ગામમાં પાણી કે પાણીમાં ગામ! ધોધમાર વરસાદના કારણે આ પંથકમાં લોકોને આવ્યો રોવાનો વારો

બોટાદ જિલ્લાના ઉપરવાસના વિસ્તારોમાં ભારે વરસાદ વરસતા ગઢડા તાલુકાના કાળુભાર ડેમનું રૂલ લેવલ જાળવવા ડેમમાંથી પાણી છોડાઈ રહ્યું છે, જ્યારે ઉમરાળા અને વલભીપુર તાલુકા પંથકમાં પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે.

ગામમાં પાણી કે પાણીમાં ગામ! ધોધમાર વરસાદના કારણે આ પંથકમાં લોકોને આવ્યો રોવાનો વારો

નવનીત દલવાડી/ભાવનગર: જિલ્લામાં ઘણા લાંબા સમયથી વરસાદી માહોલ છવાયો છે. તેમજ જિલ્લાના અનેક તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસી રહ્યો છે, જેમાં ધોધમાર વરસાદના કારણે ભાલ પંથકના ખેડૂતોને ફરી એકવાર રોવાનો વારો આવ્યો છે. 

બોટાદ જિલ્લાના ઉપરવાસના વિસ્તારોમાં ભારે વરસાદ વરસતા ગઢડા તાલુકાના કાળુભાર ડેમનું રૂલ લેવલ જાળવવા ડેમમાંથી પાણી છોડાઈ રહ્યું છે, જ્યારે ઉમરાળા અને વલભીપુર તાલુકા પંથકમાં પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે જેના કારણે આ બંને તરફના પાણી ભાલ પંથકમાં થઈને દરિયામાં ભળી જતાં હોય છે, પરંતુ ભાલ પંથકની મોટાભાગની જમીનો મીઠા ઉદ્યોગ માટે ફાળવી દેવાના કારણે અગરો બનાવવા માટે બનાવાયેલા પાળા દરિયામાં વહી જતાં પાણીને રોકી રહ્યા છે. .

No description available.

ભાલ પંથકમાંથી કુલ સાત નદીઓ પસાર થઈ રહી છે જેના કારણે લાખો કયુસેક પાણી નો ધસમસતો પ્રવાહ ભાલ પંથકમાંથી પસાર થાય છે, ત્યારે અગરો માટે બનાવાયેલ પાળા અને ખાડીમાં થઈ ગયેલું પુરાણ પાણીને અવરોધી રહ્યા છે, જેના કારણે ભાલ વિસ્તારના 20 થી વધુ ગામોમાં પાણી એકઠું થઈ જતાં ખેતરો જળબંબાકાર બની જાય છે. 

અહિ કપાસ, ચણા, જુવાર, બાજરી, અને ભાલ પ્રદેશના ખૂબ પ્રખ્યાત ઘઉંની ખેતી થાય છે, પરંતુ ખેતરોમાં સતત પાણી ભરાઈ રહેવાના કારણે પાક નષ્ટ થઈ જાય છે. ભાલ પંથકના ખેડૂતો દ્વારા અહી મીઠાના અગરો માટે જમીન નહિ ફાળવવા અનેક વખત રજૂઆતો કરવામાં આવી રહી છે પરંતુ તેમ છતાં તંત્ર દ્વારા કોઈ ચોક્કસ કામગીરી નહિ કરવામાં આવતા દરવર્ષે આ જ પરિસ્થિતિનું નિર્માણ થાય છે, અને લોકોને પારાવાર હાડમારી ભોગવવાનો વારો આવે છે.

આજથી ચાર દિવસ ક્યાં પડશે વરસાદ

  • 8 જૂલાઈના રોજ જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, પોરબંદર, અમરેલી, મોરબી, દ્વારકા, બોટાદ, ભાવનગર, જામનગર, કચ્છ, સુરત, નવસારી, વલસાડ, આણંદ અને વડોદરામાં ધોધમાર વરસાદ વરસશે.  
  • 9 જુલાઈના કચ્છ, પોરબંદર, દ્વારકા, જામનગર, મોરબી, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણામાં મૂશળધાર વરસાદ વરસશે.   
  • 10 જુલાઈના કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  
  • 11 જુલાઈના બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં  ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  

મહત્વનું છે કે, હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના પગલે રાજ્યના અનેક રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news