ
રાહુલ ગાંધીના વકીલ પંકજ ચાંપાનેરીએ ચુકાદા બાદ જણાવ્યું કે, આખા ચુકાદાનો અભ્યાસ કરવો પડશે. કુલ 80-90 પેજનો આ ચુકાદો છે. તેથી હાલ તેના વિશે વધુ કહી શકુ તેમ નથી. હવે હાઈકોર્ટનો ચુકાદો રાહુલ ગાંધીની વિરુદ્ધ આવ્યો છે. તેથી અમે સુપ્રીમ કોર્ટમાં જઈશું.

આ લડાઈ લાંબી ચાલશે - અમિત ચાવડા 
અમિત ચાવડાએ કહ્યું કે, નરેન્દ્ર મોદી પર સવાલો કરાવના શરૂ કર્યા, તમારા અને કૌભાંડી મોદીઓ વચ્ચે શું સંબંધ છે. દેસના ખેડૂતો સામે વાત થઈ, મહિલાઓ પર અત્યાચારની વાત કરી, રોજગારની વાત કરી. આ બધી વાતોથી તેમને લાગ્યુ કે રાહુલજી આવુ બોલતા રહેશે તો સરકારની પોલ ખૂલશે. તેમના અને અદાણીના સંબંધોની પોલ ખૂલી જશે. તેથી તેમનો અવાજ દબાવવાનો પ્રયાસ કરાયો. અલગ અલગ જગ્યાએ માનહાનિના કેસ દાખલ કરાયા. દરેક પ્રકારના પ્રાવધાન હોવા છતા એવા ચુકાદા આપી રહ્યા છે કે દેશમાં લોકશાહી પૂરી કરીને તાનાશાહનું શાસન આવી રહ્યું છે. રાહુલજી કહે છે કે, ડરો મત લડો. તમે સરકાર અને સત્તાના દમથી પાર્લામેન્ટથી બહાર કાઢી શકો છો, પરંતુ દેશના લોકો માટે લડાઈ લડવાથી નથી રોકી શક્તા. હુ લોકોનો અવાજ બનીશું. આ લડાઈ લાંબા ચાલશે. અમને કાયદા પર વિશ્વાસ છે. અમે આગળ સુપ્રીમ કોર્ટ પાસે જઈશું. 

શુ હતો મામલો
ત્રણ વર્ષ પહેલા કર્ણાટક (Karnataka) ખાતે લોકસભાની ચૂંટણી પ્રચાર સભામાં કોગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સમાજ વિરુદ્ધ ટીપ્પણી કરી હતી. જેને લઈને જેથી સુરતી મોઢવણિક સમાજના પ્રમુખ તથા સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી (Rahul Gandhi) વિરુદ્ધ માનહાનિનો દાવો કર્યો હતો. હાલમાં સુરતની ચીફ કોર્ટમાં ચાલતી આ કેસની કાર્યવાહી દરમિયાન અગાઉ આરોપી રાહુલ ગાંધીએ સુરત કોર્ટમાં હાજર રહીને ગુનાના આક્ષેપોને નકારી કેસ કાર્યવાહીનો સામનો કરવાની તૈયારી દાખવી હતી. 

પ્રથમ ગુનામાં બે વર્ષની સજા થઈ શકે એવું ના બને - બાબુ માંગુકિયા 
રાહુલ ગાંધીનો મોદી અટક કેસમાં આજે ચુકાદો આવશે. ત્યારે કોંગ્રેસ નેતા અને સિનિયર એડવોકેટ બાબુ માંગુકિયાએ કોર્ટમાં જતા પહેલા નિવેદન આપતા જણાવ્યું હતું કે, આ ચુકાદો ખૂબ મહત્વનો છે. રાહુલ ગાંધીનની સજા પર સ્ટેની માંગ કરાઈ છે. હાઇકોર્ટ સજા પર સ્ટે યથાવત રાખે તો અમે સુપ્રીમ કોર્ટ જઈશું. અનેક ચુકાદા અમે કોર્ટમાં રજૂ કર્યા છે. મોદી વિશે વાત કરી હતી કોઈ સમાજ વિશે રાહુલ ગાંધીએ કહ્યું નથી. આ સજાને પાત્ર નથી, આ મહત્વની રજુઆત કરી છે. નીચેની કોર્ટના ચુકાદા ક્ષતિ ભર્યા છે. રાહુલ ગાંધીનું કન્વિંક્શન રદ થાય તો સંસદ પદ પાછું આવે. જો અમારા પક્ષમાં ના આવે તો અમે સુપ્રીમ કોર્ટમાં જઈશું. ટ્રાયલ કોર્ટના અવલોકનો ગંભીર ક્ષતિભર્યા છે. રાહુલ ગાંધી શું બોલ્યા હતા એ કોર્ટમાં સ્પષ્ટ નથી થતું. રાહુલ ગાંધી ત્રણ મોદી અંગે બોલ્યા હતા, મોદી સમાજ માટે બોલ્યા ના હતા. પ્રથમ ગુનામાં બે વર્ષની સજા થઈ શકે એવું ના બને. રાહુલ ગાંધીને રાહત મળે એવી અમારી દલીલ છે. 

જજ ગીતા ગોપીએ નોટ બિફોર મી કરી હતી
હાઇકોર્ટના જજ ગીતા ગોપીએ રાહુલની રિવિઝન અરજીને 'નોટ બીફોર મી' કહેતા તે કેસ જજ હેમંત પ્રચ્છકની કોર્ટમાં ચાલી રહ્યો છે. ત્યારે હાઇકોર્ટમાં ઉનાળુ વેકેશન પહેલાં સુનવણીમાં રાહુલ ગાંધી તરફથી સુપ્રીમ કોર્ટના સિનિયર એડવોકેટ અભિષેક મનુ સિંઘવી ઉપસ્થિત રહ્યા હતા. જજ હેમંત પ્રચ્છકે ચુકાદો હાઇકોર્ટના ઉનાળુ વેકેશન બાદ આપવાનું જણાવ્યું હતું. અભિષેક મનુ સિંઘવીએ કોર્ટને ત્યાં સુધી રાહુલ ગાંધીના અપીલેટ કોર્ટના ચુકાદા પર વચગાળાનો સ્ટે આપવાની માંગ કરી હતી. જેનો ફરિયાદી પક્ષના વકીલે વિરોધ કરતા. ચુકાદો ઉનાળુ વેકેશન બાદ આપવાનું જજ હેમંત પ્રચ્છકે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે હાઇકોર્ટનું ઉનાળુ વેકેશન 06 મે થી શરૂ થઈને અને 04 જૂને પૂર્ણ થયું હતું. આમ રાહુલ ગાંધીને ચુકાદા માટે ઉનાળુ વેકેશન બાદ પણ 01 મહિનો જેટલો સમય રાહ જોવી પડી છે.

હાલ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અને વકીલ શક્તિસિંહ હાઇકોર્ટ પહોંચ્યા હતા. રાહુલ ગાંધીના ચુકાદામાં શક્તિસિંહ ગોહિલ કોર્ટમાં ઉપસ્થિત રહ્યા હતા. સુરત સેસન્સ કોર્ટના ચુકાદાને ગુજરાત હાઈકોર્ટમાં પડકારાયો છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news