Bhavnagar gramya Gujarat Chutani Result 2022 ભાવનગર ગ્રામ્ય બેઠક પણ ભાજપને ફાળે ગઈ, જંગી લીડથી જીત તરફ

Bhavnagar gramya Gujarat Chunav Result 2022: ગુજરાતના ચૂંટણી મહાસંગ્રામમાં આ વખતે ત્રીપાંખીયો જંગ છે. ગુજરાતના રાજ સિંહાસન પર કોણ બેસે છે તેના પર પુરા દેશની નજર છે. આ વખતે ગુજરાતમાં શાસનની ધૂરા પર ફરી પૂનરાર્તન થાય કે પછી પરિવર્તન થાય છે તેના પર સૌ કોઈની નજર રહેશે. ફરી એક વાર ગુજરાતમાં કમળ ખીલે છે કે પછી પંજો પોતાનો હાથ મારે છે. કે પછી AAPનો ઝાડૂ પોતાનો જાદૂ ચલાવે છે. તે જોવાનું રહેશે.

Bhavnagar gramya Gujarat Chutani Result 2022 ભાવનગર ગ્રામ્ય બેઠક પણ ભાજપને ફાળે ગઈ, જંગી લીડથી જીત તરફ

Bhavnagar gramya Gujarat Chunav Result 2022: ભાવનગર ગ્રામ્ય બેઠક પર ભાજપના ઉમેદવાર 71 હજારની લીડથી આગળ છે.  ભાવનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક જે ભૂતકાળનાં વર્ષોમાં ઘોઘા-56 ગણાતી હતી અને આ બેઠક પર વર્ષો સુધી કોંગ્રેસનો કબ્જો રહ્યો હતો. ભાવનગર ગ્રામ્ય વિધાનસભા બેઠકમાં ઘોઘા, બુધેલ, વરતેજ, સિહોર, માઢિયા ગામડાઓનો સમાવેશ થાય છે. આ બેઠકમાં ઘોઘા રો-રો ફેરી સર્વિસ, સિહોરની સર્વોત્તમ ડેરી અને સિહોરની રોલિંગ મિલોની GIDC પણ આવેલી છે.

ભાવનગર ગ્રામ્ય વિધાનસભા બેઠકઃ-
ભાવનગર જિલ્લામાં કોળી સમાજનો બહુમત જોવા મળી રહ્યો છે. મહુવા, પાલીતાણા અને ભાવનગર ગ્રામ્ય વિધાનસભા સીટ પર કોળી સમાજના ઉમેદવાર વિજેતા બન્યા છે. લોકસભાના વિજેતા ઉમેદવાર પણ કોળી સમાજમાંથી જ આવે છે. પરસોત્તમ સોલંકીએ સંસદની ચુંટણીમાં અપક્ષ ઉમેદવારી નોંધાવીને ભાવનગર જીલ્લાનાં રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ તેમણે રાજકારણમાં વર્ચસ્વ જમાવી લીધું હતું અને થોડા સમય બાદ તેઓ ભાજપમાં જોડાઈ ગયા હતા. વર્ષ 1998થી ભાજપ નેતા પરસોત્તમ સોલંકી ભાવનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક પર વર્ચસ્વ જમાવે છે. ત્યારથી લઈને અત્યાર સુધી પરષોતમ સોલંકી ભાવનગર ગ્રામ્ય વિધાનસભા (ઘોઘા વિધાનસભા) બેઠક પર વિજયી થઈ રહ્યા છે. કોંગ્રેસનાં ધુરંધર નેતા શક્તિસિંહ ગોહિલે પણ તેમની સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

2022ની ચૂંટણીઃ-
પક્ષ    ઉમેદવાર     (હેડર)
ભાજપ    પરસોત્તમ સોલંકી
કોંગ્રેસ     રેવતસિંહ ગોહિલ
આપ    ખુમાણસિંહ ગોહિલ

2017ની ચૂંટણીઃ-
ભાજપે ફરી એકવાર આ બેઠક પર પરસોત્તમ સોલંકીને ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા. તો વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે ક્ષત્રિય સમાજના ઉમેદવારને બદલે કોળી સમાજના આગેવાન કાંતિભાઈ ચૌહાણને ટીકીટ આપી હતી. આ ચૂંટણીમાં પરસોત્તમ સોલંકીને 89,555 મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના કાંતિભાઈ ચૌહાણને 58,562 મત મળ્યા હતા. આમ, આ ચૂંટણીમાં પણ ભાજપે બાજી મારી લીધી હતી.

2012ની ચૂંટણી:-
ભાવનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક ઉપર વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે પરસોત્તમ સોલંકીને ટીકીટ આપી હતી. તો કોંગ્રેસે ક્ષત્રિય સમાજના પીઢ નેતા શક્તિસિંહ ગોહિલને ટીકીટ આપી હતી. આ ચૂંટણીમાં શક્તિસિંહને 65,426 મત અને પરસોત્તમ સોલંકીને 83,980 મતો મળ્યા હતા. આ પરસોત્તમ સોલંકીએ 18,554 મતોથી કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલને મ્હાત આપી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news