ભાવનગરમાં 2 નવા પોઝિટિવ કેસ આવતા તંત્ર દોડતું થયું, આખા શહેરનું બેરિકેડિંગ, 30 ડ્રોનથી બાજ નજર
Trending Photos
ભાવનગર : ભાવનગરમાં પણ હવે કોરોનાની સ્થિતી વિકટ બનતી જાય છે. કાલે જ 36 સેમ્પલ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા જે પૈકી તમામ 34 રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા અને 2 પોઝિટિવ આવ્યા હતા. જેના પગલે તંત્રએ બંન્ને વ્યક્તિઓની સારવાર ચાલુ કરી દેવામાં આવી હતી. ઉપરાંત તેમના સંપર્કમાં આવેલા અનેક લોકોને સરકારી ક્વોરોન્ટાઇન સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા હતા.
આ ઉપરાંત પોલીસ તંત્ર દ્વારા પણ હવે લોકલ ટ્રાન્સમિશન ન વધે તે માટે ભાવનગરનાં તમામ રસ્તાઓ પર બેરિકેડિંગ કરી દેવામાં આવ્યું છે. લોકો બહાર ન નિકળી જાય તે માટે સતત ડ્રોન અને પેટ્રોલિંગ દ્વારા નજર રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત મુખ્ય રસ્તાઓ પર ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે. જેા માટે એસઆરપીની પણ મદદ લેવામાં આવી રહી છે. ધાબે એકત્ર થતા લોકોને અટકાવવા માટે 30 ડ્રોન કેમેરાની મદદ લેવામાં આવી રહી છે.
તળાજાનાં ધારાસભ્ય કનુભાઇ બારૈયાએ ભાવનગર જિલ્લા ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને જણાવ્યું કે, કોરોના જંગમાં લોકડાઉનની સ્થિતીને જોતા અનેક પરિવારોની સ્થિતી દયનીય છે. સસ્તા અનાજની દુકાનો પર રાજ્યનાં 1.20 કરોડ રેશનકાર્ડ ધારકોને જરૂરી રેશન મળી રહે તેવી પુરતી વ્યવસ્થા કરવા માટે જણાવ્યું છે. જો તંત્ર યોગ્ય વ્યવસ્થા નહી કરવામાં આવે તો કનુભાઇ બારૈયા અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રવિણભાઇ રાઠોડ બંન્ને ધરણા કરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે