પરપ્રાંતીયો પર હુમલો: ઇડરના નુરપુર ગામમાં કંપનમાં કામ કરતા લોકો પર ટોળાનો હુમલો,10ની ધરપકડ

હિંમતનગરનાં ભાવપૂર દુષ્કર્મ મામલે ઈડરના નુરપુરા ગામ નજીક આવેલી યુનીટેક કોટસ્પીન કંપનીમાં ટોળાએ પરપ્રાંતીય મુદ્દાને લઇ કર્યો હોબાળો મેનેજર સહીત 4ને થઈ નાની મોટી ઈજા, 1૦ની ધરપકડ

પરપ્રાંતીયો પર હુમલો: ઇડરના નુરપુર ગામમાં કંપનમાં કામ કરતા લોકો પર ટોળાનો હુમલો,10ની ધરપકડ

દેવ ગોસ્વામી/સાંબરકાંઠા: ભાવપૂર દુષ્કર્મ મામલે રાજ્યમાં ઠેર ઠેર રોષ ઠાલવી કંપનીઓમાં કામ કરી રહેલા પરપ્રાંતિય લોકો પર હુમલાઓ થઇ રહ્યા છે. ત્યારે ઇડર તાલુકાના જાદર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા નુરપુરા ગામની યુનીટેક કોટસ્પીન કંપનીમાં ટોળાએ હુમલો કર્યો હતો. કંપનીમાં રહેતા પરપ્રાંતીયોને લઇ હુમલો કર્યો હતો જેમાં ઝપાઝપી કરતા કંપનીનાં મેનેજર સહીત 4 લોકોને નાની મોટી ઈજાઓ થઇ હતી. જ્યારે સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા કે, પોલીસ દ્વારા નિર્દોષ માણસોને ઉઠાવી લઇને ટોર્ચર કરવામાં આવે છે. અને ગુના કબુલ કરાવામાં આવે છે.

ટોળાએ કંપનીમાં જઈ પરપ્રાંતિય મજૂરોની સાથે છુટા હાથની મારામારી કરી હતી. જેમાં કંપની મેનેજરને હાથે ઈજાઓ થઇ હતી અન્ય ૩ ને પણ ઈજાઓ થઇ હતી. કંપનીના માલિકે પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે મામલો શાંત કર્યો હતો. જેમાં પોલીસે હુમલો કરી રહેલા ટોળામાંથી 10 લોકોની ધરપકડ કરી છે. આ પ્રકારની ઘટનાઓના પગલે રાજ્યભરની પોલીસને સતર્ક રહેવા માટેના આદેશ કરવામાં છે. બીજા રાજ્યમાંથી આવીને રોજગારીની પ્રાપ્તિ માટે ગુજરાતમાં આવીને કામ કરતા લોકો પર હુમલાઓ કરી રાજ્ય છોડવાના નારા લગાવમાં આવી રહ્યા છે.

Himmat-Nagar

હિંમતનગરના ભાવપૂરમાં 14 મહિનાની બાળકી પર પરપ્રાંતિય દ્વારા દુષ્કર્મ થતા રાજ્યના અનેક વિસ્તારોમાં પરપ્રાંતિયો પર હુમલાઓ કરવામાં આવી રહ્યા છે. આ દુષ્કર્મ થતા લોકોનું માનવું છે, કે પરપ્રાંતિયો દ્વારા ગુજરાતમાં ગુનાહિત પ્રવૃતિઓ કરીને શાંતિ ભંગ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news