બોરોસીલ કંપનીની કેન્ટીનના કામદારે કરી આત્મહત્યા, મોત કારણ અકબંધ
સાંજના અરસા દરમ્યાન કોઈ કારણોસર પોતે જાતે જ બોરોસીલ કંપનીની કેન્ટીનની રૂમની છતમાંની લોખંડની એંગલ સાથે ગમછો બાંધી ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટુકાવી લેતાં ચકચાર મચી જવા પામી હતી.
Trending Photos
ભરત ચુડાસમા, ભરૂચ: વિકાસ પર્યાય બનેલા ગુજરાતમાં સતત આત્મહત્યાના કેસ વધી રહ્યા છે. ક્યાંય પારિવારિક ઝઘડા તો ક્યારેક આર્થિક ભીંસ જેવી બાબતોને લઇને લોકો મુશ્કેલીનો સામનો કરવાના બદલે આત્મહત્યાનો પ્રયત્ન કરે છે. તાજેતરમાં જ વિધાનસભામાં આંકડા રજૂ કરવામાં આવ્યા હતા જે ખરેખર ચોંકાવનારા છે. છેલ્લા 2 વર્ષમાં ગુજરાત વિધાનસભામાં સરકારે જે આંકડા રજૂ કર્યા છે તેનાથી આ દાવા પોકળ સાબિત થઇ રહ્યા છે. રાજ્યમાં 2 વર્ષમાં ચોરીના 25723 કેસ જ્યારે ઘરફોડ ચોરીના 7611 કેસ નોંધાયા છે. જ્યારે 14702 લોકોએ આત્મહત્યા કરી છે. જોવા જઇએ તો દરરોજ 20 લોકો આત્મહત્યા કરી રહ્યા છે.
ઝઘડીયા પાસે આવેલી બોરોસીલ કંપનીમાં આવેલી કેન્ટીનમાં એક ઈસમે ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટુકાવ્યું હોવાની ઘટના સામે આવી હતી. ઝઘડીયા પોલીસ સ્ટેશનેથી મળતી માહિતી મુજબ ઝઘડીયા પાસે આવેલી બોરોસીલ કંપનીની કેન્ટીનમાં પ્રમોદસીંગ અમરસીંગ ઉ. વર્ષ 25 રહે. બોરોસીલ કંપની જે બોરોસીલ કંપનીની કેન્ટીનમાં ચા પાણી આપવાનું કામ કરતો હતો.
જેને ગતરોજ સાંજના અરસા દરમ્યાન કોઈ કારણોસર પોતે જાતે જ બોરોસીલ કંપનીની કેન્ટીનની રૂમની છતમાંની લોખંડની એંગલ સાથે ગમછો બાંધી ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટુકાવી લેતાં ચકચાર મચી જવા પામી હતી. કામદારે આત્મહત્યા કેમ કરી તે અંગે હજુ કારણ જાણવા મળ્યું નથી. આ ઘટનાની જાણ ઝઘડીયા પોલીસ ને થતાં ઝઘડીયા પોલીસ ઘટના સ્થળે પહોચી મૃતકની લાશનો કબજો લઈ પી. એમ માટે મોકલીને આગળની તપાસ હાથ ધરી છે.
તો બીજી તરફ પાનોલી જીઆઈડીસીમાં આવેલી એક કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ ગેટ નીચે દબાઈ જતા મોત નિપજ્યાની ઘટના બની છે. પાનોલી જી.આઇ.ડી.સીની લિટુ કાર્ટૂન કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ ગેટ બંધ કરી રહ્યો હતો ત્યારે જ કન્ટેનર ચાલકે ગેટને ટક્કર મારતા ગેટ સિક્યુરિટી ગાર્ડ પર પડ્યો હતો. જેમાં ગાર્ડ નીચે દબાઈ જતા મોત નિપજ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે